Asian Champions Trophy: સતત બીજીવાર ટાઇટલ માટે સામસામે ભારત અને પાકિસ્તાન

છેલ્લી ચાર મીનિટમાં ભારતીય ટીમે જાપાનનો કોઇ ગોલ ન થવા દીધો અને 3-2થી મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

Asian Champions Trophy: સતત બીજીવાર ટાઇટલ માટે સામસામે ભારત અને પાકિસ્તાન

મસ્કટ (ઓમાન): ભારતીય પુરૂષ હોકી ટીમે આ વખતે પણ હીરો એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે સેમીફાઇનલમાં એશિયન ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 3-2થી હરાવ્યું છે. હવે ટાઇટલ માટે સામસામે ભારત અને પાકિસ્તાન જોવા મળશે. ભારત માટે સેમીફાઇનલમાં ગુરજંત 19મી, ચિન્ગલેનસાનાને 44મી અને દિલપ્રીતે 55મી મીનિટમાં ગોલ કર્યા હતા. ત્યારે જાપાનની તરફથી હિરોતાકા વાકુરીએ 22મી અને હિરોતાકા જેનદાનાએ 56મી મીનિટમાં ગોલ કર્યા હતા.

આ શનિવારે રમાઇ ચુકેલી પહેલી સેમીફાઇનલમાં પાકિસ્તાને મલેશિયા શૂટઆઉટમાં 3-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને હવે ભારતે ફાઇનલમાં પહોંચવાથી બન્ને ટીમ વચ્ચે ટાઇલટ માટે ગેમ રમાવામા આવશે. ભારતે આ પહેલા 2011 અને 2016ની ફાઇનલમાં પાકિસ્તાનનો સામનો કર્યો અને તેમને હરાવી ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

પહેલી ક્વોર્ટરમાં નહોતો થયો ગોલ
ભારતે મેચની શરૂઆતમાં જ મળેલી પેનલ્ટી કોર્નર ગુમાવ્યો હતો. પહેલા ક્વોર્ટરમાં બન્ને ટીમ એક-બીજા પર દબાવ બનાવવાની તક શોધી રહ્યાં હતી પરંતુ કોઇને સફળતા મળી ન હતી.

19મી મીનિટમાં મળી ભારતને સફળતા
બીજા ક્વોર્ટરમાં 19મી મિનિટમાં ગુરજંતે શાનદાર ગોલ કરી ભારતે 1-0 લીડ આપી હતી. જોકે ભારતીય ટીમ તેમની આ લીડને વધારે સમય રાખી શક્યા ન હતા અને ત્રણ મીનિટ બાદ 22મી મીનિટમાં જાપનને પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર હિરોતાકે ગોલ કરી સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. આ મેચના હાફ ટાઇમ સુધી બન્ને ટીમો 1-1ની બરાબરી પર હતી. ભારતે પહેલા હાફમાં ત્રણ પેનલ્ટી કોર્નર ગુમાવ્યા હતા.

Asian champions trophy Ind vs Jap

હાફ ટાઇમ બાદ થયા બે ગોલ
હાફ ટાઇમ બાદ બન્ને ટીમો ફરી એકવાર એક-બીજા પર લીડ બનાવવા  માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. ત્રીજા ક્વોર્ટરના અંતની એક મીનિટ પહેલા જ ભારતને મેચનો ચોથો પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આ વખતે વરૂણના ડ્રેગ ફ્લિકના ચિંગલેનસાનાને ડિફ્લેક્ટ કરી ગોલ પોસ્ટ તરફ ધકેલ્યો અને ભારતને મેચમાં 2-1ની લીડ મળી ગઇ હતી. ચોથી અને અંતિમ ક્વોર્ટરમાં જાપાન બરાબરી કરવાની સતત તકો શોધી રહ્યું હતું પરંતુ ભારતીય ટીમે કોઇ તક આપી ન હતી. મેચની 55મી મીનિટમાં દિલપ્રીતે એક શાનદાર ગોલ કરી 3-1ની લીડ મેળવી હતી.

3-2થી જીત હાસંલ કરી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ભારતે
જોકે આગળની મીનિટમાં જાપનને પેનલ્ટી કોર્નર 56મી મીનિટ પર મળ્યો હતો. પરંતુ આ વખતે હિરોતાકા જેનદાનાએ ગોલ કરી 2-3નો સ્કોર કરી લીધો હતો. છેલ્લી ચાર મીનિટમાં ભારતીય ટીમે કોઇ ગોલ ન થવા દીધો અને 3-2થી મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ પહેલા એક અન્ય સેમીફાઇનલમાં પાકિસ્તાને મલેશિયાને શૂટઆઉટમાં 3-1થી હરાવી ફાઇનલમાં પ્રેવશ મેળવ્યો છે. પાકિસ્તાનની ટીમ પહેલા હાફ સુધી 4-1થી આગળ હતી પરંતુ મલેશિયાએ બીજા હાફમાં મેચમાં બરાબરી હાંસલ કરી હતી.

શૂટઆઉટમાં એખ જ ગોલ થયો મલેશિયાથી
બે વખત વિજેતા પાકિસ્તાન માટે નિર્ધારિત સમય સુધી ઇરફાન જૂનિયરે 6મી, બિલાલે 12મી અને 20મી તથા મહમૂદે 15મી મીનિટમાં ગોલ કર્યો હતો. ત્યારે મલેશિયા માટે ફેઝલે બીજી અને 56મી, ટેંગકુએ 43મી અને એમાને 44મી મીનિટમાં ગોલ કર્યો હતો. શૂટઆઉટમાં અરશદ મહમૂદ અને એ બટને પાકિસ્તાન માટે ગોલ કર્યો જ્યારે અહમદ અને ઇરફાન જૂનિયર ગોલ ન કરી શક્યા. મલેશિયા માટે એમાને જ ગોલ કર્યો જ્યારે અશહરી, ફેઝલ અને શાહરી તક ચુક્યા હતા.
(ઇનપુટ આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news