કનિકા કપૂર સાથે 15 માર્ચના રોજ લખનઉની પાર્ટીમાં કોણ-કોણ હતું હાજર- જુઓ INSIDE PHOTO

બોલીવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કોરોના વાયરસ (coronavirus)ની ચપેટમાં આવી ચૂકી છે. તે કોરોના વાયરસના રિપોર્ટમાં પોઝિટીવ જોવા મળ્યા છે. 15 માર્ચના રોજ કનિકા લંડનથી લખનઉ આવી હતી.

Mar 21, 2020, 03:10 PM IST

નવી દિલ્હી: બોલીવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કોરોના વાયરસ (coronavirus)ની ચપેટમાં આવી ચૂકી છે. તે કોરોના વાયરસના રિપોર્ટમાં પોઝિટીવ જોવા મળ્યા છે. 15 માર્ચના રોજ કનિકા લંડનથી લખનઉ આવી હતી. લખનઉના મહાનગરમાં હાજર ગેલેન્ટ એપાર્ટમેન્ટ તેમણે 100થી વધુ લોકોને પાર્ટી આપી હતી. તો બીજી તરફ આજે કોરોના ટેસ્ટમાં તે પોઝિટીવ જોવા મળે છે. કનિકા કપૂર લખનઉની તાજ હોટલમાં પણ ગઇ હતી. પાર્ટીમાં તમામ મોટા ઓફિસર અને ઘણા નેતા સામેલ હતા. સમગ્ર એપાર્ટમેન્ટમાં હડકંપ છે. દરેક વ્યક્તિ ડરેલું છે. નોકર ચાકર અને પાર્ટી કેટરના તમામ કર્મી પણ દહેશતમાં છે. જાણકારી અનુસાર, લખનઉમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ જતિન પ્રસાદ પરિવારની એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં કનિકા કપૂરે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) અને તેમના પુત્ર દુષ્યંત સિંહ (Dushyant Singh)પણ સામેલ થયા હતા. આવો જાણીએ કે આ પાર્ટીમાં કનિકા સાથે કોણ-કોણ હાજર હતા. આ પાર્ટીની તસવીર...

1/3

વસુંધરાએ કર્યું ટ્વિટ

વસુંધરાએ કર્યું ટ્વિટ

કનિકા કોરોના વાયરસથી સંક્રમિત મળી આવતાં વસુંધરા રાજેએ એક ટ્વિટ કર્યું જેમાં તેમણે સેલ્ફ આઇસોલેશનમાં જવાની વાત કહી છે. આ પાર્ટીમાં હાજર લોકોના ફોટા સામે આવ્યા બાદ ઘણા લોકોમાં ભય ફેલાઇ ગયો છે. 

2/3

આટલા લોકો હતા હાજર

આટલા લોકો હતા હાજર

Left to Right- 1.દુષ્યંત સિં, સાંસદ બીજેપી, 2. વસુંધરા સિંહ, યૂપીના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપ સિંહની પત્ની. 3. વિનાયક, દુષ્યંત સિંહનો પુત્ર, ધોરણ 10નો વિદ્યાર્થી છે. 4. નિહારિકા રાજે, દુષ્યંત સિંહની પત્ની, 5. વસુંધરા રાજે, પૂર્વ સીએમ, રાજસ્થાન, 6. કનિકા કપૂર, ગાયિકા, 7. આદિલ અહમદ, ઇંટીરિયર ડિઝાઇનર, વસુંધરા રાજેના એકદમ નજીક અને યૂપીના નેતા અકબર અહમદ ડંપીના ભત્રીજા, 8. નેહા પ્રસાદ, કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદની પત્ની, 9. અજ્ઞાત, 10 & 11- રામપુરના નવાબની બે પુત્રીઓ, 12/ અજ્ઞાત

3/3

આ રીતે કરી બેદરકારી

આ રીતે કરી બેદરકારી

15 માર્ચના રોજ કનિકા લંડનથી લખનઉ આવી હતી અને એરપોર્ટ પર એરપોર્ટ કર્મીઓની મિલીભગતથી વોશરૂમમાં સંતાઇને નિકળી ગઇ હતી. ત્યારબાદ તેણે જે પાર્ટી અટેંડ કરી તેની તસવીર અમે બતાવી રહ્યા છીએ.