close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કમલનાથ

નર્મદા ડેમને લઇને CM રૂપાણીએ મધ્ય પ્રદેશ સરદારને આપ્યો જવાબ, ‘ડેમ ભરવો અમારો અધિકાર છે’

ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે મધ્ય પ્રદેશી સરકારને જવાબ આપતા કહ્યું કે, સરદાર સરોવર ડેમ ભરવો અમારો અધિકાર છે. 

Sep 13, 2019, 04:02 PM IST

નર્મદા ડેમની સપાટી 138 મીટર ક્રોસ કરવાની તૈયારીમાં છે, ત્યાં મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. સુપ્રિમ કોર્ટ અરજી પર સુનવણી માટે તૈયાર છે. આ વખતે સરદાર સરોવરનું જળસ્તર પહેલીવાર 137.37 મીટર સુધી પહોંચી ગયું છે. ગુજરાત સરકાર ઈચ્છે છે કે, સરદાર સરોવર ડેમને 138 મીટર સુધી ભરવાનું તેનું છેલ્લુ સ્તર છે. અનેક સામાજિક સંગઠનો તેના વિરોધમાં છે. નર્મદા બચાવો આંદોલન તેમાં અગ્રણી છે, જેની આગેવાનીમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 

Sep 13, 2019, 03:41 PM IST

MP સરકારનો આરોપ, સરદાર સરોવર ડેમમાં પાણી ભરવાના મામલે ગુજરાતે તોડી શરત

સરદાર સરોવરને લઈને મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે તૂ તૂ-મેં મેં એટલી વધી ગઈ છે કે, મધ્ય પ્રદેશ સરકાર આકરો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરદાર સરોવરમાં ક્ષમતા કરતા વધુ પાણી ભરવાને કારણે મધ્ય પ્રદેશના અંદાજે 60થી વધુ ગામ સમગ્ર રીતે જળમય બન્યા છે. ડેમથી ગુજરાતે 30 દિવસમાં 136 મીટર ઊંચાઈ સુધી પાણી ભરી લેવાથી મધ્ય પ્રદેશના અંદાજે 26 હજાર પરિવાર ડૂબાણની સંકટનો સામનો કરવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ સરકારે પહેલા એસીએસ અને એનવીડીએના વાઈસ ચેરમેન એમ.ગોપાલ રેડ્ડીને એનસીએ ચેરમેન તથા કેન્દ્રીય જળ સંશાધન સચિવ યુપી સિંહને પત્ર લખ્યો. બાદમાં સીએમ કમલનાથે ગુજરાત સરકારને પત્ર લખ્યો, પણ પરિણામ શૂન્ય રહ્યું. 

Sep 9, 2019, 04:01 PM IST

મોદી સરકારના 100 દિવસ પૂરા: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ શુભેચ્છા પાઠવીને કહ્યું- કેન્દ્ર સરકારે સારું કામ કર્યું

કમલનાથ સરકારના મંત્રી સજ્જન સિંહ વર્માએ મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર પાંચ વર્ષ પૂરાં કરે પછી ભલે તે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની. 

Sep 9, 2019, 07:52 AM IST

દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવા મુદ્દે જુથવાદની અટકળો પર હજી વિરામ નથી લાગ્યો કે હવે રાજ્ય સરકાર મુદ્દે પાર્ટીની સામે નવુ સંકટ પેદા થઇ ચુક્યું છે. મધ્યપ્રદેશના એક મંત્રીનો દાવો છે કે કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહ કમલનાથ સરકારને પાટાથી ઉતરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વન મંત્રી ઉમંગ સિંધારે આ બાબતે પાર્ટીનાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો છે.

Sep 2, 2019, 05:59 PM IST

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપા નેતા બાબુલાલ ગૌરનું આજે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. ગત કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના પરિસ્થિતિ બહુ જ નાજુક હતી અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

Aug 21, 2019, 09:18 AM IST

354 કરોડના બેંક કૌભાંડ મામલે CM કમલનાથના ભાણેજ રતુલ પુરીની ધરપકડ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણિયા અને મોઝરબેયરના પૂર્વ કાર્યકારી ડાઈરેક્ટર રતુલ પુરીની 300 કરોડથી વધુના બેંક કૌભાંડના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ ધરપકડ કરી છે.

Aug 20, 2019, 09:46 AM IST

મધ્યપ્રદેશમાં ઊંધી ચાલઃ કમલનાથ તોડી લાવ્યા ભાજપના સરોવરમાંથી બે 'કમળ'

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર દ્વારા રજૂ કરવામાં એક બિલ પર મત વિભાજન દરમિયાન ભાજપના બે ધારાસભ્યોએ સરકારનો સાથે આપ્યો અને સાથે જ કોંગ્રેસમાં જોડાવાના પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે. ભાજપ આ બિલના વિરોધમાં હતી અને આ બે ધારાસભ્ય સિવાય તેના તમામ ધારાસભ્યો બિલ પર મતદાન સમયે ગૃહમાં હાજર ન હતા. 
 

Jul 24, 2019, 09:29 PM IST

કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશઃ શિવરાજ બોલ્યા, રાજ્યમાં સરકારના પતનનું કારણ અમે નહીં બનીએ

કર્ણાટકમાં છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવી ગયા પછી હવે મધ્યપ્રદેશની સરકાર અંગે અટકળો તેજ બની છે 
 

Jul 23, 2019, 11:05 PM IST

મધ્ય પ્રદેશ: માયાવતીના એક ધારાસભ્યએ કોંગ્રેસના ‘ચાણક્ય’ના નાકમાં કર્યો દમ

વર્તમાન સમયમાં મધ્ય પ્રદેશના રાજકારણમાં જો કોંગ્રેસના ચાણક્યની વાત કરવામાં આવે તો એક માત્ર જ નામ સામે આવે છે, તે છે મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath). આ નેતાએ પાર્ટીના યુવા અને અનુભવી નેતાઓને એક મંચ પર લાવી 15 વર્ષ જુની ભાજપ સરકારને હટાવી છે.

Jul 22, 2019, 12:02 PM IST

આક્રમક થઈને બોલ્યા રૂપાણી, ‘MPના CM-મંત્રીને ચેતવણી આપું છું, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે’

પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગયા છે. મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકારે સ્પષ્ટ કહી દીધું કે, પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ, તે નથી મળી રહી. જેના કારણે મધ્યપ્રદેશે ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની ચીમકી આપી છે. ત્યારે પાણીને લઈને બંને રાજ્યો સામસામે આવી ગયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, સારા વાતાવરણને બગાડવાનું કામ મધ્યપ્રદેશ ન કરે તેવી વિનંતી કરું છું. પાણી સાથે કોંગ્રેસ રાજકારણ રમવાનું કામ કરે છે. મધ્યપ્રદેશના મંત્રી અને મુખ્યમંત્રીને ચેતવણી આપું છું કે, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે, જેમાં જનતા નું હિત નથી હોતું.

Jul 20, 2019, 02:24 PM IST

PM મોદીની આયુષ્માન બદલે કમલનાથ લાવશે મહા આયુષ્માન, આ ફાયદો થશે

મધ્યપ્રદેશ સરકાર હવે આયુષ્માન યોજનાની આગળ મહા આયુષ્માન યોજના લાવવાનું આયોજન કરી રહી છે

Jul 1, 2019, 09:36 PM IST

મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બદલવામાં આવી શકે છે, CM કમલનાથે આપ્યા સંકેત

કમલનાથે કહ્યું કે, મે પ્રદેશના મુખ્યમંત્રીી બન્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદપરથી રાજીનામું આપતા પાર્ટી હાઇકમાન્ડને કહ્યું હતું કે, સંગઠનનો હોદ્દો કોઇ અન્ય નેતાને સોંપવામાં આવે

Jun 29, 2019, 11:34 PM IST

રાહુલ ગાંધીની હૈયાવરાળ બાદ કોંગ્રેસી નેતાઓ ભોંઠા પડ્યા, કમલનાથે સ્વિકારી હારની જવાબદારી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા દુખ વ્યક્ત કરાયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે લોકસભા ચૂંટણીમાં પરાજયની જવાબદારી સ્વિકારી હતી

Jun 27, 2019, 08:27 PM IST

મધ્યપ્રદેશ: ભાજપનાં ધારાસભ્યો સાંસદ બન્યા, તેમાં કોંગ્રેસને ફાયદો થયો !

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનાં એક ઉમેદવારની જીતના કારણ રાજ્યમાં કોંગ્રેસ સરકાર મજબુત બની ચુકી છે

May 28, 2019, 05:33 PM IST

રાહુલ ગાંધીની રાજીનામાની જીદ્દ, કોઇ બિનગાંધી નેતાને જ અધ્યક્ષ બનાવવા માંગ

કોંગ્રેસ સુત્રોના અનુસાર રાહુલ સાથે સોમવારે પાર્ટીના સીનિયર નેતા કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલ સાથે મુલાકાત યોજી હતી

May 27, 2019, 10:28 PM IST
Rahul Gandhi Angry at Leaders Of CWC PT2M46S

રાહુલ ગાંધી પક્ષના દિગ્ગજ નેતાઓ પર કેમ થયા નારાજ?

પક્ષના દિગ્ગજ નેતાઓ પર રાહુલ ગાંધી નારાજ જોવા મળ્યા.કમલનાથ અને અશોક ગહેલોત પર પાર્ટી પહેલા પોતાના પુત્રોના હિતને ધ્યાને રાખ્યાનો આરોપ લગાવ્યા.કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

May 26, 2019, 12:20 PM IST

‘અમે તોડ-ફોડની રાજનીતિના પક્ષમાં નથી, તેઓ જાતે તોડવા માગે છે સરકાર’: શિવરાજ સિંહ

એક્ઝિટ પોલના પરિણામ બાદ મધ્ય પ્રદેશમાં સતત ફ્લોર ટેસ્ટની માગ ઉઠી રહી છે. નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખી વિધાનસભા સત્ર બોલાવવા અને ફ્લોર ટેસ્ટ પર વિચાર કરવાની વાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી કમલનાથે તેમની ચેલેન્જનો સ્વીકારતા મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ કરવાની વાત કરી હતી.

May 22, 2019, 03:10 PM IST

CM કમલનાથના ભત્રીજાની કંપની પર દરોડા, 1350 કરોડથી વધારે ટેક્સ ચોરી પકડાઇ

ઇનકમ ટેક્સ વિભાગે હિન્દુસ્તાન પાવર પ્રોજેક્ટ પર દરોડા અને તપાસ દરમિયાન 1350 કરોડ રૂપિયાથી વધારે ટેક્સ ચોરી પકડી છે. આ કંપની મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજાની છે.

Apr 23, 2019, 09:37 AM IST

પુત્ર નકુલનાથ માટે CM કમલનાથે કહ્યું- 'જો કામ ન કરે તો તેના કપડાં ફાડી નાખજો'

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના પુત્ર નકુલના પક્ષમાં અહીં ચૂંટણી પ્રચાર કરતા કહ્યું કે જો તેમનો પુત્ર કામ ન કરે તો લોકો તેમના કપડાં ફાડી નાખે.

Apr 21, 2019, 03:49 PM IST