ગુજરાતની ખુબ નજીક આવેલું આ ટબુકડું હિલ સ્ટેશન તમે જોયું કે નહીં? Photos જોઈને તરત જવા માટે દોડશો

મહારાષ્ટ્રમાં ખંડાલા, પંચગીની, મહાબળેશ્વર વગેરે જેવી જગ્યાઓ વિશે તો તમે સાંભળ્યું જ હશે. ગુજરાત નજીક આવેલા આ આ હિલ સ્ટેશનો પર ગુજરાતીઓ પણ ખુબ જાય છે. કદાચ તમે પણ મુલાકાત લઈ ચૂક્યા હોવ. પરંતુ શું તમને ખબર છે કે એક હિલ સ્ટેશન એવું પણ છે જે આખા ભારતમાં સૌથી નાનું હિલ સ્ટેશન હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ટોપ હિલ સ્ટેશનોમાંથી એક છે. ગુજરાતીઓ પણ અહીં ખુબ જાય છે. 

1/6
image

ગુજરાતની નજીક અને મહારાષ્ટ્રમાં આવેલું એક હિલ સ્ટેશન એવું પણ છે જે સમગ્ર ભારતમાં સૌથી નાનું હિલ સ્ટેશન ગણાય છે. મહારાષ્ટ્રના ટોપ હિલ સ્ટેશનોમાંથી એક ગણાય છે. મુંબઈ-પુના અને આજુબાજુના લોકો વીકેન્ડ ગાળવા માટે આ હિલ સ્ટેશન પર આવતા હોય છે. 

ટબુકડું હિલ સ્ટેશન

2/6
image

અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા માથેરાન હિલ સ્ટેશનની. આ જગ્યા દુનિયાની એ ગણી ગાંઠી જગ્યાઓમાંથી એક છે જ્યાં ખતરનાક રસ્તાઓ હોવાના કારણે ગાડી લઈ જવાની મંજૂરી નથી. અહીં  ફરવા માટે તમારે ટોય ટ્રેનથી જવાનું રહે છે. આ ટોય ટ્રેન ઊંચા પહાડોના કિનાર ખુબ જ કપરા રસ્તાઓમાંથી પસાર થાય છે. આવામાં ટોય ટ્રેનમાં બેસીને સફર કરનારા લોકોને પણ ભગવાન યાદ આવે છે. જાણો આ હિલ સ્ટેશન વિશે...

પોલ્યુશન ફ્રી હિલ સ્ટેશન

3/6
image

માથેરાન મહારાષ્ટ્રમાં પશ્ચિમી ઘાટની સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું એક નાનકડું હિલ સ્ટેશન છે. તેને પોલ્યુશન ફ્રી હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે. માથેરાનમાં દસ્તૂરી પોઈન્ટથી આગળ કોઈને પણ વાહન લઈને જવાની મંજૂરી નથી. અહીંથી ટુરિસ્ટ પગપાળા, પાલકી કે ટટ્ટુથી લગભગ 2.5 કિમીનું અંતર કાપે છે. રસ્તામાં તમને સુંદર નજારા પણ જોવા મળે છે. 

ખતરનાક રસ્તાઓ પરથી પસાર થાય છે ટ્રેન

4/6
image

માથેરાન પહોંચવા માટે નેરળ જંકશનથી બે ફૂટ પહોળી નેરોજ ગેજ લાઈન પર દોડતી ટોય ટ્રેન સૌથી સારો વિકલ્પ છે. આ ટોય ટ્રેન વન ક્ષેત્રના મોટા વિસ્તારમા લગભગ 20 કિમીનો પ્રવાસ કાપે છે અને મુસાફરોને માથેરાન બજાર વચ્ચે આવેલા રેલવે સ્ટેશન સુધી પહોંચાડે છે. આ ટ્રેન ખુબ જ વળાંકવાળા રસ્તાઓ અને ખાઈની બાજુમાંથી પસાર થાય છે. આ માટે ટ્રેનના ડ્રાઈવરને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. સફર દરમિયાન પર્યટકોને પણ વિશેષ સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવે છે. 

કુદરતની ખુબ નજીક હોવાનો અહેસાસ

5/6
image

જો તમે આ હિલ સ્ટેશન પર ફરવા માટે આવો છો તો તમારે કુદરતની ખુબ નજીક હોવાનો અહેસાસ થશે. અહીં તમને વાદળોથી ઘેરાયેલા પહાડ, પહાડથી પડતા ઝરણા, સુંદર ઝીલો, પાર્ક અને તમામ વ્યૂ પોઈન્ટ્સ જોવા મળશે. અહીં હવામાન ખુબ સારું રહે છે. વરસાદના દિવસોમાં વાદળોના કારણે દૂરના નજારા ઓછો જોવા મળે છે. આ સાથે જ કાચા રસ્તાઓ  હોવાના કારણે લપસવાનો ડર રહે છે. 

કેવી રીતે જવું માથેરાન

6/6
image

જો તમે પણ આ સુંદર હિલ સ્ટેશનની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે પહેલા તો મુંબઈ કે પુના પહોંચવું પડશે. ત્યાંથી રેલવે માર્ગ, બસ કે ટેક્સી દ્વારા તમે નેરળ જંકશન સુધી પહોંચી શકો છો. નેરળ જંકશનથી તમે ટોય ટ્રેન લઈને માથેરાન પહોંચી શકો  છો.