Rocket Hit Moon: આજથી ત્રીજા દિવસે....ચંદ્ર અને રોકેટ વચ્ચે ટક્કર થશે, જાણો શું છે આ પાછળ ભારતનું કનેક્શન
નવી દિલ્લીઃ આજથી ત્રીજા દિવસે ટલે 4 માર્ચે ચંદ્રની એક રોકેટ સાથે ટક્કર થવાની છે. આ ઘટના અનોખી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ એલન મસ્કની કંપની સ્પેસએક્સ ફૉલ્કન-9 રૉકેટની ઘટના છે. પછીથી એમ પણ કહેવામાં આવ્યું કે, આ ચીનનાં ચાંગઈ-5-T1મિશનનું રોકેટ હોઈ શકે છે.
21 જાન્યુઆરીએ બિલ ગ્રેએ પોતાના બ્લોગમાં લખ્યુ છે, ચંદ્ર અને રોકેટ વિશે
21 જાન્યુઆરીએ બિલ ગ્રેએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે, 5 જાન્યુઆરીએ એક સ્પેસ જંક ચંદ્રની નજીકથી પસાર થશે. જે 4 માર્ચ 2022ના રોજ ચંદ્રની સપાટી સાથે ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વાતની પુષ્ટી હાવર્ડ યુનિવર્સિટીના એસ્ટ્રોફિઝિસિસ્ટ જોનાથન મૈક્ડૉવલે પોતાના ટ્વીટમાં પણ કરી છે.
રોકેટ ચંદ્રની સપાટી પર 9,288 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટકરાશે
એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફેબ્રુઆરી 2015 માં, એલોન મસ્કની કંપની સ્પેસએક્સે ફાલ્કન 9 રોકેટથી 1.5 મિલિયન કિલોમીટર દૂર પર્યાવરણની દેખરેખ માટે ઉપગ્રહ પહોંચાડ્યો હતો. હવે તેવી આશા છે કે 4 માર્ચ, 2022ના રોજ આ રોકેટ 9288 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્રની સપાટી પર ટકરાશે. નિયર અર્થ ઓબ્જેક્ટ્સને ટ્રેક કરતા ખગોળશાસ્ત્રી બિલ ગ્રેએ આ દાવો કર્યો છે.
આ રોકેટને 7 વર્ષ પહેલા છોડવામાં આવ્યો હતો
રોકેટનો ભાગ લગભગ 9,288 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર પર ટકરાશે. આ રોકેટ 7 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ અંતરિક્ષમાં પર્યાવરણ પર નજર રાખવાવાળા સેટેલાઈટ લઈને પહોંચ્યુ હતું. પરંતુ ત્યારબાદ અવકાશમાં વિચિત્ર ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરીને રોકેટ ચંદ્ર તરફ વળ્યું છે.
ઘટના સમયે LRO હાજર નહીં રહે
નાસાનું કહેવું છે કે આ ઘટના સમયે LRO ત્યાં હાજર નહીં હોય. પરંતુ તે ઘટનાની અસરને શોધીને ટ્રેક કરી શકશે. નવા અને જૂના ખાડાઓની ઓળખ કરી શકશે. કારણકે જો રોકેટનો ભાગ ચંદ્રની સપાટી પર અથડાશે તો ચોક્કસથી ખાડો બની જશે.
ભારતીય ચંદ્રયાન-2 અથવા અમેરિકી લૂનર રિકૉન્સેન્સ
માત્ર ભારતીય ચંદ્રયાન-2 અથવા અમેરિકન લુનર રિકોનિસન્સ ઓર્બિટર જ આ રોકેટ ચંદ્ર પર ટકરાવાની ઘટનાની સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. આ બંને અવકાશયાન ચંદ્રની સપાટીની સુંદર તસવીરો લેવામાં સક્ષમ છે.
ચીનનું ચાંગઈ 5-T1 મિશન વર્ષ 2014માં લોન્ચ થયુ
ચીનનું ચાંગઈ 5-T1 મિશન વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ ડિસેમ્બર 2020માં ચંદ્રની સપાટી પરથી માટી પૃથ્વી પર લાવવામાં આવી હતી. પરંતુ 21 ફેબ્રુઆરી 2022ના રોજ, ચીને સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે તે તેમનું રોકેટ નથી.
Trending Photos