Weekly Horoscope: 22 થી 28 એપ્રિલ સુધીનું સપ્તાહ કઈ માટે શુભ અને કઈ રાશિ માટે ભારે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope 22 to 28 April: 22 એપ્રિલથી શરુ થતા આ સપ્તાહમાં પ્રભાવશાળી ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. સપ્તાહની શરુઆતમાં મંગળ રાશિ પરિવર્તન કરશે અને સાથે જ આ સપ્તાહમાં મંગળવારે હનુમાન જયંતિનો પર્વ ઉજવાશે. ત્યારે મેષથી લઈ મીન સુધીની રાશિઓના જાતકો માટે આ સપ્તાહ કેટલું શુભ છે તે પણ જાણી લો.
મેષ:
મેષ: ગણેશજી કહે છે, આ સપ્તાહ કોઈ ધાર્મિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો જેથી તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે. તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. વ્યવસાયિક ગતિવિધિઓમાં પોઝિટિવ હલચલ બની રહેશે. ઘર-પરિવારની સુખ-શાંતિ જાળવી રાખવામાં જીવનસાથીની મુખ્ય ભૂમિકા રહેશે.
વૃષભ:
વૃષભ: ગણેશજી કહે છે, આ સપ્તાહ ભાગ્ય ઉન્નતિદાયક અવસર બનાવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી પરીક્ષાનું પરિણામ પક્ષમાં મળી શકે છે. વેપારમાં વિસ્તારને લગતી જે યોજનાઓ છેલ્લાં ઘણાં સમયથી બનાવી રહ્યા હતાં, તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે.પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલાં વિવાદનો ઉકેલ આવશે.
મિથુન:
મિથુન: ગણેશજી કહે છે, છેલ્લા થોડા સમયથી મનમાં ચાલી રહેલી કોઈ દુવિધાનો આ સપ્તાહમાં અંત આવશે. ધન પ્રાપ્તિની દિશામાં કરવામાં આવતા પ્લાનમાં સફળતા ચોક્કસ મળશે. કાર્યક્ષેત્રમાં શાંતિથી કામ પૂર્ણ થઈ જશે. માંસપેશીઓમાં દુખાવો રહેવાના કારણે કાર્યોમાં મુશ્કેલી રહેશે.
કર્ક:
કર્ક: ગણેશજી કહે છે, ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના બનશે તથા બધા સભ્યો ઉત્સાહ પૂર્ણ રહેશે. તમારા કોઈ નજીકના સંબંધી જ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. આ સપ્તાહ વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. પરિવારમાં બધા સભ્યોની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે. કામ સાથે-સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
સિંહ:
સિંહ: ગણેશજી કહે છે, નવી યોજનાઓ બનવો તથા નવા ઉપક્રમ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ સામે આવશે. વ્યક્તિગત કામ વધારે રહેવાના કારણે કાર્યક્ષેત્ર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. જીવનસાથીનો ઘર-પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે. બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.
કન્યા:
કન્યા: ગણેશજી કહે છે, ઘરમાં કોઈ ધાર્મિક યાત્રાને લગતી યોજના બનશે. વડીલ લોકોના અનુભવોને જરૂર અપનાવો. ખર્ચ વધારે રહેવાના કારણે તણાવ રહી શકે છે. આ સમયે કરિયર તથા કાર્યક્ષેત્રમાં વધારે સારું પ્રદર્શન કરવાની જરૂરિયાત છે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. શારીરિક રીતે થોડી નબળાઈ રહેશે.
તુલા:
તુલા: ગણેશજી કહે છે, રોકાણ કરવા માટે આ સપ્તાહ ખૂબ જ અનુકૂળ છે. બાળકોને તમારા માર્ગદર્શનમાં કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં અટવાયેલાં કાર્યો હવે ગતિ પકડશે. ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે. સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે. તમને મોટો ફાયદો થઈ શકે છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ સપ્તાહ તમારા ઉપર કામનો ભાર વધારે રહેશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. મેન્યુફેક્ચરિંગને લગતા વેપારમાં ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે. તણાવપૂર્ણ સ્થિતિથી તમે પોતાને દૂર રાખો.
ધન:
ધન: ગણેશજી કહે છે, સપ્તાહના મધ્ય પછી પરિસ્થિતિઓ તમારા માટે કોઈ સફળતા આપનારી રહેશે. આવકની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ તમારી દેખરેખમાં જ કરાવો. પતિ-પત્નીના એકબીજાના સંબંધ મધુર રહી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
મકર:
મકર: ગણેશજી કહે છે, કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાથી તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. વાહન ખરીદવાની યોજના બનશે. ઓફિસમાં વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે. જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો તમને પૂર્ણ સહયોગ મળશે. વ્યસન તથા નકારાત્મક પ્રવૃતિના લોકોથી દૂર રહો.
કુંભ:
કુંભ: ગણેશજી કહે છે, તમારા કોઈ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સપ્તાહ અનુકૂળ છે. એટલે પોતાના ઉદેશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કામકાજને લઈને થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા લાભદાયી રહેશે. પતિ-પત્ની વચ્ચે કોઈપણ પ્રકારના વિવાદની અસર પરિવારની વ્યવસ્થા ઉપર પણ પડી શકે છે.
મીન:
મીન: ગણેશજી કહે છે, કોઈ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. વિદ્યાર્થીઓને પોતાના કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળશે. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરશે. લગ્નજીવન સુખમય રહી શકે છે. કામ હોવા છતાંય થોડો સમય તમારા આરામ માટે પણ પસાર કરો.
Trending Photos