mobiles
અમદાવાદ પોલીસે ચોર્યા પાકીટ, મોબાઇલ અને બાળકો, લોકો રડતા રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પછી...
દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે વિવિધ ચોર ટોળકીઓ પણ સક્રિય થતી હોય છે. તેવામાં ચોરીની અને ઠગાઇની ઘટનાઓ ટાળવા માટે પોલીસ દ્વારા એક અલગ જ પ્રકારનો આઉટ ઓફ બોક્ષ ઉપાય અખતિયાર કરવામાં આવ્યો હતો. ભદ્ર વિસ્તારમાં પહેલાથી જ ભીડભાડ જોવા મળે છે. લોકો મોટા પ્રમાણમાં દિવાળીની ખરીદી કરવા માટે આવતા હોય છે. તેવામાં ટોળાનો ફાયદો ઉઠાવીને ઠગ લોકો પોતાનો હાથ સાફ કરતા હોય છે. પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં બેનર્સ લગાવાયા હોવા છતા લોકો બેખોફ થઇને ખરીદી કરવામાં મશગુલ થઇ જાય છે.
Oct 27, 2020, 08:05 PM ISTInfinix HOT10 ભારતમાં થયો લોન્ચ, 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદો ધાંસૂ સ્માર્ટફોન
પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ Infinix આ તહેવારની સીઝનમાં પોતાના હોટ સીરીઝના સૌથી દમદાર સ્માર્ટફોન હોટ 10ને લોન્ચ કરી દીધો છે. ગ્રાહકો માટે 16 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન આ માત્ર 9999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબધ થશે.
Oct 5, 2020, 05:33 PM ISTHDFC Bank તહેવારો માટે લાવી ધમાકેદાર ઓફર, ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મળશે ફાયદો
ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bank એ તહેવારને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને ‘Festive Treats’ 2.0’ ઓફર આપવાની તૈયાર કરી છે.
Sep 30, 2020, 11:24 PM ISTINFIBEAM AVENUEના શેરમાં બે દિવસમાં 80 ટકાનો કડાકો, 9300 કરોડનું ધોવાણ
શુક્રવારે આઇબીફેમ કંપનીના શેરોમાં 80 ટકાનો ઘટાડો નોધાયો છે. શેરમાં એટલી મોટી હદે કડાકો આવ્યો કે કંપનીના સ્ટોક એક્સચેન્જમાં કારણ આપવા આવુ પડ્યું હતું.