આજકાલ કઇ વાતથી ખુશ છે Kriti Sanon? 2021ની જોઇ રહી છે રાહ

ફિલ્મ 'પાનીપત' (Panipat)માં ભજવેલા રોલ માટે કૃતિ સૈનન (Kriti Sanon)ની ખૂબ પ્રશંસા થઇ રહી છે. હાલ અભિનેત્રી ખૂબ ખુશ છે, જેની એક નહી, ઘણા કારણો છે. 

નવી દિલ્હી: ફિલ્મ 'પાનીપત' (Panipat)માં ભજવેલા રોલ માટે કૃતિ સૈનન (Kriti Sanon)ની ખૂબ પ્રશંસા થઇ રહી છે.તેનું પરિણામ છે કે અભિનેત્રીને ઘણી નવી ફિલ્મોની તક મળી રહી છે. ફક્ત તેમને 2021ની રાહ છે.

1/6

સફળતાના ઘણા કારણો

સફળતાના ઘણા કારણો

ચંદીગઢમાં આગામી ફિલ્મના શૂટિંગની વાત હોય અથવા લોકડાઉનમાં પરિવાર વચ્ચે સમય વિતાવવો, ઘણા કારણોથી કૃતિ સૈનન (Kriti Sanon)ખૂબ વ્યસ્ત રહી છે. આજે તે દેશની મનપસંદ અભિનેત્રીઓમાં ગણતરી થાય છે અને તેની આ સફળતાના ઘણા કારણો છે.

2/6

મળેલા 7 નવા પ્રોજેક્ટ

મળેલા 7 નવા પ્રોજેક્ટ

નજીકના સૂત્રો પાસેથી ખબર પડે છે કે કૃતિ અત્યારે ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચવામાં વ્યસ્ત છે. અત્યાર સુધી તેમને 7 પ્રોજેક્ટ્સની ઓફર મળી ચૂકી છે.

3/6

ડાયરેક્ટર્સની પહેલી પસંદ

ડાયરેક્ટર્સની પહેલી પસંદ

કૃતિ અત્યારે ચંદીગઢમાં પોતાની આગામી ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. તે 'બરેલી કી બરફી' (Bareilly Ki Barfi), 'લુકા છુપી' (Luka Chuppi),'હાઉસફુલ 4' (Housefull 4)જેવી ફિલ્મો આપ્યા પછી મનપસંદ અભિનેત્રીઓમાં સામેલ થઇ ગઇ છે. તેમને ઘણા રસપ્રદ પ્રોજેક્ટ મળ્યા છે. 2021માં તે લગભગ 5 નવા પ્રોજેક્ટમાં કામ શરૂ કરી શકે છે. 

4/6

મળ્યો મોટા સ્ટારનો સાથ

મળ્યો મોટા સ્ટારનો સાથ

કૃતિ સૈનન (Kriti Sanon)પોતાની આગામી ફિલ્મ 'મિમી' (Mimi)માં મહત્વપૂર્ણ રોલ ભજવતી જોવા મળશે. આ ફિલ્મની કહાની સરોગેસી પર આધારિત છે. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'બચ્ચન પાંડે' (Bachchan Pandey)માં પણ જોવા મળશે. 

5/6

સુશાંત સાથે હતી ખાસ મિત્રતા

સુશાંત સાથે હતી ખાસ મિત્રતા

સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સૈનન વચ્ચે ખાસ મિત્રતા હતી. દિવંગત એક્ટરના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રના અંતિમ સંસ્કારમાં ફક્ત કૃતિ સૈનન જ તેમની સાથે વાત કરવા પહોંચી હતી. 

6/6

સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય

સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય

બોલીવુડ અભિનેત્રી કૃતિ સૈનન પોતાની ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કૃતિ સૈનન પોતાના ઇંસ્ટાગ્રામ હેંડલ પર એક એકથી ચઢિયાતા ફોટોઝ શેર કર્યા છે.