PHOTOS: અરબ ગેસ પાઇપલાઇન વિસ્ફોટથી આખા દેશની વિજળી ગુલ, દમિશ્ક સુધી સંભળાયો ધમાકો

જુઓ હુમલા બાદની કેટલીક તસવીરો...

સીરિયા: દમિશ્ક (Damascus) ની પાસે એક મોટી ગેસ પાઇપલાઇન ફાટ્યા બાદ સીરિયાઇ લોકોને દેશવ્યાપી બ્લેકઆઉટનો અનુભવ કર્યો, જેના પર સંયુક્ત રાજ્ય (US)એ ઇસ્લામિક સ્ટેટનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી, જોકે પેટ્રોલિયમ અને ખનીજ સંસાધન મંત્રી અલી ધનમએ કહ્યું કે આદ્રા અને ડેમિર વચ્ચે વિસ્ફોટ, 'આતંકવાદી હુમલાનું પરિણામ' હતું. જુઓ હુમલા બાદ કેટલીક તસવીરો....

બ્લેકઆઉટ

1/5
image

અરબ ગેસ પાઇપલાઇનમાં થયેલા વિસ્ફોટથી સીરિયામાં વિજળી ગુલ થઇ ગઇ, જેના કારણે દશ્મિકમાં સોમવારે લોકો જલદી ઉઠી ગયા. જોકે, અધિકારીઓએ કહ્યું કે વિજળી ઘણા ઘણા પ્રાંતો અને મધ્ય દમિશ્કના કેટલાક ભાગમાં આંશિક રૂપથી પાછી આવી ગઇ છે. 

આગની લપેટ

2/5
image

ઇખબરિયા ટીવી ચેનલે વિસ્ફોટની તસવીરોને પ્રસારિત કરી છે જેમાં વિસ્ફોટ બાદ આગની લપેટ ઉઠી રહી છે. અધિકારીઓના અનુસાર આ વિસ્ફોટ રાજધાની દમિશ્કના ઉત્તર પશ્વિમમાં સ્થિત સીરિયાઇ કસબા એડ ડુમાયર અને આદ્રા વચ્ચે થયો છે. 

અમેરિકાએ ISISને ગણાવ્યા જવાબદાર

3/5
image

સીરિયા પર અમેરિકા તરફથી જેમ્સ જેફરીએ કહ્યું કે વોશિંગ્ટન જોઇ રહ્યું હતું કે હુમલાને કોને અંજામ આપ્યો. તેમણે જણાવ્યું કે 'આ ચોક્કસપણે આઇએસઆઇએસની હરકત છે.'

દશ્મિક સુધી સંભળાયો બ્લાસ્ટનો અવાજ

4/5
image

સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સએ કહ્યું કે આદ્રા અને ડેમિર વચ્ચે વિસ્ફોટ એટલો વધુ હતો કે તેને દમિશ્કમાં સંભળાયો હતો. 

સરકારી સુવિધાઓને બનાવી ટાર્ગેટ

5/5
image

ઇજિપ્તથી જોર્ડન અને સીરિયામાં ફેલાયેલી પાઇપલાઇન પર હુમલો સીરિયાની રાજ્ય સુવિધાઓ પર નવીનત હુમલો છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં સરકારે મધ્ય પ્રાંત હોમ્સમાં ચાર અલગ-અલગ ઓઇલ અને ગેસ સુવિધાઓમાં રોકેટ ફાય કરવા માટે 'આતંકવાદીઓ' પર આરોપ લગાવ્યો હતો.