આજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશે

આ રાશિઓને રાજકીય માનપાન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવની કૃપા રહેશે. જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના પ્રભાવમાં ઘટાડો થઈ શકશે.

1/6
image

આજે ચંદ્રમા ગુરુ ગ્રહની રાશિ ધનુમાં સંચાર કરી રહ્યા છે. આ સાથે બ્રહ્મ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને મૂળ નક્ષત્રનો સુભ સંયોગ બની રહ્યો છે. જેનાથી દિવસનું મહત્વ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા શુભ યોગનો ફાયદો 5 રાશિવાળાને થઈ શકે છે. આ રાશિઓને રાજકીય માનપાન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવની કૃપા રહેશે. જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના પ્રભાવમાં ઘટાડો થઈ શકશે. જાણો તે  લકી રાશિઓ વિશે...

મેષ રાશિ

2/6
image

મેષ રાશિવાળા માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહેશે. કામનો બોજો ઓછો થશે અને જીવનમાં નવી ઉર્જા અને પ્રેરણા ળશે. જેનો ફાયદો  દરેક ક્ષેત્રમાં જોવા મળશે. નોકરી સંલગ્ન મામલાઓમાં તમારી સારી ઉન્નતિ થશે અને કાર્યક્ષેત્રમાં તમારા કામથી બોસની પ્રશંસા મળશે. વેપારીઓ મામે સારા નફા કમાવવાનો સમય છે અને વેપારને ઉચ્ચ સ્તરે લઈ જશો. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું થશે. જો ક્યાંક ધન ફસાયેલું હશે તો શનિદેવની કૃપાથી  પાછું આવવાની શક્યતા છે. 

ઉપાય- સાંજના સમયે શનિ મંદિરમાં થોડા કાળા તલ, લોટ અને સાકર ભેળવીને શનિદેવના ચરણોમાં રાખી દો. 

કર્ક રાશિ

3/6
image

કર્ક રાશિવાળા માટે અત્યંત શુભ સમય રહેશે. વાણીની કોમળતા પ્રતિષ્ઠામાં વધારો કરશે જેનાથી મિત્રવર્તુળ વધશે. આ સાથે કૌટુંબિક સ્થિતિઓ અનુકૂળ થશે જેમાં તમને સમયાંતરે  પિતાજીનું માર્ગદર્શન પણ મળતું રહેશે. આજનો દિવસ નાણાકીય સ્થિરતા મેળવવાની દિશામાં કામ કરવા માટે સારો રહેશે અને કોઈ જૂના કરજમાંથી પણ મુક્તિ મળશે. વેપારીઓ માટે દિવસ સારો રહેશે અને સ્પર્ધકોને કાંટાની  ટક્કર આપવામાં સક્ષમ રહેશો. નોકરીયાતો કોઈ મિત્રની મદદથી બીજી કંપનીમાં ઈન્ટરવ્યુ માટે જઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત થશે. 

ઉપાય- શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે એક વાટકીમાં સરસવનું તેલ લઈ તેમાં એક સિક્કો નાખી તેમાં તમારો ચહેરો જુઓ. ત્યારબાદ તે તેલ કોઈ માંગનારા કે પછી શનિદેવના મંદિરમાં વાટકી સાથે મૂકી દો. 

કન્યા રાશિ

4/6
image

કન્યા રાશિવાળા માટે દિવસ લાભદાયી રહેશે. શનિદેવની કૃપાથી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. અચાનક ધનલાભ થવાના સંકેત છે જેનાથી બેંક બેલેન્સ તગડું થશે. જો જમીન કે ફ્લેટ ખરીદવા માંગતા હોવ તો ભાગ્યનો સાથ મળશે તથા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે. આ રાશિના જાતકો જો નોકરીમાં ફેરફાર ઈચ્છતા હોય તો બીજી કંપનીમાંથી સારી ઓફર પણ મળી શકે છે. જેનાથી કરિયરમાં સંતોષ મળશે. વેપારમાં કોઈ મોટી વ્યક્તિના સહયોગથી સમસ્યાઓથી છૂટકારો મળશે. નવા પ્રોજેક્ટ માટે ઉત્તમ દિવસ રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. 

ઉપાય- માનસિક શાંતિ માટે શનિવારે લોટ, કાળા તલ અને સાકર ભેળવીને કિડીઓને ખવડાવો. આ સાથે જ સરસવના તેલની બનેલી ચીજો ગરીબોને કે જરૂરિયાતવાળાને ખવડાવો. તેમની સેવા કરો. 

ધનુ રાશિ

5/6
image

ધનુ રાશિવાળા માટે ફળદાયી સમય રહેશે. અનેક નવી ચીજો શીખવા માટે ઈચ્છાઓ થશે અને દાણ પુણ્ય કરશો. જે લોકો રોજગારીની દિશામાં પ્રયત્ન કરે છે તેમને સારી તકો મળશે. જો રોકાણ કરવા માંગતા હોવ તો દિવસ એકદમ શુભ રહેશે. વધારાની આવક કે પછી સફળ નાણાકીય લેવડદેવડની તકો પણ મળી શકે છે. સંતાનના વિવાહની જે ચિંતા તમને સતાવતી હતી તે દૂર થઈ શકે છે. માતા પિતાની સેવા કરશો અને પરિવાર સાથે બહાર ફરવાનું વિચારી શકો છો. 

ઉપાય- પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે શનિવારે શનિયંત્રની સ્થાપના કરો અને શનિ ચાલીસાનો પાઠ કરીને ગરીબ અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરો.   

કુંભ રાશિ

6/6
image

કુંભ રાશિવાળા માટે દિવસ ખુશનુમા રહેશે. ભાગ્યનો સાથ મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે. નોકરીયાતોને કાર્યક્ષેત્રે સકારાત્મક વિચારધારા નવી ઉર્જાનો સંચાર કરશે જેનાથી અધિકારી વર્ગથી પણ તમને પ્રશંસા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદગાર સાબિત થશો. મિત્રો સાથે મોજમસ્તી પણ કરી શકો છો. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. 

ઉપાય- બાધાઓમાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડમાં પાણી ચડાવો અને ચાર મુખવાળો દીવો પ્રગટાવો. આ સાથે જ શનિદેવ પર કાળા તલ અર્પણ કરો અને સવાર સાંજ 'ॐ शं शनैश्चराय नमः' મંત્રનો જાપ કરો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)