Banking Apps ને ટાર્ગેટ બનાવી રહ્યો છે આ ખતરનાક વાયરસ, SBI એ કહ્યું- થઇ જાવ એલર્ટ....

What Is SOVA Virus: હેકર્સ (Hackers) લોકોને છેતરવા માટે ઘણા પ્રકારના વાયરસ (Virus) નો ઉપયોગ કરે છે. ફિશિંગ મેસેજનો ઉપયોગ આ વાયરસોને તમારા ફોનમાં ડાઉનલોડ કરવા માટે કરવામાં આવે છે. એવા એક વાયરસને લઇને બેંકોના ગ્રાહકોને આગાહ કરવામાં આવી રહ્યા છે. અન્ય બેંકો જેમકે SBI, PNB અને Canara Bank ના ગ્રાહકોને SOVA Malware વિશે ચેતાવણી આપવામાં આવી રહી છે. આવો તમને જણાવીએ કે શું છે SOVA Virus અને તેનાથી કેવી રીતે બચશો. 

SBI એ આપી યૂઝર્સ આપી ચેતવણી- થઇ જાવ એલર્ટ...

1/5
image

SBI એ ટ્વીટ કર્યું. 'મેલવેયરને પોતાના કિંમતી એક્સેસને ચોરી ન કરવા દો. હંમેશા વિશ્વાસપાત્ર સોર્સ પરથી એપ ડાઉનલોડ કરો. આવો જાણીએ કે શું છે સોવા વાયરસ અને તેનાથી બચવા માટે તમારે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. 

What Is SOVA Virus

2/5
image

SBI ના અનુસાર SOVA એક એંડ્રોઇડ-આધારિત ટ્રોજર માલવેર છે, જે વ્યક્તિગત ડેટા ચોરી કરવા માટે નકલી બેકિંગ એપનો ઉપયોગ કરનાર લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે. આ માલવેર યૂઝર્સના ક્રેડેંશિયલને ચોરે છે. જ્યારે તે નેટ-બેકિંગ એપ્સના માધ્યમથી પોતાના ખાતા સુધી પહોંચે છે અને લોકો ઇન કરે છે તો માલવેર યૂઝરની જાણકારી રેકોર્ડ કરે છે. એકવાર ઇંસ્ટોલ થઇ જતાં, આ એપ્લિકેશનને દૂર કરવાની કોઇ રીત નથી. 

કેવી રીતે કરે છે કામ?

3/5
image

પંજાબ નેશનલ બેંકની વેબસાઇટ અનુસાર SOVA Trojan malware કોઇ પણ અન્ય એંડ્રોઇડ ટ્રોજનની માફક જ ફિશિંગ SMS ના માધ્યમથી યૂઝર્સના ડિવાઇસ પર મોકલવામાં આવે છે. આ નકલી એંડ્રોઇડ એપને ઇંસ્ટોલ કર્યા બાદ આ તમારા સ્માર્ટફોનમાં ઇંસ્ટોલ કરવામાં આવેલી અન્ય એપનું વિવરણ C2 (કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વર) ને મોકલે છે, જેને હેકર્સ કંટ્રોલ કરે છે. દરેક ટાર્ગેટેડ એપ્લિકેશન માટે C2 માલવેરને એડ્રેસની એક યાદી મોકલે છે અને આ જાણકારી એક XML ફાઇલમાં સ્ટોર કરે છે. આ એપ્લિકેશનને ત્યારે માલવેર અને C2 ના માધ્યમથી પ્રબંધિત કરવામાં આવે છે. સરળ ભાષામાં સમજી શકાય તો સૌથી પહેલાં આ માલવેર ફિશિંગ SMS ના દ્રારા તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઇ જાય છે. ઇસ્ટોલેશન બાદ આ ટ્રોજન તમારા ફોનમાં ઉપલબ્ધ એપ્સની ડિટેલ હેકર્સને મોકલે છે. હવે હેકર ફોનમાં ઉપલબ્ધ એપ્સ માટે ટાર્ગેટેડ એડ્રેસની યાદી લિસ્ટ C2 ની મદદથી માલવેર મોકલે છે.જ્યારે પણ તમે આ એપ્સનો ઉપયોગ કરો છો, માલવેર તમારા ડેટાને એક XML ફાઇલમાં સ્ટોર કરે છે જેને હેકર્સ એક્સેસ કરી શકે છે. 

આ વાયરસથી હેકર્સ કરી શકે છે આટલું બધું

4/5
image

આ માલવેર તમારા ફોનમાંથી ઘણા પ્રકારનો ડેટા ચોરી શકે છે. ક્રેડેંશિયલ્સ ઉપરાંત કુકીઝ, મલ્ટી-ફેક્ટર ઓથેંટિકેશન ટોકન સુધી કોપી કરી શકે છે. હેકર્સ ઇચ્છે તો પણ આ માલવેરની મદદથી તમારા ફોનમાં સ્ક્રીનશોટ લઇ શકે છે. વીડિયો રેકોર્ડ કરી શકે છે. આ ટ્રોજનની મદદથી એવા ઘણા કામ કરી શકાય છે.   

બચવા માટે શું કરશો?

5/5
image

જો આ માલવેર તમારા સ્માર્ટફોનમાં ઇંસ્ટોલ થઇ જાય છે, તો તેને દૂર કરવો મુશ્કેલ છે. તેનાથી બચવાનો એક જ ઉપાય છે તે છે સાવધાની. એટલા માટે કોઇપણ અજાણી લિંક પર ક્લિક ન કરો. એપ્સ ડાઉનલોડ કરવા મટે હંમેશા વિશ્વાસપાત્ર એપ સ્ટોરનો ઉપયોગ કરો. કોઇપણ એપને ડાઉનલોડ કરતાં પહેલાં તેના રિવ્યૂ જરૂર ચેક કરી લો. એપ્સને પરમિશન આપતી વખતે સાવધાની વર્તો અને આ વાત પર ધ્યાન આપો કે તમે કઇ-કઇ વસ્તુઓની પરમિશન આપી રહ્યા છે. એંડ્રોઇડ અપડેટ ડાઉનલોડ કરતા રહ્યા અને તમે ઇચ્છો તો એન્ટી વાયરસનો પણ ઉપયોગ કરી શકો છો.