આ સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર શેર કરી માતા-પિતા બનવાની ખુશી, જુઓ Pics...

બોલીવુડ સેલિબ્રિટી કપલ્સ પેરેન્ટ્સ બનાવાની જાહેરાતથી ઘણા ચર્ચાઓમાં રહે છે.

નવી દિલ્હી: બોલીવુડ સેલિબ્રિટી કપલ્સ પેરેન્ટ્સ બનાવાની જાહેરાતથી ઘણા ચર્ચાઓમાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડ કપલ્સે તેમના માતા પિતા બનવાની ખુશી જાહેર કરવા માટે દિલચસ્પ રીતો અપનાવી છે. સોશિયલ મીડિયા બોલીવુડ કપલ્સ માટે તેમની ખુશી વ્યક્ત કરવા માટે એક મંચ બની ગયો છે. તેમના ચાહકોની સાથે ખુશીના સમાચાર શેર કરવા માટે સુંદર તસવીરોનો ઉપયોગ કર્યો છે. જુઓ તસવીરો...

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

1/5
image

બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરમાં ટૂંક સમયમાં એક નવો મહેમાન આવવાનો છે. વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કાના પ્રેગ્નન્સીની જાણકારી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી. અનુષ્કા અને વિરાટે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી અને આ ખુશીના સમાચારને સૌની સાથે શરે કર્યા. જાન્યુઆરીમાં બંને તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે.

શાહિદ કપૂર- મીરા રાજપૂત

2/5
image

પોતાની બીજી પ્રેગ્નન્સી દરમિયાન મીરા રાજપૂત અને અભિનેતા શાહિદ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર મિશાની એક સુંદર તસવીરની સાથે આ સમાચાર શેર કર્યા. પોસ્ટમાં લખ્યું હતું મિશા ટૂંક સમયમાં 'બિગ સિસ્ટર' બનવાની છે.

સાનિયા મિર્ઝા-શોએબ મલિક

3/5
image

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ક્રિકેટ સ્ટાર શોએબ મલિકે તેમના માતા-પિતા બનવાની ઘોષણા કરતા સોશિયલ મીડિયા પર એક કબાટની સુંદર તસવીર શરે કરી અને તેને કેપ્શન આપ્યું, 'બેબી મિર્ઝા મલિક.'

નીલ નીતિન મુકેશ-રુક્મિણી સહાય

4/5
image

નીલ નીતિન મુકેશ અને પત્ની રુક્મિણી સહાયે તેના માતા-પિતા બનવાની ઘોષણા દિલચસ્પ રીતે કરી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા અમિનેતાએ એક તસવીર શેર કરી અને લખ્યું 'હવે અમે ત્રણ થઇશું'

પિયરલે માણે- શ્રીનિશ અરવિંદ

5/5
image

આ કપલે તેમની તસવીર શેર કરી ચાહકોને તેમની ખુશી વ્યક્ત કરી. બંને એક સાથે ખુબજ ખુશ જોવા મળી રહ્યાં હતા.