સાપ્તાહિક રાશિફળ 26 જુલાઈ થી 01 ઓગસ્ટ: આર્થિક વ્યયની સંભાવના, આ રાશિના જાતકોને મળશે શુભ ફળ
Weekly Horoscope 25 to 1 August 2021 (By Astro Friend Chirag - Son of Astrologer Bejan Daruwalla): આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો.
મેષ:
ગણેશજી કહે છે, પ્રેમ સંબંધ મજબૂત બનશે અને નિકટતા વધશે. કાર્યક્ષેત્રે ધીમે-ધીમે ઉન્નતિના સંયોગ બની રહ્યા છે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને સંતુલન જાળવીને આગળ વધશો તો સારા પરિણામ મળશે. કોઈ રમણીય સ્થળે યાત્રા કરવાનું મન થઈ શકે છે. અઠવાડિયાના અંતે સમય સુખદ થશે.
વૃષભ:
ગણેશજી કહે છે, પરિવારમાં સુખ-શાંતિ વધશે અને મહિલાઓ તરફથી ભરપૂર સપોર્ટ મળશે. સ્વાસ્થ્ય મામલે આ અઠવાડિયે સારા પરિણામ મળી શકે છે અને સ્ફૂર્તિ અનુભવશો. કાર્યક્ષેત્રે આપેલા વચનો આ અઠવાડિયે પૂરા નહીં થાય માટે બેકઅપ પ્લાન સાથે રાખવો. આર્થિક વ્યયની સંભાવના વધારે દેખાઈ રહી છે.
મિથુન:
ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં ખુશ રહેશો અને સાથી સાથે શાંત સમય વિતાવવાનું પસંદ કરશો. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. પરિવારના સાંનિધ્યમાં મન આનંદિત રહેશે. આર્થિક વ્યય આ અઠવાડિયે વધારે રહેશે અને કોઈ વડીલ વ્યક્તિ પાછળ ખર્ચ થઈ શકે છે.
કર્ક:
ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને કોઈ મહિલા આગળ વધીને આ મામલે તમારી મદદ કરી શકે છે. આર્થિક ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. આકસ્મિક ધન લાભનો પણ યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારા થતા દેખાઈ રહ્યા છે અને તંદુરસ્તી જાળવી રાખવા નવી હેલ્થ એક્ટિવિટી કરશો. યાત્રા દ્વારા સુખદ અનુભવ થશે.
સિંહ:
ગણેશજી કહે છે, પ્રેમ સંબંધ સુદૃઢ થશે અને સમય રોમાન્ટિક રહેશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ છે અને ધન વૃદ્ધિ થશે. આ મામલે કોઈ એવા વ્યક્તિની મદદ મળશે જેમણે ખૂબ મહેનત કરીને પદ પ્રાપ્ત કર્યું હોય. કાર્યક્ષેત્રે આ અઠવાડિયાના ઉત્તરાર્ધમાં અચાનક લાભ થઈ શકે છે.
કન્યા:
ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને પ્રોજેક્ટની સારી ઓફર મળી શકે છે. પરિવારમાં એક નવી શરૂઆતથી મન પ્રસન્ન રહેશે અને માનસિક શાંતિ પણ મળશે. પ્રેમ સંબંધમાં ખુશીઓનો સંચાર થશે અને સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્યમાં સુધારા આ સપ્તાહે દેખાઈ રહ્યા છે. અઠવાડિયાના અંતે મન પ્રસન્ન થશે.
તુલા:
ગણેશજી કહે છે, કોઈ નવો પ્રોજેક્ટ આ અઠવાડિયે પ્રગતિના માર્ગ ખોલશે. રચનાત્મક કાર્યો દ્વારા વિશેષ સફળતા મળી શકે છે. આર્થિક ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે અને તમારું ધ્યાન પરિવારના સ્વાસ્થ્ય તરફ વધુ રહેશે. આ અઠવાડિયે કરેલી યાત્રા સારું પરિણામ આપશે.
વૃશ્ચિક:
ગણેશજી કહે છે, આર્થિક મામલે સમય અનુકૂળ રહેશે અને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં સુખદ સુધારો આ અઠવાડિયે જોવા મળી રહ્યો છે. યાત્રા દ્વારા વિશેષ સફળતા મળશે. પારિવારિક મામલે કડક નિર્ણય લેવાની જરૂર છે તો જ સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. કાર્યક્ષેત્રે સ્થિતિ મજબૂત રહેશે.
ધન:
ગણેશજી કહે છે, આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું ખર્ચાળ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને મન પ્રસન્ન રહેશે. પરિવારમાં ખુશીઓ પ્રાપ્ત કરવા માટે કાર્યરત રહેવું જોઈએ. અઠવાડિયાના અંતે કોઈ સારા સમાચાર મળી શકે છે.
મકર:
ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે સ્થિતિ ઉત્તમ બનશે અને માન-સન્માન વધશે. આ અઠવાડિયે પ્રોજેક્ટમાં સારી સફળતા મેળવી શકો છો. આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને મન પ્રફુલ્લિત રહેશે. પરિવારમાં કોઈ યુવા વર્ગની મદદ મળી શકે છે અથવા તેમના સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.
કુંભ:
ગણેશજી કહે છે, પ્રેમ સંબંધમાં એક નવી શરૂઆત જીવનમાં સફળતા લઈને આવશે. જો બેદરકારી ના દાખવી તો જીવનમાં ઉન્નતિના શુભ સંયોગ બનળે, કાર્યક્ષેત્રે નેટવર્કિંગ દ્વારા ઘણો લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સારા સુધારા આ અઠવાડિયે દેખાઈ રહ્યા છે. અઠવાડિયાના અંતે મહેનત વધારશો તો જ શુભ ફળ મળશે.
મીન:
ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે પરંતુ ખૂબ મહેનત છતાં સામાન્ય સફળતા જ મળશે. આર્થિક મામલે આમ તો વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે પરંતુ દાન-પુણ્ય કરવા તરફ પણ વિચારજો. સ્વાસ્થ્ય આ અઠવાડિયે સુધરશે. પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.
Trending Photos