150 વર્ષ પહેલા જ્યાંથી શરૂઆત થઈ હતી ક્રિકેટની, જાણો શું છે ઈતિહાસ

આજે ક્રિકેટના ક્રેજ સાથે ટેક્નોલોજી પણ વધી ગઈ છે. ભવ્ય સ્ટેડિયમ અને મન ગમતા મેદાન, પીચ રીપોર્ટથી ક્રિકેટના ઈતિહાસ સુધી તમામ માટે અતિઆધુનિ સુવિધા છે. પરંતુ ક્રિકેટની શરૂઆત થઈ ત્યારે ના તો આટલો ક્રેજ હતો કે ના તો આટલી ટેક્નોલોજી

નરેશ ધારાણી/ અમદાવાદ: ક્રિકેટ ભલે ભારતની રાષ્ટ્રીય રમત નથી. પણ રાષ્ટ્રીય રમતથી પણ વધુ લોકપ્રિય છે. આજના યુગમાં ભાગ્ય જ એવો કોઈ વ્યક્તિ હશે જે ક્રિકેટ નહીં રમતો હોય કે ના જોતો હોય.પરંતુ ક્રિકટે પહેલાથી જ આટલું આધુનિક નહોતું.ક્રિકેટ જગતે અનેક સમસ્યાને સર કરી સફળતાની શિખરે પહોચ્યું છે. જેમાં સૌથી મહત્વનો ફાળો છે ગ્રાઉન્ડનો.કેમ જો ગ્રાઉન્ડ અને પીચ ન હોત તો આજે ક્રિકેટ આ લેવલ પર ન હોત.

1/11
image

ક્રિકેટના મક્કા તરીકે ઓળખાય છે લોર્ડ્સનું ગ્રાઉન્ડ. વર્ષ 1877 એટલે કે લગભગ 150 વર્ષ પહેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ઈંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્નમાં રમાયો હતો.પરંતુ સમયની સાથે ક્રિકેટમાં પણ વિકાસા છગ્ગા લાગતા રહ્યા.અને ધીરે ધીરે ક્રિકટનો ક્રેજ અને ગ્રાઉન્ડ વધતા ગયા.પરંતુ શું તમે એ જાઓ છો કો દુનિયામાં સૌથીજૂના ક્રિકેટ સ્ટેડિય ક્યાં છે.આજે તમને એક્રિકેટ સ્ટેડિયમ વિશે જણાવીશું જે સૌથી જૂના તો છે પણ ક્રિકેટનો પાયો માંડવામાં પણ મહત્વપૂર્ણ છે.

લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ (Lord’s Cricket Ground)

2/11
image

આતંરરાષ્ટ્રીય ક્રિકેટનું મક્કા તરીકે ઓળખૈાય છે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ.દુનિયાનું સોથી જુનું અને પ્રખ્યાત મેદાનોમાંથી એક છે.આ જ મેદાન પર 21 જુલાઈ 1884માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિય વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો.સંસ્થાપકના નામ પરથી સ્ટેડિયમનું નામ લોર્ડ્સ રાખવામાં આવ્યું હતું.જેના માલિક મેરીલેબોન ક્રકેટ કલબ છે.દુનિયાના સૌથી જુના સ્ટેડિયમ લોર્ડ્સમાં 30 હજાર દર્શન બેસી શકે તેવી વ્યવસ્થા છે.સાથે જ 1883 થી અત્યાર સુધીમાં 139 થી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ ચુક્યા છે.

ટ્રેંટ બ્રિજ, ઈંગ્લેન્ડ (Trent Bridge)

3/11
image

ઈંગ્લેન્ડના મુખ્ય મેદાનોમાંથી એક છે ટ્રેંટ બ્રિજ સ્ટેડિયમ.ટ્રેટ બ્રિજ સ્ટેડિયમમાં 1899માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.દુનિયામાં સૌથી જુના સ્ટેડિયમમાં ટ્રેંટ સ્ટેડિયમ બીજા નંબર પર આવે છે.ગૈરી સોબર્સ, ક્લાઈવ રાઈસ, રિચર્ડ હૈડલી જેવા ક્રિકેટરો માટે આ સ્ટેડિયમ આશિર્વાદરૂપ સાબિત થયું છે.આ એ જ મેદાન છે જેમાં ઓસ્ટ્રેલિયા વર્ષ 2015માં માત્ર 60 રન પર ઓલ આઉટ થઈ હતી.ટ્રેટ બ્રિજ સ્ટેડિયમમાં 17 હજાર 500 દર્શક બેસી શકે તેટલી બેઠક ક્ષમતા છે.

ધ ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ (The Oval Cricket Ground)

4/11
image

વર્ષ 1880માં ઓવલ ક્રિકટે સ્ટેડિયમમાં અંગ્રેજોની ધરતી પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ઓવલ દુનિયાનું સૌથી જૂના સ્ટેડિયમની યાદીમાં ત્રીજા નંબર પર આવે છે.જેની સ્થાપના વર્ષ 1845માં કરવામાં આવી હતી.જેનો આકાર અંડાકર છે.ઓવલના ગ્રાઉન્ડ પર જ પ્રથમ વખત ઈંગ્લેન્ડે ફુટબોલમાં સ્કોટલેન્ડની મેજબાની કરી હતી.લંડનના કેનિંગટનમાં આવેલ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 23 હજાર 500 દર્શક બેસી શકે તેવી વ્યવસ્થા છે.

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground)

5/11
image

હાઈસ્કોરિંગ મેચ માટે આ ગ્રાઉન્ડને બનવવામાં આવ્યું હતું.બેસ્ટમેનો માટે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પ્રથમ પસંદ હોય છે.આ ઓસ્ટ્રેલિયાનું સૌથી જુનો ગ્રાઉન્ડ છે.જેની વર્ષ 1848માં સ્થાપના કરવામાં આવી હતી.સિડનીમાં 44 હજાર દર્શકોની બેઠક ક્ષમતા છે.સિડના ગ્રાઉન્ડ પર પ્રથમ આતંરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ 1882માં રમાઈ હતી.જ્યારે 1979માં પ્રથમ વન-ડે મેચ રમાઈ હતી.

મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ (Melbourne Cricket Ground)

6/11
image

ક્રિકેટ પ્રેમીઓ માટે ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ સ્ટેડિયમની ઓળખ આપી જરૂરી નથી.મોટેરા સ્ટેડિયમ પહેલા સિડની દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ હતું.સિડની સ્ટેડિયમમાં 1 લાખ દર્શક બેસી શકે તેટલી ક્ષમતા છે.તો દિનાયાના સૌથી જુના સ્ટેડિયમની યાદીમાં પાંચમાં નંબર પર આવે છે.જેની સ્થાપના વર્ષ 1853માં થઈ હતી.જેમાં પ્રથમ આતંરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ 15 માર્ચ 1877માં રમાઈ હતી.

ઓલ્ડ ટ્રેફોર્ડ (Old Trafford)

7/11
image

ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડે અનેક બોલરોને સ્ટાર બનાવ્યા છે.ઓલ્ડ ટ્રેફોર્ડ ઈંગ્લેન્ડનો બીજો અને દુનિયાનો છઠ્ઠો સૌથી જુનો સ્ટેડિયમ છે.વર્ષ 1857માં ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમની સ્થાપના કરાઈ હતી.જ્યારે વર્ષ 184માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.તો પ્રથમ વન-ડે મેચ વર્ષ 1972માં રમાઈ હતી.

ઈડન ગાર્ડન (Eden Gardens)

8/11
image

ભારતનું ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ સ્ટેડિયમ છે.ઈડન ગાર્ડન ભારતનું સૌથી જુનુ સ્ટેડિયમ છે.જેમાં 66 હજાર દર્શક માટે બેઠક ક્ષમતા છે.અહીં વર્ષ 1934માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.અને વર્ષ 1987માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન-ડે મેચ રમાઈ હતી.

બેસિન રિઝર્વ (Basin Reserve)

9/11
image

બેસિન રિઝર્વ ન્યુઝીલેન્ડનું સૌથી જુનો ક્રિકેટ સ્ટેડિયમ છે.દુનિયાના સૌથી જુના સ્ટેડિયમની યાદીમાં બેસિન રિઝર્વ 8મા સ્થાને આવે છે.જેમાં 11 હજાર 600 દર્શક બેસી શકે તેટલી ક્ષમતા છે.વર્ષ 1868માં બેસિન રિઝર્વ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું,એહીં વ્રષ 1930માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.જો કે આ મેદાન સંગીત કાર્યક્રમ, રમત-ગમત આયોજન માટે વધુ વપરાય છે.પરંતુ બેસિન રિઝર્વ સ્ટેડિયમ ખાસ ટેસ્ટ મેચો માટે જાણીતું છે.

એડિલેડ ઓવલ (Adelaide Oval)

10/11
image

સિડન અને મેલબર્ન બાદ ઓસ્ટ્રેલિયાનું સૌથી જુનો ક્રિકેટ સ્ટેડિયમ એડિલેડ છે.જેમા 50 હજાર દર્શક મેચ નીહાળી શકે છે.દુનિયાના સૌથી જુના સ્ટેડિયમની યૈાદીમાં એડિલેડ 9માં સ્થાને આવે છે.જેને વર્ષ 1873માં બનાવવામાં આવ્યું હતું.વર્ષ 1884માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.જ્યારે પ્રથમ વન-ડે મેચ વર્ષ 1975માં રમાઈ હતી.

ગાલે ઈન્ટરનેશન ક્રિકેટ સ્ટેડિયમ (Galle International Stadium)

11/11
image

સૌથી સુંદર સ્થળમાંથી એક ગાલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ શ્રીલંકાનું સૌથી જુનો મેદાન છે.ગાલે સ્ટેડિયમને વર્ષ 1876માં બનાવવામાં આવ્યો હતો.અહીં વર્ષ 1998માં ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.આ જ વર્ષની 25 જુને અહીં પ્રથમ વન-ડે મેચ રમાઈ હતી.ગાલે સ્ટેડિયમ શ્રીલંકા માટે સૌથી સફળ સ્ટેડિયમ માનવામાં આવે છે.