આ 5 બોલીવુડ અભિનેત્રીએ બોલીવુડમાં ડેબ્યૂ કરતા પહેલાં કરી લીધા હતાં લગ્ન, SEE PHOTOS

બોલીવુડમાં ઘણી અભિનેત્રીએ લગ્ન બાદ જ્યારે મોટા પડદા પર કમબેક કર્યું તો તે એટલી સફળતા ન મેળવી શકી, જેટલી લગ્ન પહેલાં મેળવી ચુકી હતી. પરંતુ બોલીવુડમાં ઘણી અભિનેત્રી એવી પણ છે જે લગ્ન બાદ મોટા પડદા પર આવી અને છવાય ગઈ. આ લિસ્ટમાં સની લિયોનીથી લઈને મલ્લિકા શેરાવત જેવી અભિનેત્રીઓના નામ સામેલ છે.... જુઓ લિસ્ટ...  

Jun 23, 2021, 05:42 PM IST
1/6

આ 5 છે લિસ્ટમાં

આ 5 છે લિસ્ટમાં

આવો જાણીએ બોલીવુડની એવી અભિનેત્રી વિશે જે લગ્ન કર્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં આવી અને લોકોનું દિલ જીતી લીધું. 

2/6

અદિતી રાવ હૈદરી

અદિતી રાવ હૈદરી

2008માં ફિલ્મ દિલ્હી-6 થી કરિયર શરૂ કરનારી અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ બોલીવુડમાં આવ્યાના બે વર્ષ પહેલા 2006માં સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા. પદ્માવત, બોસ, ભૂમિ, મર્ડર-3, રોકસ્ટાર, વઝીર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

3/6

ચિત્તાંગદા સિંહ

ચિત્તાંગદા સિંહ

2003માં ફિલ્મ હજારો ખ્વાહિશેં એસી સે બોલીવુડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પહેલાથી પરણિત હતી. તેણે 2001માં ફેસમ ગોલ્ફર જ્યોતિ સિંહ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2014માં બન્ને છૂટા થઈ ગયા હતા. ચિત્રાંગદા સિંહની ફિલ્મોને દર્શકોએ પસંદ કરી છે. તેણે અત્યાર સુધી બાજાર, બાબુમોશાય, બંદૂકબાજ, ઇંકાર, ગબ્બર ઇઝ બેક, સૂરમા, સાહેબ બીબી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

4/6

માહી ગિલ

માહી ગિલ

બોલીવુડની હોટ અભિનેત્રી માહી ગિલે પણ બોલીવુડમાં એન્ટ્રી કરતા લગ્ન કરી લીધા હતા, પરંતુ તેના ડિવોર્સ થઈ ચુક્યા છે. માહીએ કરિયરની શરૂઆત દેવ ડી સે કરી હતી. રિમ્પી કૌર ઉર્ફ માહી ગિલે સાહિબ બીબી અને ગેંગસ્ટર સિરીઝ, દબંગ, પાન સિંહ તોમર, દબંગ સિરીઝ, ગુલાલ અને આગે સે રાઇટ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. 

5/6

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

ફિલ્મ મર્ડરથી બોલીવુડમાં છવાયેલી મલ્લિકા શેરાવત પણ પહેલાથી પરણિત હતી, પરંતુ તેના લગ્નની વાત લોકોને ઘણા સમય બાદ ખબર પડી અને તેને એક બાળક પણ છે. પરંતુ મલ્લિકાએ બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ જીના માત્ર મારા માટે હતી પરંતુ તેને ઓળખ મર્ડર ફિલ્મથી મળી હતી. મલ્લિકાએ ચીન અને હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

6/6

સની લિયોની

સની લિયોની

પોર્ન ઇન્ડસ્ટ્રીઝથી બોલીવુડમાં આવનારી અભિનેત્રી સની લિયોનીએ 2011માં ડેનિયલ વેબરની સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બોલીવુડમાં આવી અને રાગિની એમએસએસ-2, રઈસ, એક પહેલી લીલા, હેટ સ્ટોરી-2, તેરા ઇંતજાર જેવી ફિલ્મોમાં કામ કર્યું.