બોલીવુડની આ અભિનેત્રીઓ એક ફિલ્મ જેટલો ચાર્જ કરે છે ઈન્સ્ટા પોસ્ટ માટે, જાણો કોણ કરે છે કેટલી કમાણી

Highly Paid Bollywood Actresses: Instagram બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ માટે કમાણીનું મોટું સાધન છે. તેનો ઉપયોગ પોતાના ચાહકોને અપડેટ આપવા માટે નહીં પરંતુ કમાણી કરવા માટે પણ થાય છે. આ જ કારણ છે કે દરેક સેલિબ્રિટી ઇચ્છે છે કે વધુને વધુ લોકો તેમને ફોલો કરે. વધારે ફોલોવર્સ એટલે વધુ કમાણી. આજે તમને બોલીવુડની એ અભિનેત્રીઓ વિશે જણાવીએ જે કરોડો રૂપિયા કમાય છે.  

પ્રિયંકા ચોપરા જોનાસ

1/5
image

પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર 85 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે વિશ્વની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાંથી એક છે. પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડેડ પોસ્ટ શેર કરવા માટે લગભગ 3 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે.  

દીપિકા પાદુકોણ

2/5
image

દીપિકા પાદુકોણ પણ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 73 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.  આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાન્ડ પ્રમોશન માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.  

કરીના કપૂર ખાન

3/5
image

કરીના કપૂર ભલે બે બાળકોની માતા બની ગઈ હોય, પરંતુ તેને ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. તે કોઈપણ બ્રાન્ડની પોસ્ટ શેર કરવા માટે 1 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

આલિયા ભટ્ટ

4/5
image

આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડ પોસ્ટ કરવા માટે 85 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આલિયાને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 76 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.  

શ્રદ્ધા કપૂર

5/5
image

ઇન્સ્ટાગ્રામની બાબતમાં શ્રદ્ધા કપૂર બોલિવૂડની નંબર વન સેલિબ્રિટી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 79 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. શ્રદ્ધાની ફિલ્મો ભલે બોક્સ ઓફિસ પર સારી ચાલતી નથી પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તે બ્રાન્ડેડ પોસ્ટના માધ્યમથી સારી કમાણી કરે છે. તેના માટે તે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.