આ છે દુનિયાની સૌથી લાંબી ફિલ્મ...ગિનિસ બુકમાં પણ નોંધાયેલું છે નામ; જોવામાં લાગશે 3 દિવસ અને 15 કલાક; શું તમે જોવા માંગો છો?
Worlds Longest Film In History: તમે તમારા જીવનમાં ઘણી લાંબી ફિલ્મો જોઈ હશે, વધુમાં વધુ 3 કલાક અથવા સવા 3 કલાક. હવે તમે કહેશો કે આનાથી વધુ લાંબી ફિલ્મ હોય જ નહીં. તો આજે અમે તમારી આ ગેરસમજને દૂર કરી દઈએ. ખરેખર આજે અમે તમને એવી ફિલ્મ બતાવવા જઈ રહ્યા છે, જેને જોવા માટે તમારી પાસે કમ સે કમ 87 કલાક હોવા જરૂરી છે. એટલે કે તમે આ ફિલ્મને 3 દિવસ અને 15 કલાક સુધી જોઈ શકો છો, જી હાં, ચાલો આ ફિલ્મ વિશે તમને વધુ વિસ્તારમાં જણાવીએ.
37 વર્ષ પહેલા થઈ હતી રિલીઝ
આજે અમે તમને એક ખાસ ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 37 વર્ષ પહેલા એટલે કે 1987માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નામ છે 'The Cure for Insomnia'. આ હોલિવૂડની અનોખી ફિલ્મ માનવામાં આવે છે, જેને ફિલ્મ ઈતિહાસની સૌથી લાંબી ફિલ્મ માનવામાં આવે છે, કારણ કે તેની લંબાઈ 87 કલાક છે. આટલી લાંબી ફિલ્મ જોવી એ એક અલગ જ અનુભવ છે. આટલું જ નહીં આ ફિલ્મની વાર્તાથી લઈને સીન સુધી બધું જ અનોખું છે. જો તમે લાંબી ફિલ્મોના શોખીન છો, તો તમે આ ફિલ્મ જોઈ શકો છો.
જોવામાં લાગશે 3 દિવસ અને 15 કલાકનો સમય
આ ફિલ્મ જોવામાં 3 દિવસ અને 15 કલાકનો સમય લાગે છે. આ ફિલ્મની વાર્તા અનિદ્રાની સમસ્યા સાથે જોડાયેલી છે. આટલી લાંબી ફિલ્મ જોવી એ એક અલગ જ અનુભવ હશે, જે તમે પહેલા ક્યારેય નહીં કર્યો હોય. આ ફિલ્મ દ્વારા ઊંઘની કમી અને તેને લગતા સંઘર્ષને સમજવાની તક મળે છે. આ ફિલ્મની કહાની તમને હંફાવી દે છે. આ ફિલ્મ એવા લોકો માટે છે જેઓ ઉંઘી શકતા નથી. આમાં એક પ્રયોગ બતાવવામાં આવ્યો છે, જેના દ્વારા તેમની જૈવિક ઘડિયાળને ઠીક કરી શકાય છે જેથી તેઓ સારી રીતે સૂઈ શકે.
ઊંધ ન આવવાની અજીબ સમસ્યા પર છે આ ફિલ્મ
આ ફિલ્મનું નિર્દેશન જ્હોન હેનરી ટિમિસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનો રન ટાઈમ 5220 મિનિટનો છે. આમાં કોઈ વાર્તા કે કથાવસ્તુ નથી. ફિલ્મમાં, કલાકાર એલડી ગ્રોબન તેની 4080 પાનાંની કવિતાઓ વાંચે છે. તે સૌપ્રથમ શિકાગોની સ્કૂલ ઓફ ધ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બતાવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં વચ્ચે કેટલીક અશ્લીલ સામગ્રી પણ સામેલ છે, જે તેને વધુ ખાસ બનાવે છે. ફિલ્મની આ અનોખી વિશેષતાઓ તેને અન્ય ફિલ્મો કરતા અલગ બનાવે છે. તે મેટલ વીડિયો અને કેટલાક એક્સ-રેટેડ ફૂટેજ પણ બતાવે છે.
ગિનિસ બુકમાં નોંધાયેલું છે ફિલ્મનું નામ
આ ફિલ્મ 31 જાન્યુઆરી, 1987ના રોજ રિલીઝ થઈ હતી અને 3 ફેબ્રુઆરી, 1987 સુધી ચાલી હતી.તે 3 દિવસ અને 15 કલાક સુધી કોઈપણ વિરામ વિના ચલાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ અનિદ્રાથી પીડાય છે. તેથી, તેનું નામ આ રોગ પર રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ ફિલ્મનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે અને તેને વિશ્વની સૌથી લાંબી ફિલ્મનો દરજ્જો મળ્યો છે. તેની લંબાઈ અને ખાસિયત તેને યૂનિક બનાવે છે અને એક અલગ સ્થાન અપાવ્યું છે.
Trending Photos