દુનિયાનો આ છે સૌથી કમનસીબ વ્યક્તિ, માત્ર બે દિવસમાં ગુમાવ્યા 15 ખરબ રૂપિયા
દુનિયામાં જ્યારે પણ સૌથી કમનસીબ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવશે ત્યારે અમેરિકાના ટ્રેડ એક્સપર્ટ Sung Kook Hwang નું નામ સૌથી ટોચ પર હશે. આ વ્યક્તિએ માત્ર 2 દિવસમાં 15 ખરબ રૂપિયા ગુમાવ્યા છે. આ રકમ એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિનાં ઘણી પેઢીઓ કઈપણ કર્યા વિના આરામથી બેસીને ખાઈ શકે છે.
આજે દુનિયાના ટોપના ધનિક લોકોમાં થઈ શકતા શામેલ
Sung Kook Hwang એ આ રકમ માર્ચના છેલ્લા અઠવાડિયામાં ટ્રેડિંગ કરતા સમયે ગુમાવી છે. જો તેણે આ પૈસાને માર્ચની શરૂઆતમાં પાછા ખેંચી લીધા હોત તો આજે તે દુનિયાના ટોપ ધનિકની યાદીમાં પોતાનું નામ શામેલ કરી શકતા હતા.
સેલ્સમેનની નોકરીથી કરિયરની શરૂઆત
Sung Kook Hwang એ તેની કારકિર્દીની શરૂઆત સેલ્સમેન તરીકે કામ કરી હતી. બે સિક્યોરિટી ફર્મ્સમાં આ કામ કર્યા બાદ વર્ષ 1996 માં Sung Kook Hwang ને મોટો બ્રેક મળ્યો અને તે ટાઇગર મેનેજમેન્ટ કંપનીમાં એનાવિલ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
4 વર્ષમાં નોકરી છોડી ઉભી કરી પોતાની કંપની
લગભગ 4 વર્ષો સુધી તે કંપનીમાં કામ કર્યા બાદ Sung Kook Hwang એ નોકરી છોડી દીધી અને વર્ષ 2000 ની શરૂઆતમાં પોતાની કંપની ટાઇગર એશિયા મેનેજમેન્ટ લોન્ચ કરી હતી. આ કંપનીને ટૂંક સમયમાં સફળતાની સીડી ચઢી, ત્યારબાદ એમેઝોન, ફેસબુક, લિંક્ડઇન અને નેટફ્લિક્સ જેવી કંપનીઓ કંપનીના પોર્ટફોલિયોમાં સામેલ થઈ ગઈ.
શેર તુટવાથી ગુમાવ્યા 15 ખરબ રૂપિયા
આ તે સમય હતો જ્યારે Sung Kook Hwang ની નેટવર્થ 20 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. તેમણે 20 અબજ ડોલરના વાયાકોમ સીબીએસ શેર ખરીદ્યા હતા. પરંતુ ત્યારબાદ વસ્તુઓ બગડવાની શરૂઆત થઈ અને એક દિવસ સમાચાર આવ્યા કે શેરો ખરાબ રીતે તુટ્યા હતા.
ઈતિહાસનું સૌથી ઐતિહાસિક પતન
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Sung Kook Hwang પાસે લેનારાઓને દેવા માટે પૈસા પણ નહોતા, તેથી બેન્કે તેમની સંપત્તિ જપ્ત કરી લીધી. તેને વેચવાથી Sung Kook Hwang ને લગભગ 15 ખરબ રૂપિયા ગુમાવ્યા. ઓર્કેગોસના નુકસાનના મોર્ડન ફાઇનાશિયલ ઇતિહાસનું સૌથી ઐતિહાસિક પતન હોવાનું કહેવાય છે.
Trending Photos