અમદાવાદીઓની પાર્કિંગ સમસ્યાનું ચપટીમાં સમાધાન, આ વિસ્તારમાં બનાવાયો 8 માળનો ભવ્ય પાર્કિંગ કોરિડોર
Ahmedabad Multilevel Parking Opening અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે અત્યાધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનું આજે જન્માષ્ટમીના પર્વ પર લોકાર્પણ કરાયું છે. રૂપિયા 60 કરોડના ખર્ચે 8 માળનું સેન્સર બેઝ પાર્કિંગ બિલ્ડીંગ અમદાવાદીઓના વપરાશ માટે ખુલ્લું મુકાયું છે. મેયર સહિતના હોદ્દેદારો અને amc અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અહીં વિદેશમાં હોય તેવી આલાગ્રાન્ડ સુવિધા ઉભી કરાઈ છે.
700 ટુ વહીલર અને 1000 થી વધુ કાર પાર્ક થઇ શકે એવી વ્યવસ્થા
અમદાવાદ સહિતના મહાનગરોમાં વાહન પાર્ક ક્યાં કરવું એ એક સમસ્યા છે. જેના માટે વાહન પાર્કિંગની જગ્યાનું નિર્માણ કરવું એ એક માત્ર ઉપાય છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર પણ પાર્કિંગ માટે મર્યાદિત જગ્યા હોવાથી કેટલાક મુલાકાતીઓને વાહન પાર્ક ક્યાં કરવું એની ચિંતા સતાવતી હતી. પરંતું હવે આ ચિંતાનું સમાધાન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મલ્ટિલેવલ પાકિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ મલ્ટિલેવલ પાર્કિંગનું લોકાર્પણ પણ કરી દેવાયું છે.
ટુ વહીલર માટે કલાકના 10 અને ફોર વહીલર માટે કલાકના 20 રૂ પાર્કિંગ ચાર્જ
રિવરફ્રન્ટની પશ્ચિમ દિશામાં, ઇવેન્ટ ગ્રાઉન્ડથી સીધું જ સ્માર્ટ મલ્ટિલેવલ પાકિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગ કોરિડોર દ્વારા ફૂટ-ઓવર બ્રિજ સાથે સીધું જોડાયેલ છે. જેથી ફૂટ-ઓવર બ્રિજની મુલાકાતે આવતા મુલાકાતીઓને આ પાર્કિંગથી સીધા ફ્લાવર પાર્ક અથવા રિવરફ્રન્ટ પ્રોમીનાડ સુધી જઈ શકશે.
પ્રાયોગિક ધોરણે અમલ કર્યા બાદ પાર્કિંગ ચાર્જ બદલાઈ પણ શકે
આ સ્માર્ટ મલ્ટિલેવલ પાર્કિંગ આપમેળે પાર્કિંગની ઉપલબ્ધતા પ્રદર્શિત કરશે અને રેમ્પના ઉપયોગ વિના તૈયાર કરાયેલી આ દેશની પ્રથમ સિસ્ટમ છે. 1000-કારની ક્ષમતાવાળા આ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ઇ-ઝોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પાર્કિંગ સ્લોટ કેટલા છે તે દર્શાવવા માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે.
પાર્કિંગના પ્રથમ માળથી અટલ બ્રિજ તરફ તૈયાર કરાયો ફૂટ ઓવર બ્રિજ
વાહન પાર્ક કરી ફૂટઓવર બ્રિજ થી સીધા સામે તરફ જઈ શકાશે
વાહનના પ્રવેશ સમયે ડિજિટલ ડિસ્પ્લે પર પાર્કિંગ અંગેની માહિતી મળી શકશે
ક્યાં માળે કેટલા વાહનોની ક્ષમતા બાકી તે જાણી શકાશે
દરેક સ્થળે cctv અને ફાયરસેફટી સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરાઈ
Trending Photos