આ 5 એક્ટર્સ સાથે સની દેઓલને છે 36નો આંકડો, એકનું તો સાચે દબાવી દીધું હતુ ગળું

5 Supertars Of bollywood: સની દેઓલ છેલ્લા 40 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. ટૂંક સમયમાં તેમની બહુ ચર્ચા ફિલ્મ ગદર ટુ રિલીઝ થવા જઈ રહી છે. દુનિયાભરમાં તેમના ચાહનારાઓની સંખ્યા લાખોમાં છે. પરંતુ સાથે જ બોલિવૂડના કેટલાક એવા કલાકારો છે જેમની સાથે સની દેઓલ ને 36 નો આંકડો છે. આ કલાકારો વચ્ચે એટલે દુશ્મની છે કે જો તે સામા મળે તો રસ્તો બદલી નાખે. તો ચાલો જાણીએ કે એવા કયા કયા કલાકારો છે જેની સાથે સની દેઓલને દુશ્મની છે.

અજય દેવગન

1/5
image

અજય દેવગન આમ તો શાંત પ્રકૃતિના માણસ છે પરંતુ સની દેઓલને તેની સાથે બનતું નથી. આ દુશ્મની વર્ષ 2002 માં આવેલી ફિલ્મ ભગતસિંહ થી શરૂ થઈ. અજય દેવગનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સની દેઓલ ની ફિલ્મ શહીદ સાથે ટકરાઈ. જોકે અજય ની ફિલ્મ સની ની ફિલ્મ પર ભારે પડી અને બંને વચ્ચે દુશ્મની શરૂ થઈ ગઈ. 

આમિર ખાન

2/5
image

આમિર ખાન અને સની દેઓલ વચ્ચે કોલ્ડવોર છેલ્લા 32 વર્ષથી ચાલી રહી છે. 1990 માં સની દેઓલ ની ફિલ્મ ઘાયલ આવી હતી અને સામે આમીર ખાનની ફિલ્મ દિલ આવી હતી. તે સમયે આમિરખાને સની દેઓલને રિક્વેસ્ટ કરી હતી કે તે ઘાયલની રિલીઝ ડેટ બદલે પરંતુ સનીએ આવું કર્યું નહીં અને બંને વચ્ચે દુશ્મની થઈ ગઈ. 

શાહરુખ ખાન

3/5
image

ડર ફિલ્મ આવી ત્યારે સની દેઓલ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં શાહરુખ ખાન નેગેટિવ રોલમાં હતો. પરંતુ ફિલ્મ રિલીઝ થઈ પછી ચારે તરફ શાહરૂખ ખાનના જ વખાણ થઈ રહ્યા હતા. ડર ફિલ્મની વાત આવે તો શાહરૂખ ખાન ના નામની જ ચર્ચા લોકો કરતા. આ વાતને લઈને સની દેઓલ શાહરૂખખાન થી પણ નારાજ છે.

અનિલ કપૂર

4/5
image

સની અને અનિલ કપૂર વચ્ચેની દુશ્મની જોશિલા ફિલ્મ થી શરૂ થઈ. વિડીયો રિપોર્ટ્સ અનુસાર ફિલ્મી રિલીઝ દરમિયાન ક્રેડિટમાં સની દેઓલ ની જગ્યાએ અનિલ કપૂર નું નામ આવ્યું હતું. આ વાતથી સની દેઓલ નારાજ થઈ ગયો. આ સિવાય ફિલ્મ રામ અવતાર દરમિયાન એક ફાઈટ સીનમાં સનીએ અનિલ કપૂરનું ગળું ગુસ્સાથી હકીકતમાં દબાવ્યું હતું જેના કારણે બંને વચ્ચે 36 નો આંકડો છે. 

અક્ષય કુમાર

5/5
image

અક્ષય કુમાર અને સની દેઓલ વચ્ચે લડાઈનું કારણ રવિના ટંડન બની હતી. જ્યારે રવિના ટંડન અને અક્ષય કુમારના બ્રેકઅપની વાત સામે આવી તો સની દેઓલ ની લડાઈ અક્ષય કુમાર સાથે થઈ ગઈ હતી. જોકે આ અંગે આજ સુધી અક્ષય કે સનીએ કોઈ જ ખુલાસો કર્યો નથી.