સાવધાન! WiFi વાપરવાથી ચોરી થઈ શકે છે તમારા સ્માર્ટફોનનો ડેટા...આવી રીતે ડેટાને રાખો સુરક્ષિત

Is Public WiFi Safe Smartphone Tricks: આજના સમયમાં ઈન્ટરનેટ વગર કોઈને પણ ચાલે તેમ નથી. આપણે સામાન્ય રીતે એવા જ રિચાર્જ પ્લાન પસંદ કરીએ છીએ, જેમાં અઢળક ડેટા હોય. પરંતુ સારી સ્પીડ અને પૈસા બચાવવા માટે આપણે જ્યાં ત્યાં વાઈફાઈનો ઉપયોગ કરવા લાગીએ છીએ. ઈન્ટરનેટ આપણા ઘણા કામોને હળવા તો કરે જ છે, તો સામે ઈન્ટરનેટ જ સાયબર ચોરીનું કારણ બને છે. આજના સમયમાં વાઈફાઈની મદદથી હેકર્સ તમારા સ્માર્ટફોનનો ડેટા ચોરી શકે છે. આવો જાણીએ હેકર્સ કઈ રીતે આપણો ડેટા ચોરી કરે છે અને તેનાથી કઈ રીતે બચી શકાય. 

 

 

 

1/5
image

WiFi છે ખતરનાક: ઘણી જગ્યાઓ પર પબ્લિક વાઈફાઈ ઈન્સ્ટોલ કરાયેલું હોય છે. જે આપણે કોઈપણ પાસવર્ડ વગર તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે તમને જણાવી દઈએ કે પબ્લિક વાઈફાઈ હેકર્સ માટે ચોરી કરવા માટેનો સૌથી સરળ રસ્તો છે. 

2/5
image

હેકર્સનો 'મેન ઈન ધ મિડલ' અટેક: હેકર્સ બે રીતે સાયબર અટેક કરે છે. પહેલી રીત મેન ઈન ધ મિડલ અટેક છે. જેમાં યૂઝર્સને છેતરવા માટે અને તેમનો ડેટા ચોરી કરવા માટે હેકર્સ એક ખતરનાક થર્ડ પાર્ટી ઈન્ટરસેપ્ટનો ઉપયોગ કરે છે. 

3/5
image

હેકર્સનો 'પેકેટ સ્નિફિંગ' અટેક: આ રીતના અટેકમાં હેકર્સ ખુબ સરળતાથી લોકોના ફોનમાં ઘુસી જાય છે. પેકેટ સ્નિફિંગ એટેકમાં હેકર્સ WiFi દ્વારા એક્સેસ કરાયેલી માહિતી મેળવે છે.

4/5
image

ચોરી થઈ જાય છે જરૂરી ડેટા: જો તમે વિચારી રહ્યા હોવ કે હેકર્સ આ રીતે તમારી પાસેથી શું ચોરી કરી શકે છે, તો અમે તમને જણાવી દઈએ કે આવા સાયબર હુમલાથી હેકર્સ તમારું સરનામું, તમારા ફોટા, વીડિયો અને તમારી બેંક વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતી ચોરી લે છે. 

5/5
image

બચવા માટે આ રસ્તો અપનાવો: જો તમે આ પ્રકારના હુમલાથી બચવા માગો છો તો તમારે VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ. તે જાહેર નેટવર્ક પર પણ ખાનગી નેટવર્ક સુવિધા પ્રદાન કરશે અને વપરાશકર્તાઓને સુરક્ષિત રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપશે.