BOLLYWOOD ના આ STAR KIDS રહ્યાં ફ્લોપ, જાણો માતા-પિતાનું હતું ખુબ મોટું નામ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડમાં નેપોટિઝ્મને લઈને અનેકોવાર સવાલો ઉઠ્યા છે. ત્યારે, કેટલાક સિતારાઓ એવા છે જેમનું નામ બહુ મોટું છે. પણ તેમના પુત્ર કે પુત્રીઓ બોલીવુડમાં ફ્લોપ રહ્યા. અમુકને તો મોટા બેનરો હેઠળ લોન્ચ કરવામાં આવ્યા તેમ છતા પણ તે ફ્લોપ જ રહ્યા. ત્યારે, અમે તમને જણાવીશું ફ્લોપ સ્ટારકિડ્સ વિશે.

 


 

ઝાયૈદ ખાન

1/5
image

મૈં હું ના, મિશન ઇસ્તાનબુલ જેવી ફિલ્મોમાં મોટી ભૂમિકા મેળવ્યા પછી પણ આજે ઝાયૈદ ખાન ફિલ્મોથી ખૂબ દૂર છે. જ્યારે ઘણા લોકોને આ તક નથી મળતી, સંજય ખાનના પુત્ર ઝાયૈદ ખાનને એક તક મળી હતી. પરંતુ તે પોતાને સાબિત કરી શક્યો ન હતો અને લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહ્યો. ત્યારે, સંજય ખાન બોલીવુડમાં પોતાના પુત્ર ઝાયૈદને ફરીથી લોન્ચ કરી શકે છે.

ઉદય ચોપડા

2/5
image

જો નેપોટિઝ્મથી સફળતા પ્રાપ્ત થતી હોત તો કદાચ આજે ઉદય ચોપડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ટોપનો એક્ટર હોત. યશરાજ ફિલ્મના માલિકના પુત્ર હોવા છતા પણ ઉદય ચોપડાને વધારે કામ નથી મળ્યું. યશરાજ ફિલ્મસે ઘણા નવા એક્ટરોને સ્ટાર બનાવ્યા પણ પોતાના પરિવારના સભ્યને જ સ્ટાર બનાવવામાં યશરાજ ફિલ્મ નિષ્ફળ રહ્યું. એક ધૂમ ફિલ્મ છોડીને આજે પણ ઉદય ચોપડા કોઈ ફિલ્મમાં જોવા નથી મળતાં. ઉદય ચોપડાએ વર્ષ 2000માં મોહબ્બતે ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી અને તે છેલ્લા ધૂણ થ્રીમાં દખાયો હતો.

 

 

મહાક્ષય ચક્રવર્તી

3/5
image

ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીનો છોકરો મહાક્ષય બોલીવુડમાં ફ્લોપ સાબિત થયો હતો. મહાક્ષયે 2008માં ફિલ્મ જિમ્મીથી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. પરંતુ, ખરાબ એક્ટિંગ સ્કીલ અને વિચિત્ર સ્ક્રિન પ્રેઝંસના કારણે તેનું કરિયર જલ્દી ખત્મ થઈ ગયું. મહાક્ષયે લૂંટ, એનિમી, ઈશ્કેદારિયાં જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પણ તે તમામ ફિલ્મો ફ્લોપ રહી હતી.

ફરદીન ખાન

4/5
image

પ્રખ્યાત અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને તેની કારકિર્દીની શરૂઆત સારી રીતે કરી હતી. પરંતુ આગળ જતા તેની ગણતરી ફ્લોપ અભિનેતામાં થવા લાગી. અભિનય કરતી વખતે ફરદીને લોકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ કદાચ ડ્રગ્સના વ્યસનથી તે બોલીવુડમાંથી ગાયબ થઈ ગયો હતો. ફરદીને તેની કારકીર્દિની શરૂઆત 1998માં ફિલ્મ પ્રેમ અગનથી કરી હતી. ફરદીને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ જીત્યો હતો. ફરદીને જંગલ, પ્યાર તુને ક્યા કિયા, ફિદા, એક ખિલાડી એક હસીના, જાનશીન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

એશા દેઓલ

5/5
image

સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલને બોલીવુડમાં મોટો બ્રેક મળ્યો હતો. એશાએ 2002માં 'મેરે દિલ સે પુછે' ફિલ્મ દ્વારા બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ના તુમ જાનો ના હમ, ચૂરા લિયા હૈ તુમને, ક્યા દિલને કહા, યુવા, ધૂમ, નો એન્ટ્રી, દસ, મૈં એસા હી હું, કાલ, એલઓસી કારગિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેની ફિલ્મી કારકીર્દી ફ્લોપ સાબિત થઈ હતી.