ક્રિકેટ મેચ News

શું તમે ભારત-પાકિસ્તાન મેચમાં થયેલાં ત્યાર સુધીના સૌથી મોટા 5 ઝઘડા વિશે તમે જાણો છો?
World Cup 2023: વનડે વર્લ્ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી. છેલ્લી વખત બંને ટીમો ODI વર્લ્ડ કપમાં 2019માં સામ-સામે આવી હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2023માં આવતીકાલે એટલે કે શનિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ વખતે પણ ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા પોતાનો 7-0નો રેકોર્ડ જાળવી રાખવા માટે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. અને વધુ એકવાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવશે. સાથે જ પાકિસ્તાન પાસે પણ પોતાના ખરાબ રેકોર્ડને સુધારવાની સારી તક છે. બંને ટીમોમાં દિગ્ગજ અને સ્ટાર ખેલાડીઓ છે, જેઓ એકલા હાથે મેચ જીતાડવામાં પણ સક્ષમ છે.  ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના વિવાદની ચર્ચા મેચ કરતાં વધુ થાય છે. ચાલો ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના કેટલાક વિવાદો પર એક નજર કરીએ.
Oct 13,2023, 12:38 PM IST
વખાણેલી ખીચડી દાઢે વળગી! T20 માં કંગાળ ફિલ્ડીંગ બાદ તમામ બેટ્સમેન પણ ફેલ થતા પરાજય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં કાંગારુઓએ 12 રનથી જીત મેળવી લીધી. સીરીઝના પહેલી બે મેચ જીતવાના કારણે ત્રણ ટી 20 સીરીઝને ભારતે 2-1થી જીતી લીધી છે. આ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી મેજબાન ટીમની ખરાબ શરૂઆતમાંથી સ્થિર થતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 186 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે વેડે સૌથી વધારે 80 રન બનાવ્યા હતા. વેડ ઉપરાંત સ્ટિવ સ્મિથ 24 અને ગ્લેન મેક્સવેલ 54 રન બનાવ્યા હતા. વેડે પોતાના 53 બોલમાં સાત ચોક્કા અને બે છગ્ગા ફટકાર્યા પરંતુ સ્મિથે 23 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો. 
Dec 8,2020, 18:57 PM IST

Trending news