એક સાથે 5 ડિવાઇસ પર ચલાવી શકશો WhatsApp, જલદી લોન્ચ થશે દમદાર ફીચર

WhatsApp Multi-Device Feature: વોટ્સએપ (WhatsApp) ખુબ જલદી પોતાના કરોડો યૂઝર્સને ભેટ આપવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે કે કંપની આ સમયે મલ્ટી-ડિવાઇસ (WhatsApp Multi-Device) ફીચર પર કામ કરી રહી છે, જે લગભગ પૂરુ થઈ ગયું છે. આ ફીચર લોન્ચ થવાની સાથે 5 ડિવાઇસ પર એક જ નંબરથી વોટ્સએપ ચલાવી શકશે. 

સ્ક્રીનશોટથી થયો ખુલાસો

1/5
image

WABetaInfo એ પોતાના એક રિપોર્ટમાં સ્ક્રીનશોટ શેર કરતા આ જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે કે આ ફીચરને શરૂઆતી દિવસમાં માત્ર વોટ્સએપ વેબ (WhatsApp Web) માટે રજૂ કરવામાં આવશે. એટલે કે આ ફીચર સ્માર્ટફોનમાં કામ કરશે નહીં. 

4 એડિશનલ ડિવાઇસ પર ચલાવી શકશો વોટ્સએપ

2/5
image

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે વોટ્સેપ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ હેઠળ યૂઝર્સ ચાર એડિશનલ ડિવાઇસ પર વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો, જેથી યૂઝર્સ એક સાથે પાંચ ડિવાઇસ પર એક સાથે વોટ્સએપ ચલાવી શકે છે. 

શરૂઆતમાં આવી શકે છે થોડી મુશ્કેલી

3/5
image

સ્ક્રીનશોટમાં તે પણ જાણકારી આપવામાં આવી કે આ ફીચરને કારણે યૂઝર્સને શરૂઆતમાં પરર્ફોર્મંસ અને ક્વોલિટીને લઈને થોડી સમસ્યા આવી શકે છે. પરંતુ ધીમે-ધીમે આ મુશ્કેલી દૂર થઈ જશે. 

એપ અપડેટ કરવાની જરૂર નહીં

4/5
image

કંપનીનું કહેવું છે કે આ ફીચરના લોન્ચ થયા બાદ યૂઝર્સે તેનો ઉપયોગ કરવા માટે લેટેસ્ટ વર્ઝનને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે નહીં. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે લિંક કરેલી ડિવાઇસ, મેન ડિવાઇઝ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વગર કામ કરશે. 

યૂઝર્સ જોઈ રહ્યાં છે લોન્ચિંગની રાહ

5/5
image

વોટ્સએપે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે મલ્ટી-ડિવાઇસ ક્યારે ઉપલબ્ધ થશે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે નવા ફીચરને જલદી લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફીચર્સનો લોકો છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.