હવે મંદિરમાં પૂજારી બનવા માટે આપવી પડશે લેખિત પરીક્ષા, મહિલાઓ માટે 50 ટકા અનામત

સરકારી નોકરીઓમાં ભરતી માટે લેખિત પરીક્ષા અને અનામતની વાત સામાન્ય છે, પરંતુ હવે મહારાષ્ટ્રના વિશ્વ પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરના પૂજારીની પસંદગી માટે આ પદ્ધતિ લાગુ થશે.

1/5
image

સરકારી નોકરીઓમાં ભરતી માટે લેખિત પરીક્ષા અને અનામત આમ તો સામાન્ય વાત છે. પરંતુ મહારાષ્ટ્રના વિશ્વ પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરના પૂજારીની પસંદગી માટે પણ હવે પરીક્ષા લેવાશે અને અનામત રાખવામાં આવશે. મહાલક્ષ્મી મંદિરના પૂજારીઓની પસંદગી માટે પરીક્ષા યોજવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં આ અંગે બિલ પસાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં પૂજારીઓની પસંદગી માટે મહિલાઓને 50 ટકા અનામત પણ આપવામાં આવશે. આ અગાઉ પરીક્ષાને લઈને પૂજારીઓની પસંદગીની પ્રક્રિયા શિરડીમાં શરૂ થઈ ગઈ છે, જેના પર આ બિલ બાદ હવે સરકારની મહોર પણ લાગી ગઈ છે. તસ્વીર સાભાર  templepurohit.com

2/5
image

મહારાષ્ટ્રમાં હવે પુજારીઓની પસંદગી પરીક્ષા યોજીને કરવામાં આવશે. એવું એક બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. કોલ્હાપુરમાં આ ફેસલાનું જોશ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. હવે અહીં કુલ પૂજારીઓમાં 50 ટકા મહિલાઓ રહેશે. તસવીર સાભાર mahalakshmi-temple.com

3/5
image

ગત દિવસોમાં કોલ્હાપુરમાં મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી હટાવો આંદોલન છેડાયુ હતું. મનમાની કરનારા અને રૂપિયા પડાવનારા પૂજારીઓને હટાવવા માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. આ આંદોલનના પડઘા વિધાનસભામાં પણ પડ્યાં. હવે રાજ્ય સરકારે આ મામલે પરીક્ષા લઈને પૂજારીઓની નિયુક્તિ કરવા અંગે બિલ પસાર કર્યું. જેના પર જલદી રાજ્યપાલની મહોર લાગશે અને ત્યારબાદ તે કાયદો બની જશે. તસ્વીર સાભાર  templepurohit.com

4/5
image

કોલ્હાપુરના મેયર સ્વાતી યેવલુજે કહ્યું કે સરકારનું આ પગલું સરાહનીય છે. ત્યારબાદ પુજારીઓની પસંદગીમાં ગડબડી ખતમ થઈ જશે. મહિલા ભાવિક ચારુશીલા ચૌહાણે કહ્યું કે મંદિરોમાં પારદર્શકતા લાવવા માટે આ જરૂરી પગલું હતું.

5/5
image

આ અગાઉ વર્ષ 2016માં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં વર્ષો જૂની પરંપરાનો અંત આવ્યો હતો. અહીંના ચબુતરા પર મહિલાઓને પણ પૂજા કરવાની મંજૂરી મળી. હકીકતમાં શુક્રવારે અહીં લગભગ 100 પુરુષોએ જબરદસ્તીથી પૂજા કરી હતી. તેઓ એક એક કરીને ચબુતરા પર પહોંચ્યા અને તેમણે શિલાને નવડાવી. પુરુષોનું આ શિલાપૂજન મહારાષ્ટ્ર સરકારના આદેશ વિરુદ્ધ હતો. આ ઘટના બાદ મંદિરના ટ્રસ્ટે ફેસલો લીધો કે મહિલાઓને પણ આ ચબુતરા પર પૂજા કરવાની મંજૂરી હશે. અમે કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ. (નોટ-મુંબઈથી પ્રતાપ નાઈકનો રિપોર્ટ)