સુરતમાં ભૂતનો અડ્ડો ગણાય છે આ એપાર્ટમેન્ટ, ડુમસ કરતા પણ ડરામણી છે આ જગ્યા
Haunted Place In Surat : પૃથ્વી એકવીસમી સદીમાં પહોંચી ગઈ છે. પરંતું આજે પણ વિશ્વમાં અંધશ્રદ્ધા, ભૂતપ્રેત જીવંત છે. ગુજરાતમાં પણ આવા અનેક સ્થળો આવેલા છે, જ્યાં ભૂતોનો વાસ હોવાનું કહેવાય છે. ત્યારે સુરતમાં તો ડુમસ બીચ પર આજે પણ સાંજ પછી લોકો જતા ડરે છે. ત્યારે સુરતમાં બીજુ પણ એક સ્થળ એવું છે. જ્યા ભૂતોનો વાસ હોવાનું કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થળ સુરતના પોશ વિસ્તારમાં આવેલું છે.
આખેઆખું એપાર્ટમેન્ટ ભૂતિયા
સુરતમાં એક આખેઆખું એપાર્ટમેન્ટ ભૂતિયા હોવાનું કહેવાય છે. સુરતના પોશ વિસ્તાર પાર્લે પોઈન્ટમાં પથિક એપાર્ટમેન્ટ આવેલું છે. આ પથિક એપાર્ટમેન્ટ હોન્ટેડ સ્થળ હોવાનુ કહેવાય છે. આ ઈમારત 20 થી 25 વર્ષથી વેરાન પડી છે. ત્યાં આસપાસથી પણ પસાર થતા લોકો ડરે છે.
આ બિલ્ડીંગમાં જવા પણ કોઈ તૈયાર થતુ નથી
સ્થાનિકોનું કહેવું છે કે, આ બિલ્ડીંગમાં જવા પણ કોઈ તૈયાર થતુ નથી. અનેક લોકોને અહીં ભૂતપ્રેતનો અનુભવ થયો હોવાથી આ ઈમારત કે જગ્યા ખરીદવાની કોઈ હિંમત કરતું નથી.
શું શુ વાતો વહેતી થઈ
અનેક વિચિત્ર ઘટનાઓ બનવાને કારણે આ બિલ્ડીંગમાં કોઈ જવા તૈયાર નથી. જેથી શહેરના પોર્શ વિસ્તારમાં હોવા છતાં પણ આ બિલ્ડીંગને ક્યારેય કોઈએ ખરીદ્યું નથી આજે પણ આ બિલ્ડીંગ વેરાન છે. લોકમાન્યતા છે કે, અહીં એકવાર એક સુરક્ષા ગાર્ડનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. ત્યારથી આ એપાર્ટમેન્ટને બંધ રાખવામાં આવે છે.
બાલ્કનીમાં બેસેલી જોવા મળી હતી એક મહિલા
આ ઘટના બાદ બિલ્ડીંગના ઉપરના ભાગના રૂમમાં અચાનક લાઈટ ચાલુ બંધ થવાની ઘટના બનવાની તો કોઈક વાર બાળક અને મહિલાના અજીબ અવાજ આવતા હોવાનું પણ લોકોનું કહેવું છે. આ બધી ઘટનાઓને સત્તાવાર રીતે કોઈ પુરવાર કરી શક્યું નથી. પરંતુ આજે પણ કેટલાક લોકો આ બિલ્ડીંગને ભૂતિયા બિલ્ડીંગ માને છે. થોડા વર્ષો અગાઉ તે ઈમારતમાં કાળા કપડામાં મહિલા જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઉપરના ભાગે બાલ્કનીમાં એક મહિલા બેઠી હતી.
આ બિલ્ડીંગને કાળી બિલ્ડીંગ તરીકે ઓળખે
આજે પણ લોકો આ બિલ્ડીંગને કાળી બિલ્ડીંગ તરીકે ઓળખે છે. આજે પણ લોકો રાત્રીના સમય પર ત્યાં જતા ડરે છે. સાંજ પડતાંની સાથે જ ઇમારતની નજીક ચીસો અને બૂમો પાડવાના અવાજો સાંભળવા મળે છે. બૂમો પાડવાનો અવાજ દૂરથી પણ સંભળાય છે. આ ભૂતિયા બિલ્ડીંગની નીચે આજે પણ લોકોની દુકાનો આવેલી છે.
Trending Photos