આ વર્ષે રામનવમી હશે ખાસ, એક સાથે સર્જાશે 5 અદ્ભુત સંયોગ, ઘરમાં સુંદરકાંઠના પાઠ કરવાથી થશે લાભ

Ram Navami 2023: નવરાત્રીનું સમાપન એટલે કે રામનવમીના દિવસે પાંચ યોગ સર્જાશે જેના કારણે આ તિથી વધારે ફળદાયી બનશે. 

આ વર્ષે રામનવમી હશે ખાસ, એક સાથે સર્જાશે 5 અદ્ભુત સંયોગ, ઘરમાં સુંદરકાંઠના પાઠ કરવાથી થશે લાભ

Ram Navami 2023: 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને નવરાત્રીનું સમાપન 30 માર્ચે થશે. આ વર્ષે નવરાત્રીના સમય પણ પર વિશેષ યોગ સર્જાવવા જઈ રહ્યા છે. નવરાત્રીનું સમાપન એટલે કે રામનવમીના દિવસે પાંચ યોગ સર્જાશે જેના કારણે આ તિથી વધારે ફળદાયી બનશે. 

આ પણ વાંચો:

રામનવમી પર આ પાંચ યોગનો થશે સંયોગ

રામનવમીના દિવસે આ વર્ષે ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અને ગુરુ યોગનો સંયોગ થશે. આ દિવસે પાંચ યોગ એક સાથે જ સર્જાશે જેના કારણે શ્રીરામની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. આ સાથે જ આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવશે તેમાં સફળતા પ્રાપ્ત થશે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ યોગ અને અમૃત સિદ્ધિઓ 30 માર્ચે સવારે 10:59 મિનિટથી શરૂ થશે અને 31 માર્ચ સવારે 6:13 મિનિટ સુધી રહેશે. જ્યારે ગુરુ યોગ સર્વાર્થ સિદ્ધિઓ અને રવિ યોગ સૂર્યોદય સાથે શરૂ થશે અને સુર્યાસ્ત સુધી રહેશે. 

રામનવમીના દિવસે કરો આ ઉપાય

આ વર્ષે રામનવમીનો દિવસ ખૂબ જ શુભ છે. આ દિવસે સૂર્યોદય થાય તે પહેલા જાગી જવું અને સ્નાન કરીને શ્રીરામનો કેસર યુક્ત દૂધથી અભિષેક કરવો. આ દિવસે ઘરમાં રામચરિત માનસ અથવા તો સુંદરકાંડનો પાઠ કરવો. આમ કરવાથી ઘરમાં ખુશાલી આવે છે અને ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news