કોઇપણ ભોગે 31 માર્ચ સુધી પતાવી દેજો આ જરૂરી કામ, ચૂકી ગયા તો ભોગવવું પડશે ભારે નુકસાન
નાણાકીય વર્ષ 2021-22 પુરૂ થવાને 2 દિવસ બાકી છે. આ 2 દિવસોમાં તમારે ઘણા જરૂરી કામ પતાવવાના છે. જો તમે આ કામોને 31 માર્ચ પહેલાં પુરા કરતાં નથી તો તમારે ભારે નુકસાન વેઠવું પડી શકે છે. તેમાં બેકિંગ સેક્ટરથી માંડીને રોકાણ સુધીના કામ છે. આવો તમને જણાવીએ તે કયા જરૂરી કામ છે જેને તમારે આજે અને કાલ સુધીમાં કોઇપણ ભોગે પતાવવા જરૂરી છે.
સરકાર આપશે 7 લાખ રૂપિયાનો ફાયદો
જો તમે પણ નોકરીયાત છો તો તમારી પાસે 7 લાખ રૂપિયાનો બંપર ફાયદો મેળવવાની તક છે. EPFO તરફથી નોકરીયાત લોકોને ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. તેના અંતગર્ત હવે EPFO તમને પુરા 7 લાખ રૂપિયાનો ફાયદો આપી રહી છે. જો તમે ઇપીએફઓ સબ્સક્રાઇબર્સ છો તો તમે તમારા ખાતામાં 31 માર્ચ પહેલાં નોમિનીના જરૂર એડ કરી લો.
લેટ અને રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરો
ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ પણ 31 માર્ચ છે. તમને જણાવી દઇએ કે મોડા અથવા સુધારો દાખલ દાખલ કરવાની છેલ્લી તારીખ છે. એટલે કે ત્યારબાદ તમારી પાસે આઇટીઆર દાખલ કરવાની તક રહેશે નહી. કોઇ નાણાકીય વર્ષ માટે રિટર્ન ભરવાની મૂળ સીમા ખતમ થયા બાદ બિલેટેડ રિટર્ન ફાઇલ કરવામાં આવે છે. જો કોઇએ આમ કર્યું નથી તો તેને તેના માટે 10 હજાર રૂપિયાની પેનલ્ટી આપવી પડે છે.
સ્ટોક્સ અને ઇક્વિટી ફંડ્સમાંથી પ્રોફિટ
જો તમને પણ લોન્ગ ટર્મ કેપિટલ ગેન થયો છે, તો રૂ. 1 લાખ સુધીના નફા પર ટેક્સ છૂટનો લાભ લેવાની આ છેલ્લી તક છે. 31 માર્ચ પહેલા તમારે નફો એવી રીતે બુક કરવો જોઈએ કે તમને ટેક્સ છૂટનો લાભ મળી શકે. જોકે સ્ટોક્સ અને ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સ પર રૂ. 1 લાખથી વધુના લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ પર હવે ટેક્સ લાગે છે.
પીએમ હાઉસિંગના મહત્વના નિયમો
પીએમ આવાસ યોજના (PMAY) હેઠળ સરકાર લોકોને સસ્તા ભાવે સુવિધા પૂરી પાડે છે. તેમાં પ્રથમ વખત ઘર ખરીદનારાઓને, સરકાર મહત્તમ રૂ. 2.67 લાખ સુધીની હોમ લોનના વ્યાજ પર સબસિડી આપે છે. તેમાં વિવિધ આવક જૂથોને અલગ-અલગ સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 31 માર્ચ સુધી મળશે.
પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મહત્વના સમાચાર
પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમે પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજના જેમ કે ટાઈમ ડિપોઝીટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અથવા મંથલી સ્કીમ સ્કીમ ચલાવો છો, તો ચોક્કસપણે આ ખાતાઓને 31 માર્ચ સુધીમાં બેંકના સેવિંગ એકાઉન્ટ અથવા પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ સાથે લિંક કરાવી લો. જોકે 1 એપ્રિલથી આ યોજનાઓના પૈસા બચત ખાતામાં જ ઉપલબ્ધ થશે. તમે પોસ્ટ ઓફિસમાં જઈને વ્યાજના પૈસા રોકડમાં લઈ શકશો નહીં.
ડીમેટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર
જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો, તો જાણી લો કે ડીમેટ અને બેંક ખાતાધારકો માટે 31 માર્ચ, 2022 સુધીમાં KYC અપડેટ કરવું ફરજિયાત છે. બેંક તમને KYC હેઠળ PAN કાર્ડ, સરનામું જેમ કે આધાર, પાસપોર્ટ વગેરે અપડેટ કરવાનું કહે છે. જો તમારું KYC અપડેટ ન થાય તો તમારું બેંક ખાતું બંધ થઈ શકે છે. આ પ્રકારે તમારું ડીમેટ એકાઉન્ટ પણ KYC વગર બંધ થઇ શકે છે.
PPF, SSY, NPS વાળા ધ્યાન આપો!
જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માંથી કોઈપણના ગ્રાહક છો, તો જાણો લો કે આ નાણાકીય વર્ષમાં ન્યૂનતમ બેલેન્સ રાખવું જરૂરી છે. જો PPF અને NPSમાં પૈસા જમા કરવામાં નહીં આવે, તો આ એકાઉન્ટ્સ નિષ્ક્રિય થઈ જશે અને તમારે તેને ફરીથી સક્રિય કરવા માટે દંડ ચૂકવવો પડશે.
ઇનકમ ટેક્સમાં છૂટ માટે રોકાણ
જો તમે આવકવેરા મુક્તિનો લાભ લેવા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે જાણવું જોઈએ કે તમારે 31મી માર્ચ સુધીમાં રોકાણ કરવાનું છે. જોકે કરમુક્તિનો લાભ માત્ર 80C અને 80D જેવી આવકવેરા કાયદાની કેટલીક કલમો હેઠળ કરવામાં આવેલા રોકાણ પર જ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે.
પેન-આધાર લિંક કરવું અનિવાર્ય
31 માર્ચ સુધી દરેક હાલતમાં પેન અને આધારને કરવી લો. ભારતમાં આધાર કાર્ડ અને પેન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતાં કોઇપણ મોટા બેકિંગ ટ્રાંજેક્શન માટે આધારનું પેન કાર્ડ સાથે લિંક હોવું પણ જરૂરી છે. જો તમે 31 માર્ચ પહેલાં તેને લિંક ન કર્યું તો તમારું આધાર નિષ્ક્રિય થઇ જશે અને પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું તો ભારે દંડ ભરવો પડી શકે છે.
Trending Photos