શું તમે 6600 કિલોમીટર લાંબી નદી જોઈ છે, જાણો દુનિયાની ટોપ-10 નદીઓ વિશે

નદીનો નામ આવે એટલે તમને ગંગા, યમુના અને સરસ્વતીનું નામ યાદ આવે.પરંતુ ના અહીં આ નદીઓની વાત નથી કરવાના.આજે આપણે જાણીશું વિશ્વની સૌથી લાંબી નદીઓ વિશે.જેના નામ અને તેની લંબાઈ વિશે તમે ક્યારે નહીં સાંભળ્યું.જે ન માત્ર એક જ દેશ પરંતુ અનેક દેશોને જોડે છે. ભારતમાં નદીઓને પવિત્ર માનવમાં આવે છે.તેની પૂજા કરાય છે.પરંતુ વિશ્વની સૌથી લાંબી નદીઓમાં ભારતની એક પણ નદી નથી.

આમ તો પ્રાચીન કાળથી જ નદીઓ અને માનવજાતનો ખાસ સંબંધ રહ્યો છે.કેમ કોઈ પણ સંસ્કૃતિ નદીના કાંઠે જ વસેલી જોવા મળે છે.નદી એ પવિત્રતાનું પ્રતિક છે.સાથે જીવન જરૂરિયા માટે ખુબ જ જરૂરી છે.કોઈ પણ દેશમાં પીવાના પાણી માટે મુખ્ય સ્ત્રોત નદીઓ જ હોય છે.સાથે ખેતી પણ નદીઓને આધારીત હોય છે.તો આવો જાણીએ કે આવી મહત્વપૂર્ણ અને વિશ્વની સૌથી લાંબી નદીઓ કઈ છે.અને તે ક્યાં આવેલી છે.
 

નાઇલ નદી , આફ્રિકા Nile River, Africa

1/10
image

નાઇલ નદીનું નામ તમે કદાચ પ્રથમ વખત સાંભળ્યું હશે.પરંતુ આ આફ્રિકાની નાઇલ નદી દુનિયાની સૌથી લાંબી નદી છે.આ આફ્રિકાના નોર્થ-ઈસ્ટ દેશોમાંથી વહે છે.જેની લંબાઈ 4 હજાર 132 માઈલ  એટલે કે 6 હજાર 650 કિલોમીટર છે.આ નદીનું ઉદગમ સ્થાન આફ્રિકાની સૌથી મોટી ઝીલ વિક્ટોરિયાથી થયું હતું.વિક્ટોરીયા ઝીલથી નીકળી તાંઝાનિયાથી એરિટ્રિયા થઈ 11 દેશોમાં વિસ્તરે છે.તો નીલ નદી ઇજિપ્ત અને સુદાન જેવા દેશો માટે પાણીનો મુખ્ય સ્રોત છે.

એમેઝોન નદી, દક્ષિણ અમેરિકા Amazon River, South America

2/10
image

દુનિયાની પ્રખ્યાત ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોનનું નામ આ નદી પરથી પડ્યું છે.અમેરિકાની એમેઝોન નદીં દુનિયાની સૌથી મોટી નદીઓમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે.સાઉથ અમેરીકામાં વહેતી એમેઝોન નદીની લંબાઈ 6 હજાર 400 કિલોમીટર છે.અને ચોમાસાની ઋતુમાં આ નદીની પહોંળાઈ 190 કિલોમીટર સુધી પહોંચી જાય છે.એમેઝોન નદી ઉત્તર પૂર્વીય બ્રાઝિલમાંથી શરૂ થાય છે.એક સમયે સૌથી પાણીનો જથ્થો વહેતો હોય તેમાં એમેઝોન એક માત્ર નદી છે.

યાંગત્ઝ નદી, એશિયા Yangtze River, Asia

3/10
image

એશિયાની સૌથી લાંબી અને દુનિયાની ત્રિજા નંબરની નદી છે યાંગત્ઝ નદી.યાંગત્ઝ નદીની લંબાઈ 6 હજાર 300 કિલોમીટરની છે.આ નદી ચીનના વુહાન શહેરમાં થઈને પસાર થાય છે.સાબરમતી નદી જેમ અમદાવાદને બે ભાગમાં વહેચે છે.તેવી જ રીતે યાંગત્ઝ નદી વુહાનને બે ભાગમાં વહેચે છે.ચિનમાં નદીને ચેન ઝિયાંગ નામે પણ ઓળખવામાં આવે છે.આ નદીં તિંબતના પઠારથી નીકળી પૂર્વ ચીનના સાગરમાં ભળે છે.આ નદીનું બીજુ નામ "દરિયાની બાળક" છે.

મિસિસિપી-મિસૌરી રિવર સિસ્ટમ , ઉત્તર અમેરિકા Mississippi-Missouri River System

4/10
image

આ રિવર સિસ્ટમ અમેરિકાની સૌથી મોટી અને વિશ્વની ચોથા નંબરની નદી છે.મિસિસિપી-મિસૌરી રિવર સિસ્ટમની લંબાઈ 6 હજાર 275 કિલોમીટર છે.મિસૌરી મિસિસિપી નદીની સહાયક છે.એટલે તેને મિસિસિપી-મિસૌરી નામે ઓળખવામાં આવે છે.જો કે આ નદીને મોટી બનાવવામાં ઝેફરસન રિવરનું મહત્વનું રોલ છે.

ઓબ-ઇરિટશ નદી, રૂસ-કઝાકિસ્તાન Ob-Irish River, Russia-Kazakhstan

5/10
image

આ નદી રૂસ અને કઝાકિસ્તાનમાંથી વહે છે.જેની લંબાઈ 5 હજાર 410 કિલોમીટરની છે.ઓબ-ઈરિટશ નદીનું ઉદગમ સ્થાન રૂસના બિયસ્ક શહેરથી 26 કિલોમીટર દક્ષિણ પશ્ચિમના બિયા નદી અને કુતુન નદીના સંગમને માનવામાં આવે છે.રૂસથી નીકળતી આ નદી કઝાકિસ્તાનમાં પણ વહે છે.જેને ત્રીજી સૌથી મહાન સાઈબેરિયાઈ નદી માનવામાં આવે છે.

યેનિસે-અંગારા-સેલેન્ગા નદી, રૂસ મંગોલિયા Yenise-Angara-Selenga River

6/10
image

આ મધ્ય રશિયાનું નદી છે અને એશિયામાં કેટલીક સૌથી લાંબી નદીઓમાંનું એક છે.આ ત્રણ નદીઓના સંગમથી બને છે.જેની લંબાઈ 5 હજાર 539 કિલોમીટરની છે.જે મુખ્યત્વ રૂસના અનેક ભાગોમાંથી વહે છે.પરંતુ તેનું ઉદગમ સ્થાન મંગોલિયાના મધ્યમાંથી નીકળી રૂસમાં પહોંચે છે.જેમાં મિસિસિપી-મિસૌરી નદી કરતાં 1.5 મીટર વધુ પાણીનો પ્રવાહ ધરાવે છે.

હુઆંગ હે (પીળી નદી), એશિયા Huang He, Yellow river

7/10
image

હુઆંગ હી નદી ચાઇનાની બીજી સૌથી લાંબી નદી છે.જેની લંબાઈ 5 હજાર 464 કિલોમીટરની છે.આ દુનિયાની સૌથી ઉંડી નદી ગણાય છે.જેનું ઉદગમ ચીનમાં માનસરોવર પાસે દુંગ નામક હિમવાહથી શરૂ થાય છે.જે ચીન, પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાંથી વહે છે.અને બંગાળની ખાડીમાં જઈને મળે છે.ચીનની સરકારે આ નદીને પ્રદૂષિત જાહેર કરી છે.જેથી તેનું પાણી લોકો પી નથી શકતા.

કોંગો નદી, આફ્રિકા Congo River, Africa

8/10
image

નીલ બાદ આપ્રિકાની સૌથી લાંબી નદી કોંગો નદી છે.આ નદીને જેયરના નામથી પણ ઓળખવામાં આવે છે.જેની લંબાઈ 4 હજાર 700 કિલોમીટરની છે.આ નદી 7 માઈલ પહોળાઈ સાથે સમુદ્રમાં મળે છે.સાથે આ નદીમાંથી મોટી માત્રામાં કીચડ સમુદ્રમાં જાય છે.

રીયો ડી લા પ્લાટા-પરાના, દક્ષિણ અમેરિકા Parana River

9/10
image

પરાનાનો અર્થ થાય છે સમુદ્ર જેવી વિશાળા.રીયો ડી લા પ્લાટા-પરાના નદી સાઉથ અમેરિકામાંથી વહે છે.એમેઝોન બાદ સાઉથ અમેરિકામાં સૌથી લાંબી નદીમાં પરાનાનું નામ આવે છે.જેની લંબાઈ 4 હજાર 880 કિલોમીટર છે.પરાના નદી બ્રાઝીલ, પૈરાગ્વે, અર્જેટીમાંથી પસાર થઈ અટલાંટિક મહાસાગરમાં મળે છે.  

અમૂર અર્ગુન નદી, રૂસ અને ચીન Amur-Argun River

10/10
image

આને મુખ્યત્વ અમૂર નામથી જ ઓળખવામાં આવે છે.જેની લંબાઈ 4,444 કલોમીટરની છે.આ નદી રૂસ અને ચીનની સીમા પર વહે છે.એટલે રૂસ અને ચીનની જમીનની લડાઈમાં અમૂર નદીની મુખ્ય ભૂમિકા ભજવે છે.આ નદીનું ઉદગમ સ્થાન પશ્ચિમ મંચૂરિયાના પહાડોમાં શિલ્કા અને અર્ગુન નદીના મિલાપથી 303 મીટર ઉંચાઈ પર હોવાનું માનવામાં આવે છે.ચીન અને રૂસ વચ્ચે આ નદી અને જમીન માટે 3 સીદ સુધી ઘર્ષણ ચાલ્યું હતું.