બોલીવુડની આ સ્ટારનો બિકીની અવતાર થયો વાયરલ, સોશિયલ મીડિયામાં છવાઇ તસવીરો

કરિશ્મા શર્માને ઇન્સ્ટાગ્રામ પર લાખો યૂઝર ફોલો કરે છે. ત્યારે હાલમાં કરિશ્માના બિકીની અવતાર ઇન્ટરનેટ પર છવાયો છે.

નવી દિલ્હી: એક્ટ્રેસ કરિશ્મા શર્મા થોડા સમયથી તેની તસવીરોના કારણે સોશિયલ મીડિયામાં છવાયી છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર તે ઘણી એક્ટિવ જોવા મળી રહી છે અને તે તેની તસવીરોની સાથે સાથે વીડિયો પણ શેર કરી રહી છે. તેણે શેર કરતા જ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવવા લાગે છે. તેનો મનમોહક અંદાજ લોકોને ખુબ જ પસંદ આવે છે. એટલા માટે પણ તે સોશિયલ મીડિયામાં ઘણી પોપ્યુલર છે. કરિશ્મા શર્માને ઇન્સ્ટાગ્રામ પર લાખો યૂઝર ફોલો કરે છે. તે પોતે પણ સોશિયલ મીડિયા લવર છે જે તેની દરેક એક્ટિવિટીને ઇન્ટરનેટ પર શેર કરે છે. આ ક્રમમાં હાલના દિવસોમાં કરિશ્માના બિકીની અવતાર ઇન્ટરનેટ પર છવાયો છે. તો આવો, તમને બતાવીએ કરિશ્માની તે તસવીરો જે હાલમાં વાયરલ થઇ રહી છે.

નાના પરદાથી કરિયરની કરી શરુઆત

1/6
image

કરિશ્મા શર્માએ તેના કરિયરની શરૂઆત નાના પરદા પરથી કરી હતી. એકતા કપૂરની જાણીતી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’માંથી કરિશ્મા શર્માને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.

હવે જોવા મળી રહી છે મોટા પરદા પર

2/6
image

‘યે હૈ મોહબ્બતે’માં તેણે રૈનાની ભૂમિકાનો રોલ અદા કર્યો હતો. આ શો તો હજુ પણ ચાલી રહ્યો છે, પરંતુ તેણે આ શેને હવે ગુડબાય કહી દીધું છે. હવે ધીરે-ધીરે તે બોલીવુડની તરફ શિફ્ટ થઈ ગઇ છે.

આ ફિલ્મોમાં કર્યું કામ

3/6
image

કરિશ્મા ‘પ્યાર કા પંચનામા-2’, ‘હોટલ મિલન’ અને તાજેતરમાં આવેલી ઋતિક રોશનની ‘સુપર 30’માં પણ જોવા મળી હતી.

વધારે પસંદ કરે છે શેરી નાટકો

4/6
image

કરિશમા શર્માએ કહ્યું કે, તેને શેરી નાટક માટે શૂટિંગ કરવામાં ઘણી મજા આવે છે.

'સમર સિંહ ડેરી'માં જોવા મળશે

5/6
image

કરિશ્મા શર્મા ટૂંક સમયમાં જ શેરી નાટકની આ સિરીઝ 'સમર સિંહ ડેરી'માં જોવા મળશે. કરિશ્માએ 'પવિત્ર સંબંધ' અને 'યે હૈ મોહબ્બતેન' જેવી જાણીતી સિરિયલોમાં કામ કર્યું છે. આ શોમાં કરિશ્મા અને રણવિજય સિંહ જોવા મળશે.

‘સમર સિંહ ડેરી’ માટે ઘણી ઉત્સાહિત

6/6
image

કરિશ્માએ ન્યૂઝ એજન્સી આઇએએનએસને કહ્યું કે, સમર સિંહ ડેરીનો ભાગ બનાવા માટ હું ઘણી ઉત્સાહીત છું. આ એક શેરી નાટકની સીરીઝ છે. મને તેનું શૂટિંગ કરવામાં મજા આવે છે. શોની સ્ટોરી તમને બાંધીને રાથે છે. હું તમને વચન આપું છું, તેમાં તમને મારો એક અલગ અંદાજ જોવા મળશે. તેણે વધુમાં કહ્યું, હું મારા સાથિ કલાકાર રણવિજય સાથે કામ કરવાને લઇને ઘણી ઉત્સાહિત છું. અમે તમારા માટે એવો શો લાવવાના છીએ, જે તમને ઘણો જ પસંદ આવશે. (ફોટો સાભાર: તમામ તસવીરો કરિશ્મા શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)