વિજેન્દર સિંહ જ નહીં...આ અગાઉ હરિયાણાના આ 5 દમદાર ખેલાડીઓ પણ થયા હતા 'ભગવામય'

બુધવારે હરિયાણામાં વધુ એક ખેલાડી દિલ્હીમાં ભાજપમાં જોડાઈ ગયા. આ ખેલાડી જો કે અગાઉ કોંગ્રેસ સાથે હતા પરંતુ હવે ભગવામય થયા છે. આજે અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીશું જેઓ ખેલમાં નામના મેળવ્યા બાદ ભાજપમાં ગયા. 

દીપક નિવાસ હુડ્ડા

1/5
image

ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન અને અર્જૂન એવોર્ડ વિજેતા દીપક નિવાસ હુડ્ડાએ ફેબ્રુઆરી 2024માં ભાજપ જોઈન કરી. દીપકે અનેક આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે. દીપકને વર્ષ 2016માં વર્લ્ડ ફિટેસ્ટ ખેલાડીનું સન્માન મળ્યું હતું. 2020માં અર્જૂન એવોર્ડ, 2022માં રાજસ્થાન ગૌરવ પુરસ્કાર, 2024માં ભારતીય એક્સીલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. દીપકના પત્ની સ્વીટી બૂરાએ પણ સાથે પાર્ટી જોઈન કરી હતી.   

સ્વીટી બૂરા

2/5
image

2023માં મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ વિજેતા અને ભીમ એવોર્ડી સ્વીટી બૂરાએ ફેબ્રુઆરી 2024માં પાર્ટી જોઈન કરી હતી. હિસારની સ્વીટી પાસે 14 આંતરરાષ્ટ્રીય મેડલ અને 24 રાષ્ટ્રીય મેડલ છે. 

બબિતા ફોગાટ

3/5
image

વર્લ્ડ રેસલિંગ અને 2014ના રાષ્ટ્રમંડલ ખેલોની ચેમ્પિયન બબીતા ફોગાટે વર્ષ 2019થી જ ભાજપ જોઈન કર્યું હતું. દાદરી રહીશ બબીતા ફોગાટ હરિયાણા પોલીસમાં ઉપનીરિક્ષક રહી ચૂકી છે. 2019માં ભાજપે તેમને દાદરી વિધાનસભા બેઠકથી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેઓ અપક્ષ ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા હતા. 

યોગેશ્વર દત્ત

4/5
image

2010 અને 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ પહેલવાન યોગેશ્વર દત્તે સપ્ટેમ્બર 2019માં ભાજપની સદસ્યતા લીધી હતી. યોગેશ્વર દત્ત હરિયાણાના સોનીપત જિલ્લાથી છે. 

સંદીપ સિંહ

5/5
image

ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહને 2019ની ચૂંટણીમાં ભાજપે કુરુક્ષેત્રની પિહોવા બેઠકથી વિધાનસભા ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તેઓ હરિયાણા સરકારે તેમને ખેલ મંત્રી પણ બનાવ્યા હતા.