ગાડીની ચાવી નહી ફોન છે આ! આ 5 વિચિત્ર Mobiles એ મચાવી ધમાલ, કિંમત 2 હજાર કરતાં પણ ઓછી
નવી દિલ્હી: Weird Mobile Designs: આજના સમયમાં આપણા બધાના હાથમાં સ્માર્ટફોન્સ હોય છે. આમ તો તમામ બ્રાંડ્સ સ્માર્ટફોન્સ બનાવે છે પરંતુ તમામના ફોન્સની ડિઝાઇન ઘણી હદ સુધી એક જેવી હોય છે. આજે અમે તમને સૌથી વિચિત્ર મોબાઇલ ફોન્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેની ડિઝાઇન જોઇ તમે ચોંકી જશો. આવો જાણીએ કે અમે કઇ પ્રકારના ફોન્સની વાત કરી રહ્યા છી તેની કિંમત શું છે અને ક્યાંથી ખરીદી શકો છો...
ગાડીની ચાવી નહી ફોન છે આ!
સૌથી અમે Quick Shel Flip Mobile Phone ની વાત કરી રહ્યા છીએ જે દેખાવમાં ગાડીની ચાવી જેવો લાગે છે. 1.55 ઇંચના એલસીડી ડિસ્પ્લેવાળો આ ફોન રશિયા, અંગ્રેજી અને અરબી જેવી 22 ભાષૂને સપોર્ટ કરે છે અને બ્લૂટૂથ સપોર્ટ સાથે આવે છે. તમે તેને Amazon પરથી 1,525 રૂપિયામાં ખરીદી શકો છો.
હથેળીમાં ફિટ થઇ જા, એટલો નાનકડો મોબાઇલ
અમે Galaxy Star Mini ની વાત કરી રહ્યા છીએ જે 4G સેવાઓવાળો ડુઅલ સિમ મોબાઇલ છે. એકવાર ચાર્જ કરવા પર ત્રણથી ચાર દિવસ સુધી ચાલનાર આ મોબાઇલ એટલો નાનો છે આ તમારી હથેળીમાં ફિટ થઇ શકે છે. 500 કોન્ટેક્ટ્સ અને 100 એસએમએસ સુધી સ્ટોર કરનાર આ ફોન અમેઝોન પર 2,299 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે.
પેનના શેપમાં છે આ ફોન
અમે જે વાત કરી રહ્યા છીએ તે દેખાવમાં બિલકુલ એક પેનના માફક છે. Ikall K80 0.96-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે અને માઇક્રો એસડી કાર્ડની મદદથી તેમાં 8GB સુધીની સ્ટોરેજ પણ મળે છે. ફ્લેશલાઇટ અને રીયર કેમેરાવાળો આ ફોન અમેઝોન પર 1,699 રૂપિયામાં વેચાઇ રહ્યો છે.
આ છે 'ફિંગર ફોન'
Kechaoda K10 ફોનને તેની નાની સાઇઝના લીધે 'ફિંગર ફોન' કહેવામાં આવે છે. સિંગલ સિમના સપોર્ટવાળા આ ફોનમાં 0.66 ઇંચની ડિસ્પ્લે અને 300mAh ની બેટરી મળે છે. અમેઝોન પર તેની કિંમત 1,099 રૂપિયા છે.
'ટોય કર' જેવો દેખાય છે આ મોબાઇલ
75 ગ્રામનો આ ફોન Snexian Rock મોબાઇલ ફોન, ડુઅલ સિમ સપોર્ટ, એક કેમેરા અને એક એમપી3 પ્લેયરની સાથે આવે છે. ટોય કાર જેવી દેખાતી ફોન 1,395 રૂપિયામાં અમેઝોન પરથી ખરીદી શકાય છે.
Trending Photos