રણમાં ખીલ્યું ગુલાબ! દુનિયાના આ દેશમાં ચમત્કાર સર્જાઈ ગયો! સદીઓમાં પહેલીવાર સાઉદીમાં આવું થયું

snowfall in al jawf saudi arab desert know the reason : શું તમે રણમાં ભારે વરસાદ, તીવ્ર ઠંડી અને હિમવર્ષાની કલ્પના કરી શકો? ઈસ્લામિક રાષ્ટ્ર સાઉદી અરેબિયાના એક રણમાં બરાબર આવું જ થયું.. આ કલ્પના કરવી અઘરી છે પરંતુ, સાઉદી અરેબિયાના અલ-જૌફમાં હિમવર્ષાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.. અલ-જૌફમાં એટલી માત્રામાં બરફ પડ્યો કે, રણ પર જાણે સફેદ ચાદર પથરાઈ ગઈ હોય.. શું છે આનું કારણ જુઓ આ રિપોર્ટમાં..

1/7
image

રણ એટલે સૂંકો પ્રદેશ. જ્યાં દૂર દૂર સુધી પાણીનું ટીપુ પણ નહીં. જ્યાં દૂર દૂર સુધી એક વૃક્ષ પણ નહીં.. જ્યાં ક્યારેય વરસાદની કે બરફ પડવાની અપેક્ષા જ નહીં. પરંતુ, આ દ્રશ્યો કંઈક બીજી જ હકીકત કહી રહ્યા છે. આ દ્રશ્યો જુઓ.. આ દ્રશ્યો જોઈને તમે પણ કહેશો, અહો આશ્ચર્યમ. સૂકાભટ્ટ ગણાતા રણ પ્રદેશમાં આખરે આવા દ્રશ્યો કેમ જોવા મળ્યા..? શું રણમાં પણ ક્યારેય બરફ વર્ષા થાય ખરા..?

2/7
image

આમ તો, સાઉદી અરેબિયા સામાન્ય રીતે તેની તીવ્ર ગરમી અને વિશાળ રણ માટે જાણીતું છે, પરંતુ હવે એક અનોખી ઘટના સામે આવી છે.. અલ-જૌફ વિસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાએ સૌને ચોંકાવી દીધા છે.. રણમાં હિમવર્ષાની આ ઘટના માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય બની રહી છે.. તમને જણાવી દઈએ કે રણમાં હિમવર્ષા એ એક અસાધારણ ઘટના છે..   

3/7
image

અલ-જૌફમાં હિમવર્ષા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ-જૌફ વિસ્તારમાં ગયા બુધવારથી ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાને કારણે રણમાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની હિમવર્ષા પહેલા ક્યારેય જોવા મળી નથી. આ હિમવર્ષા અને ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થયો છે.

4/7
image

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી રસપ્રદ પ્રતિક્રિયાઓ સામે આવી છે.. કેટલાક લોકો માને છે કે આ વિશ્વના અંતની નિશાની છે.. કેટલાક લોકો માને છે કે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવું થઈ રહ્યું છે. અલ-જૌફ પ્રાંતનું મહત્વ સાઉદી અરેબિયાના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં સ્થિત અલ-જૌફ પ્રાંત તેના રણ વિસ્તાર, ઊંચા પર્વતો અને ઐતિહાસિક વારસા માટે જાણીતો છે.. અલ-જૌફની રાજધાની સક્કાહ છે.. અહીંનું હવામાન સામાન્ય રીતે ખૂબ ગરમ હોય છે, પરંતુ તાજેતરના સમયમાં હિમવર્ષા અને ભારે વરસાદે આ પ્રદેશના હવામાનમાં મોટો ફેરફાર કર્યો છે.

5/7
image

અલ-જૌફ માત્ર સાઉદી અરેબિયાના કૃષિ ક્ષેત્ર માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેના ખજૂરના બગીચા અને અન્ય કૃષિ ઉત્પાદનો દેશભરમાં પ્રખ્યાત છે. આ પ્રદેશ સદીઓથી પ્રાચીન વેપાર માર્ગોનો એક મહત્વનો ભાગ રહ્યો છે. અને તે અસંખ્ય ઐતિહાસિક સ્થળો અને કિલ્લાઓનું ઘર છે જે પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસની વાત કરે છે.   

6/7
image

ગયા અઠવાડિયે વરસાદ શરૂ થયો હતો અલ-જૌફના કેટલાક ભાગોમાં ગયા બુધવારે ભારે વરસાદ અને કરા પડ્યા હતા.. આ પછી ઉત્તરીય બોર્ડર, રિયાધ અને મક્કા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.. તાબુક અને અલ બહાહ વિસ્તારો પણ હવામાનમાં આવેલા આ ફેરફારથી પ્રભાવિત થયા હતા.. આ પછી સોમવારે અલ-જુફના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી.. અહીં પડતી બરફની તસવીરોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

7/7
image

સાઉદી અરેબિયામાં હિમવર્ષા દુર્લભ છે, પરંતુ દેશનું વાતાવરણ વર્ષોથી બદલાઈ રહ્યું છે.. થોડા વર્ષો પહેલા સળગતા સહારાના રણમાં તાપમાનમાં નાટ્યાત્મક ઘટાડો થયો હતો અને તે -2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. આ માટે ક્લાઈમેટ ચેન્જની વ્યાપક અસરોને જવાબદાર ગણવામાં આવે છે. પશ્ચિમ એશિયા એ આબોહવા-સંબંધિત અસરો માટે સૌથી સંવેદનશીલ પ્રદેશોમાંનો એક છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, બદલાતા વાતાવરણના કારણે રણમાં હિમવર્ષા જેવી અસામાન્ય ઘટનાઓ પણ બની રહી છે. આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ભારે વરસાદના અભૂતપૂર્વ સમયગાળા પછી ગંભીર પૂરનો સામનો કરવો પડ્યો હતો. દુબઈએ પણ આવા જ પૂરનો સામનો કર્યો હતો, જે પ્રદેશ માટે નવો અનુભવ હતો.