એક જ શાળાના આ 3 વિદ્યાર્થીઓ, આજે મુખ્યમંત્રી બનીને સંભાળે છે આ મોટા રાજ્યોની સત્તા

કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ તેઓ આ પદ પર રહેનારા દૂન સ્કૂલના ત્રીજા વિદ્યાર્થી બની ગયા છે. તેમના સમકાલીન નવી પટનાયક(ઓડિશા) અને કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના સીએમ છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સ્થિત દૂન સ્કૂલને દેશની જ નહીં પરંતુ દુનિયાની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ગણવામાં આવે છે. પહેલીવાર એવું બન્યું છે કે અહીંથી ભણીને બહાર ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ એક સાથે મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન છે. 

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ તેઓ આ પદ પર રહેનારા દૂન સ્કૂલના ત્રીજા વિદ્યાર્થી બની ગયા છે. તેમના સમકાલીન નવી પટનાયક(ઓડિશા) અને કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના સીએમ છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સ્થિત દૂન સ્કૂલને દેશની જ નહીં પરંતુ દુનિયાની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ગણવામાં આવે છે. પહેલીવાર એવું બન્યું છે કે અહીંથી ભણીને બહાર ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ એક સાથે મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન છે. 

કમલનાથ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી

1/4
image

1964 બેચ સ્ટુડન્ટ કમલનાથે હાલમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે તે વખતે કોંગ્રેસના અન્ય નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ આ પદ માટે ચર્ચાતું હતું. ખાસ વાત તો એ હતી કે સિંધિયા પણ આ જ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ બાજુ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ જ શાળામાં પોતાનો પ્રાથમિક અભ્યાસ કરી ચૂક્યા છે. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેમને પાછા બોલાવી લેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેમણે ઘરેથી જ પોતાનો અભ્યાસ કર્યો. દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ 1989માં રાહુલે દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાં એડમિશન લીધુ હતું. 

દૂને આપ્યાં વડાપ્રધાન

2/4
image

દેશના ફેમસ દૂન સ્કૂલમાંથી જ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને કાકા સંજય ગાંધીએ પણ પ્રાથમિક શિક્ષણ લીધુ હતું. નોંધનીય છે કે આ શાળાએ મુખ્યમંત્રીઓ ઉપરાંત દેશને રાજીવ ગાંધી જેવા વડાપ્રધાન પણ આપ્યા છે. કોંગ્રેસના નેતા કમલનાથ અને સંજય ગાંધી આ શાળામાં એક સાથે જ અભ્યાસ કરતા હતાં. આ જ કારણ છે કે બાળપણથી કમલનાથ ગાંધી પરિવારની ખુબ નીકટ રહ્યાં છે. તેઓ મધ્ય પ્રદેશના છીંદવાડા સંસદીય મતવિસ્તારથી સતત નવ વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા છે. કોંગ્રેસમાં તેઓ ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર તરીકે ઓળખાય છે. 

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક

3/4
image

બીજુ જનતાદળના નેતા નવીન પટનાયક પણ કમલનાથથી એક વર્ષ સિનિયર રહી ચૂક્યા છે. દૂન સ્કૂલમાં નવીન પટનાયક 1963 બેચના વિદ્યાર્થી હતાં. 18 વર્ષથી તેઓ સીએમના પદે બિરાજમાન છે અને હવે રાજ્યમાં 14માં મુખ્યમંત્રી પણ બની ગયા છે. તેમના પિતા બીજૂ પટનાયક પણ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 

કેપ્ટન અમરિન્દર સિંહ

4/4
image

મહારાજા યાદવિંદર સિંહના પુત્ર કેપ્ટન અમરિન્દર સિંહ કે જેઓ હાલ પંજાબના મુખ્યમંત્રી છે તેઓએ પણ દહેરાદૂનની વેલ્હમ બોય્ઝ સ્કૂલ અને દૂન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અમરિન્દર સિંહ દૂન સ્કૂલની ટાટા હાઉસ હોસ્ટેલમાં રહેતા હતાં. જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐય્યર પણ રહી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યર સહિત આરપીએન સિંહ અને જતિન પ્રસાદ પણ દૂન એલ્યુમનાઈ રહી ચૂક્યા છે. આ નેતાઓ ઉપરાંત અનેક વરિષ્ઠ પત્રકારો, બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ , સિવિલ સર્વેન્ટ્સ, રાઈટર્સ સહિત વ્યવસાયિકો આ શાળાએ દેશ દુનિયાને આપ્યા છે.