IND vs PAK: શું ભારત-પાકિસ્તાનની મેચમાં મેદાન પર થયેલાં ત્યાર સુધીના સૌથી મોટા 5 ઝઘડા વિશે તમે જાણો છો?

World Cup 2023: વનડે વર્લ્ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી. છેલ્લી વખત બંને ટીમો ODI વર્લ્ડ કપમાં 2019માં સામ-સામે આવી હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2023માં આવતીકાલે એટલે કે શનિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ વખતે પણ ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં જોવા મળી રહી છે.

ટીમ ઈન્ડિયા પોતાનો 7-0નો રેકોર્ડ જાળવી રાખવા માટે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. અને વધુ એકવાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવશે. સાથે જ પાકિસ્તાન પાસે પણ પોતાના ખરાબ રેકોર્ડને સુધારવાની સારી તક છે. બંને ટીમોમાં દિગ્ગજ અને સ્ટાર ખેલાડીઓ છે, જેઓ એકલા હાથે મેચ જીતાડવામાં પણ સક્ષમ છે.  ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના વિવાદની ચર્ચા મેચ કરતાં વધુ થાય છે. ચાલો ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના કેટલાક વિવાદો પર એક નજર કરીએ.

રાહુલ દ્રવિડ  vs શોએબ અખ્તર

1/5
image

બર્મિંગહામમાં 2004ની ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન, રાહુલ દ્રવિડ પાકિસ્તાની પેસ બોલર શોએબ અખ્તર સાથે ભારે ઝઘડો થયો હતો. રાહુલ દ્રવિડે શોએબ અખ્તરની બોલિંગ પર શોટ ફટકાર્યો. આ દરમિયાન દ્રવિડ આ દરમિયાન દ્રવિડ બે રન ઝડપથી દોડવા દોડ્યો, પરંતુ દ્રવિડ રન દોડી રહ્યો હતો તેની વચ્ચે આવીને અખ્તર ઉભો રહી ગયો. રન પૂરો કરતી વખતે દ્રવિડ બોલ જોઈ રહેલા શોએબ સાથે અથડાઈ ગયો. આનાથી ગુસ્સે થઈને રાહુલ દ્રવિડે અખ્તરને રન બનાવવાના રસ્તામાંથી હટી જવા કહ્યું. આ દરમિયાન શોએબ ગુસ્સામાં આવી ગયો અને તેણે દ્રવિડને કંઈક કહ્યું. રાહુલ દ્રવિડ શોએબ પાસે ગયો. બન્ને વચ્ચે બોલાચાલી થઈ. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે વિવાદ વધતો જોયો તો તેણે અમ્પાયર સાથે મળીને બંનેને અલગ કરી દીધા. જોકે છે્લ્લે પાકિસ્તાને આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે રાહુલ દ્રવિડના 67 રન અને અજીત અગરકરના 47 રનની મદદથી 200 રન બનાવ્યા હતા. યુસુફ યોહાનાની 81 રનની ઇનિંગને કારણે છેલ્લી ઓવરમાં 4 બોલ બાકી રહેતા પાકિસ્તાને જીત મેળવી હતી.

ગૌતમ ગંભીર vs શાહિદ આફ્રિદી

2/5
image

વર્ષ 2007માં, જ્યારે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી, ત્યારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં 5 ODI શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી જેમાં ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે મેદાનમાં ભારે ઝઘડો થયો હતો. શાહિદ આફ્રિદીના બોલ પર ગંભીર સિંગલ માટે દોડી રહ્યો હતો. બંને વચ્ચે ટક્કર થઈ અને ગંભીરને લાગ્યું કે આફ્રિદીએ જાણી જોઈને આવું કર્યું છે. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થવા લાગી.

હરભજન સિંહ vs શોએબ અખ્તર

3/5
image

2010ના એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામેની મેચ જીતવા માટે છેલ્લા 7 બોલમાં 7 રન બનાવવા બાકી હતા. આવી સ્થિતિમાં શોએબ અખ્તરે ગુસ્સામાં આવીને હરભજન સિંહને એક એવો ફાસ્ટ બોલ ફેંક્યો અને ત્યાર બાદ તેને ચિડાવીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. બંને વચ્ચે મેદાનમાં મોટી બબાલ થઈ. જેના પછીની જ ઓવરમાં ગુસ્સે ભરાયેલાં હરભજન સિંહે આમિરના બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. જીત અપાવ્યા બાદ હરભજન સિંહે પણ શોએબ અખ્તર સામે ઈશારા કરીને કંઈક કહીને તેને ચીડાવવાનો પ્રયાસ કર્યો.

વીરેન્દ્ર સેહવાગ  vs શોએબ અખ્તર

4/5
image

વર્ષ 2003માં એક મેચમાં પાકિસ્તાની બોલર શોએબ અખ્તર વીરેન્દ્ર સેહવાગ પર એક પછી એક બાઉન્સર ફેંકી રહ્યો હતો, જેથી તે ડરમાં ઉંધો સીધો શોટ રમીને આઉટ થઈ જાય. શોએબની હરકતોથી કંટાળીને સહેવાગ પોતે અખ્તર પાસે ગયો અને કહ્યુંકે, "જો તારામાં હિંમત હોય તો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર સચિન તેંડુલકર ઉંઘા છે એમને ​​બાઉન્સર મારી બતાવ." આ પછી તરત જ શોએબ અખ્તરે સચિનને બાઉંસર ફેંક્યો. શોએબના બાઉન્સર પર સચિન તેંડુલકરે સિક્સર ફટકારી તો સેહવાગે કહ્યું, અખ્તરને જઈને કહ્યુંકે, 'બાપ, બાપ હોતો હૈ, બેટા-બેટા હોતા હૈ"

ગૌતમ ગંભીર  vs કામરાન અકમલ

5/5
image

2010 એશિયા કપ દરમિયાન ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલ વારંવાર બિનજરૂરી અપીલ કરીને તેને હેરાન કરતો હતો. ત્યારબાદ ગંભીર અને અકમલ વચ્ચે ભારે બોલાચાલી થઈ. મહેન્દ્ર સિંહ ધોનીએ વચ્ચે પડીને બન્નેને છોડાવ્યા હતાં.