શિયાળામાં અનેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવશે મૂળો, અનેક પોષક તત્વોનો છે ભંડાર
ઠંડીની સિઝનમાં શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા લોકો વિવિધ પ્રકારના શાકભાજી આરોગતા હોય છે. આમાં મૂળા ખાવાથી અનેક પ્રકારના ફાયદા મળે છે. મૂળા ન માત્ર સ્વાદમાં સારા હોય છે, પરંતુ આમાં રહેલા ગુણકારી તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિ, બ્લડ પ્રેશર અને રક્ત વાહિનીઓ માટે પણ ફાયદાકારક છે. મોટા ભાગના લોકો મૂળાને સલાડની રીતે ખાવાનું પસંદ કરે છે. આવો જાણીએ ઠંડીની સિઝનમાં રોજ મૂળા કેમ ખાવા જોઈએ.
બ્લડ પ્રેશર કંટ્રોલ-
મૂળા શરીરમાં પોટેશિયમ પહોંચાડે છે જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. ખાસ કરીને જો તમારે હાઈપર ટેન્શનની સમસ્યા હોય તો ડાયટમાં મૂળા જરૂર સામેલ કરવા જોઈએ. આયુર્વેદ મુજબ મૂળા લોહીમાં શીતળ પ્રભાવ નાખે છે.
દિલની બીમારીઓ-
મૂળા એન્થોસાયનિનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જેથી આપણ દિલ સારી રીતે કામ કરે છે. રોજ મૂળા ખાવાથી હૃદય રોગનો ખતરો ઓછો થાય છે. મૂળામાં ફોલિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ પણ સારી માત્રામાં મળે છે. મૂળા લોહીમાં ઓક્સિજનની આપૂર્તિને વધારે છે.
ફાઈબર-
મૂળામાં સારી માત્રામાં ફાઈબર મળે છે. જે લોકો દરરોજ સલાડના રૂપમાં મૂળા ખાય છે તેમના શરીરમાં ફાઈબરની કમી રહેતી નથી. ફાઈબરને કારણે પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. આ સિવાય મૂળા લિવર અને ગોલ બ્લેડરને પણ સુરક્ષિત રાખે છે.
સ્કિન-
જો તમારે ચમકતી ત્વચા જોઈએ છે તો દરરોજ મૂળાનું જ્યુસ પીવું જોઈએ. કારણ કે આમાં વિટામિન-C અને ફોસ્ફરસ મળે છે. આ સિવાય રફ સ્કિનથી પણ છુટકારો મળે છે. મૂળાના જ્યુસને વાળમાં નાખવાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મળે છે.
મેટાબોલિઝમ-
મૂળા ના માત્ર પાચન તંત્ર માટે સારા હોય છે. પરંતુ એસિડિટી, સ્થુળતા, ગેસની સમસ્યા અને ઉબકા જેવી સમસ્યાઓને પણ ઠીક કરવામાં મદદરૂપ થાય છે.
પોષક તત્વ-
લાલ મૂળા વિટામિન E, A, C, B6 અને Kથી ભરપુર હોય છે. આમાં એન્ટી ઓક્સીડન્ટ, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયરન સારી માત્રામાં મળે છે. આ તમામ પોષક તત્વો શરીર માટે બહુ ફાયદાકારક છે.
રક્ત વાહિનીઓમાં મજબુતી-
મૂળામાં સારી માત્રામાં કોલેજન મળે છે જે આપણી રક્ત વાહિનીઓને મજબુત બનાવે છે. આને કારણે એથેરોક્લેરોસિસ જેવી ગંભીર બીમારી થવાની સંભાવના ઘટી જાય છે.
Trending Photos