10 હજારથી ઓછી કિંમતના Top 5 Best Smartphones, ફીચર્સ જોઈને થશે કે અત્યારે જ ખરીદી લઉં!

નવી દિલ્હીઃ જાણીતી બ્રાંન્ડના 10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતના સ્માર્ટ ફોન લોંચ થતાની સાથે લોકપ્રિય બની ગયા છે. જો તમે 10 હજારથી ઓછી કિંમતના સારા સ્માર્ટ ફોન લેવાનું વિચારી રહ્યા છો તો આ ફોન ખાસ તમારા માટે જ છે. આજે તમને એવા ટોપ-5 સ્માર્ટ ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ખુબ જ સારા છે. સારો કેમરો, બેટરી અને ગેમિંગ પરફોર્મન્સ પણ લાજવાબ છે. ટોપ-5ના લીસ્ટમાં Micromax IN 2b, Realme Narzo 30A, Moto E7 Plus, Realme C25 અને Realme C21Y સ્માર્ટ ફોનનો સમાવેશ થાય છે. આ  ફોન વિશે જાણીને તમે ખુદને ખરીદવાથી નહીં રોકી શકો.

Micromax IN 2b

1/5
image

IN 2b માઈક્રોમેક્સનું એક એન્ટ્રી-લેવલ ફોન છે. જેમાં HD+ રિઝોલ્યુશન સાથે 6.52 ઈંચની ડિસ્પ્લે લેન્સ છે. જેમાં એક યૂનિસોક T610 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. IN 2b 6GB સુધી રેમ સાથે આવે છે. સ્માર્ટફોનમાં પાછળના ભાગે 13 મેગાપિક્સેલના ડ્યુલ કેમેરા આવે છે. જેમા માઈક્રોમેક્સ ઈન-2બી સારી એન્ટ્રી-લેવલ પરફોર્મન્સ કેમેરા સેટઅપ પણ આપે છે. 

Realme Narzo 30A

2/5
image

Realme Narzo 30A એક બજેટ 4G સ્માર્ટ ફોન છે. જેમાં 6 હજાર એમએચની બેટરી આવે છે. આ બેટરી એકવાર ચાર્જ થયા બાદ લગભગ બે દિવસ સુધી ચાલે છે. Narzo 30Aમાં 6.5 ઈંચ 720p LCD આવે છે. જેની સાથે 269 PPI રિઝોલ્યુશન, 60Hz રિફ્રેશ રેટ  અને ચારે તરફ મોટા બેઝલ્સ લાગેલા છે. USB-સી પોર્ટ અને માઈક્રોફોનની સાથે નીચેની તરફ 3.5 એમ.એમ.નો હેડફોન જેક પણ આવે છે. Realme Narzo 30Aમાં પાછળની તરફ બે કેમેરા આવે છે. જેમાં એક 13-મેગાપિક્સેલનો પ્રાઈમરી સેન્સર અને એક બ્લેક એન્ડ વ્હાઈટ સેન્સર આવે છે. 

Moto E7 Plus

3/5
image

મોટોરોલાનો લેટેસ્ટ ફોન Moto E7 Plus એફોર્ડેબલ સેગમેન્ટમાં 9,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Moto E7માં 6.5 ઇંચની મોટી સ્ક્રીન છે. પાછળની પેનલ પર એક ચોરસ આકારનો કેમેરા આઈલેન્ડ છે જે બે કેમેરા સેન્સર અને એક LED લાઇટને હોસ્ટ કરે છે. પ્રાથમિક કેમેરો 48 મેગાપિક્સલનો છે. જ્યારે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. E7 Plus 4GB RAM સાથે Qualcomm Snapdragon 460 SoCથી ચાલે સુપરફાસ્ટ ચાલે છે.

Realme C25

4/5
image

Realme C25એ કંપનીનો નવો એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન છે. જે 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે વિશાળ 6000 mAh બેટરી સાથે આવે છે. Realme C25માં 6.5-ઇંચ HD+ ડિસ્પ્લે છે અને તે 4GB RAM સાથે MediaTek Helio G70 પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનની કિંમત 9,999 રૂપિયા છે.

Realme C21Y

5/5
image

Realme C21Yમાં 6.5-ઇંચની HD+ ડિસ્પ્લે છે. C21Y ઓક્ટા-કોર CPU સાથે Unisoc T610 SoCથી ચાલે છે. જેમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ મળે છે. Realme C21Y પાછળ 13 MP પ્રાથમિક કેમેરા, 2MP મેક્રો કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર સાથે ટ્રિપલ કેમેરા પેક કરે છે. સાથે 5MP સેલ્ફી કેમેરા પણ છે. ખાસ વાત એ છે કે  5,000 mAh રિવર્સ ચાર્જિંગ સાથેની બેટરી છે. Realme C21Yની કિંમત 9,999 રૂપિયા છે.