જાણો કોણ છે પદ્મશ્રી લેવા પહોંચેલા 125 વર્ષના વૃદ્ધ? જેમના સન્માનમાં ઝુકી ગયા પીએમ મોદી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા હતા. આ પુરસ્કારો હાસિલ કરનારમાં એક નામ ખુબ ખાસ રહ્યુ, જે હતુ સ્વામી શિવાનંદનું, જેમનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યુ છે. સ્વામી જ્યારે પદ્મશ્રી લેવા પહોંચ્યા તો તેમણે પીએમ મોદીને દંડવત પ્રણામ કર્યા, ત્યારબાદ પીએમ મોદીએ એજ રીતે યોગગુરૂને પ્રણામ કર્યા. આવો જાણીએ સાદુ જીવન પસાર કરનાર આ વ્યક્તિ કોણ છે. 
 

પીએમ મોદીને કર્યા દંડવત પ્રણામ

1/5
image

હકીકતમાં યોગના ક્ષેત્રમાં યોગદાન માટે સ્વામી શિવાનંદનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યુ છે. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વામીનું નામ પુરસ્કાર ગ્રહણ કરવા માટે જાહેર કરવામાં આવ્યુ તો તે સીધા પીએમ મોદી પાસે પહોંચી દંડવત પ્રણામ કરવા લાગ્યા. આ જોઈ પીએમ મોદી પોતાની ખુરશી પરથી ઉભા થઈ ગયા અને તેમણે પણ તે મુદ્દામાં સ્વામીના પ્રણામનો સ્વીકાર કર્યો હતો. 

હોલમાં તાળીઓનો ગળગળાટ

2/5
image

પીએમ મોદી અને સ્વામી શિવાનંદ વચ્ચે અનોખા અભિવાદનને જોઈને હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. બધા સ્વામીના આ અંદાજથી ચોકી ગયા હતા. આગળની લાઇનમાં પીએમ મોદીની આસપાસ બેઠેલા મંત્રી પણ ઉભા થઈને સ્વામીને પ્રણામ કરવા લાગ્યા હતા. 

રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યુ અભિવાદન

3/5
image

ત્યારબાદ 125 વર્ષના સ્વામી શિવાનંદે રાષ્ટ્રપતિની પાસે જઈને તેમને પણ દંડવત પ્રમાણ કર્યા. રાષ્ટ્રપતિએ તેમને નીચે નમીને ઉભા કર્યા અને વાત કરવા લાગ્યા. ત્યારબાદ સ્વામી શિવાનંદનું રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યુ. આ દરમિયાન હોલમાં હાજર ગણમાન્ય લોકો પોતાની સીટ પર ઉભા થઈે અભિવાદન કરવા લાગ્યા હતા. 

કોણ છે સ્વામી શિવાનંદ?

4/5
image

સ્વામી શિવાનંદનો જન્મ વર્ષ 1896માં થયો હતો. ત્યારબાદ તેઓ બંગાળથી કાશી પહોંચ્યા અને ત્યાં સેવાનું કામ શરૂ કર્યુ હતું. ગુરૂ ઓંકારાનંદ પાસેથી શિક્ષણ મેળવ્યા બાદ સ્વામી શિવાનંદ યોગ અને ધ્યાનમાં મહારત હાસિલ કરી. જણાવવામાં આવે છે કે જ્યારે સ્વામીની ઉંમર છ વર્ષ હતી ત્યારે એક મહિનાની અંદર તેમના માતા-પિતા અને બહેનનું નિધન થઈ ગયુ હતું. પરંતુ તેમણે મોહ ત્યાગ કરી પરિવારજનોના મૃતદેહને મુખાગ્નિ આપવાનો ઇનકાર કરી દીધો હતો. 

દુનિયાનું ભ્રમણ કરી ચુક્યા છે સ્વામી

5/5
image

પોતાના ગુરૂના નિર્દેશ પર સ્વામી શિવાનંદે લંડનથી શરૂ કરી સતત 34 વર્ષ સુધી દુનિયાનો પ્રવાસ કર્યો. તેઓ યુરોપ, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવા દેશોની યાત્રા કરી ચુક્યા છે. સ્વામી આજે પણ બાફેલુ ભોજન કરે છે અને સાદુ જીવન જીવે છે.