Photos: શ્રદ્ધા કપૂરની 'Stree 2' ના ઘૂંઘટ પાછળ છે આ જોરદાર ગુજ્જુ અભિનેત્રી, નામ જાણી આંખો પહોળી થઈ જશે

હજુ સુધી તમને કદાચ એ ખબર નહીં હોય કે શ્રદ્ધા કપૂરની આ ફિલ્મમાં ઘૂંઘટ પાછળ યુવતી કોણ છે. પહેલા જે સ્ત્રી આવી હતી તેના કરતા આ વખતે કલાકાર અલગ છે. તો ચાલો જાણો  તેના વિશે. 

1/6
image

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 થિયેટરમાં પહોંચી ગઈ છે. આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોએ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ફિલ્મ ચર્ચાના ચગડોળે છે. ફિલ્મમાં કેમિયો રોલ કરીને અક્ષયકુમાર છવાઈ ગયો છે તો હજુ સુધી તમને કદાચ એ ખબર નહીં હોય કે શ્રદ્ધા કપૂરની આ ફિલ્મમાં ઘૂંઘટ પાછળ યુવતી કોણ છે. પહેલા જે સ્ત્રી આવી હતી તેના કરતા આ વખતે કલાકાર અલગ છે. તો ચાલો જાણો  તેના વિશે.   

2/6
image

'સ્ત્રી 2'ના અંતમાં શ્રદ્ધા કપૂર વિક્કી એટલે કે રાજકુમાર રાવને તેનું નામ જણાવતા દર્શાવવામાં આવી રહી છે પરંતુ તેનો ખુલાસો મેકર્સે ઓડિયન્સ સામે કર્યો નથી. જો કે એ વાતનો ખુલાસો જરૂર થઈ ગયો છે કે 'સ્ત્રી 2'માં ઘૂંઘટ પાછળ છૂપાયેલી સ્ત્રી કોણ છે.   

પહેલાની 'સ્ત્રી' અલગ હતી

3/6
image

એ વાત કદાચ તમે જાણતા હશો કે અગાઉની 'સ્ત્રી' ફિલ્મમાં ગંદી બાત અભિનેત્રી ફ્લોરા સૈનીએ ઘૂંઘટવાળી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. જ્યારે આ વખતે 'સ્ત્રી-2'માં ઘૂંઘટ પાછળનો ચહેરો બદલાઈ ગયો છે. 

ગુજ્જુ અભિનેત્રી

4/6
image

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ત્રી 2ના ક્લોઝીંગ ક્રેડિટમાં એ વાતનો ખુલાસો કરાયો છેકે ફિલ્મમાં અભિનેત્રી ભૂમિ રાજગોરે નવી સ્ત્રીનું પાત્ર ભજવ્યું છે. તમને ખબર છે કે ભૂમિ રાજગોર એક ગુજરાતી અભિનેત્રી છે. 

બોલીવુડ ફિલ્મો

5/6
image

ભૂમિ અનેક બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. ગત વર્ષે તે કાર્તિક આર્યનની સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કિયારા અડવાણીની બહેનનો રોલ ભજવ્યો હતો. 

ભૂમિએ આપી હતી હિંટ

6/6
image

સત્યપ્રેમ કી કથા સમયે ભૂમિએ હિંટ આપી હતી કે તે જલદી બોલીવુડની એક મોટી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. હવે લાગે છે કે ભૂમિ તે સમયે સ્ત્રી 2 ફિલ્મ વિશે જ વાત કરી રહી હશે. અત્રે જણાવવાનું કે ભૂમિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ત્રી ફિલ્મ સંબંધિત અનેક પોસ્ટ પણ કરી છે.