30 વર્ષ બાદ ગ્રહોના રાજાએ શનિ સાથે બનાવ્યો દુર્લભ યોગ, 3 રાશિવાળાને મળશે ઝળહળતી સિદ્ધિ! અપાર ધનલાભના યોગ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને સૂર્ય દેવે સમસપ્તક યોગ બનાવ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ રાજયોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવજીવન સાથે જ દેશ અને દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્ય હાલ સિંહ રાશિમાં છે. આ સાથે જ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે. સૂર્ય કુંભ રાશિમાં બેઠેલા શનિથી 180 ડિગ્રી દૂર છે. આવામાં આ બંને વચ્ચે સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું હાલ ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોની કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો કઈ છે તે લકી રાશિઓ.   

મેષ રાશિ

2/5
image

મેષ રાશિવાળા માટે સમસપ્તક યોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી આવકના નવા સ્ત્રોત ઊભા થશે. આ સાથે જ વેપારીઓને સારો એવો લાભ થઈ શકે છે. કોઈ મોટી વેપારી ડીલ થઈ શકે છે. નોકરીયાત જાતકોને ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે અને બીજી જગ્યાએથી નોકરીનો સારો પ્રસ્તાવ મળી શકે છે. આ સમય દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે.   

મિથુન રાશિ

3/5
image

સમસપ્તક યોગ બનવાથી મિથુન રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ ધનનું સેવિંગ કરવામાં પણ સફળ રહેશો. દેશ વિદેશની મુસાફરી પણ કરી શકો એવા યોગ છે. જો તમને નવો બિઝનેસ શરૂ ક રવાની યોજના ઘડી રહ્યા હોવ તો આ સમય દરમિયાન તમને ફાયદો થશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે અને પરિવારનો પણ ડગલેને પગલે સાથ મળશે. આ સમય દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.   

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિવાળા માટે સમસપ્તક યોગ ફળદાયી રહી શકે છે. આ દરમિયાન તમને લોકપ્રિયતા મળશે. આ સાથે જ સમાજમાં માન સન્માન મળશે. પરિણીત લોકોનું જીવન શાનદાર રહેશે. સમાજમાં અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો અને વાહન તથા પ્રોપર્ટી સુખ મળવાની શક્યતા છે. અપરિણીત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ છે. નોકરીયાતોને કાર્યસ્થળે કોઈ નવી જવાબદારી મળી શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.