IPS Vrinda Shukla: જેના નામથી ભલભલા બાહુબલી પણ હચમચી જતા એવા તેજ IPS વૃંદા શુક્લા વિશે ખાસ જાણો

કોણ છે એ મહિલા આઈપીએસ વૃંદા શુક્લા? જે મુખ્તાર અંસારી પરિવાર માટે બની ગઈ એક ખરાબ સપના સમાન. બહુ નિકહત તો કદાચ જ તેમને  ભૂલી શકે. 

1/9
image

ઉત્તર પ્રદેશના એક મહિલા આઈપીએસ વૃંદા શુક્લા આજકાલ ચર્ચાના કેન્દ્રમાં છે. હકીકતમાં ગત દિવસોમાં એસપી વૃંદા શુક્લાએ ચિત્રકૂટ જેલમાં રેડ મારી અને ત્યારબાદ મુખ્તાર અંસારીની વહુ નિકહત અંસારીની ધરપકડ કરવામાં આવી. આ મામલે અત્યાર સુધીમાં જેલના તમામ ઓફિસરો, કર્મીઓ પર કાર્યવાહી  થઈ ચૂકી છે.   

જેલ અધીક્ષક

2/9
image

રેડ બાદ તપાસમાં જાણવા મળ્યું કે ગેરકાયદેસર ગતિવિધિઓમાં જેલ અધીક્ષક અશોકુમાર સાગર, જેલર સંતોષકુમાર અને વોર્ડર જગમોહન સિંહની મુખ્ય ભૂમિકા રહી છે. 

અબ્બાસ અંસારીની બદલાઈ ગઈ જેલ

3/9
image

રેડ બાદ અબ્બાસ અંસારીની જેલ બદલીને તેને કાસગંજ જેલમાં મોકલવામાં આવ્યો. જ્યારે નિહકતની ધરપકડ કરવામાં આવી. 

લંડનમાં અભ્યાસ

4/9
image

હરિયાણાથી પુના થઈને લંડનમાં અભ્યાસ આઈપીએસ વૃંદા શુક્લા મૂળ હરિયાણાના પંચકૂલાના રહીશ છે. તેમનો પ્રાથમિક અભ્યાસ અહીં થયો હતો. ત્યારબાદ તેમણે પુનાની મહિન્દ્રા યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ ઈન્ડિયાથી ગ્રેજ્યુએશન કર્યું. 

ઈકોનોમિક એન્ડ સોશિયલ સાયન્સ

5/9
image

ગ્રેજ્યુએશન બાદ વૃંદા શુક્લા લંડન ગયા જ્યાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ સોશિયલ સાયન્સમાં તેમણે અભ્યાસ  કર્યો. 

પ્રાઈવેટ નોકરી સાથે સિવિલ સર્વિસ

6/9
image

અભ્યાસ બાદ વૃંદા અમેરિકાની એક પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરવા લાગ્યા. આ દરમિયાન તેમણે સિવિલ સર્વિસીઝની તૈયારીઓ કરી અને બીજા પ્રયત્નમાં જ 2014માં તેઓ આઈપીએસ બની ગયા. તેમને નાગાલેન્ડ કેડર મળી અને ત્યારબાદ તેઓ યુપી આવી ગયા. 

પ્રેમની રસપ્રદ કહાની

7/9
image

રસપ્રદ વાત એ છે કે વૃંદા શુક્લાના પતિ અંકુર અગ્રવાલ પણ યુપી કેડરના આપીએસ છે. બંનેએ સાથે શાળાનો અભ્યાસ કર્યો હતો. અંબાલામાં બંને પાડોશી હતા. એટલું જ નહીં સિવિલ સર્વિસિઝની તૈયારી પણ તેમણે સાથે કરી અને વૃંદા 2014માં જ્યારે અંકુર 2016માં આઈપીએસ બન્યા. 

પતિના બોસ રહી ચૂક્યા છે

8/9
image

અંકુર અગ્રવાલ હાલ ચંદૌલી જિલ્લાના એસપી છે. રસપ્રદ વાત એ છે કે નોઈડા પોસ્ટિંગ દરમિયાન વૃંદા તેમના પતિ અંકુરના બોસ રહી ચૂક્યા છે. 

અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે યાદો

9/9
image

થોડા વર્ષો પહેલા વૃંદા શુક્લાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેઓ અને અભિનેત્રી પરિણીતી ચોપડા એક સાથે જોવા મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે એક શાળા પ્લેમાં બંને સાથે હતા.