ICC ની મોટી કાર્યવાહી, ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક અસરથી કર્યું સસ્પેન્ડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની વાર્ષિક બેઠક ગુરૂવારે સંપન્ન થઇ. બેઠકમાં આઇસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક પ્રભાવથી સસ્પેંડ કરી દીધી. આઇસીસીએ પોતાનો નિર્ણય પર નિવેદન જાહેર કરતાં કહ્યું કે ઝિમ્બામ્બે ક્રિકેટ લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરવવાનો માહોલ તૈયાર કરીને અને ક્રિકેટના વહીવટી તંત્રમાં સરકારને દખલને દૂર કરવામાં નિષ્ફળ રહી છે.
Trending Photos
લંડન: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની વાર્ષિક બેઠક ગુરૂવારે સંપન્ન થઇ. બેઠકમાં આઇસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક પ્રભાવથી સસ્પેંડ કરી દીધી. આઇસીસીએ પોતાનો નિર્ણય પર નિવેદન જાહેર કરતાં કહ્યું કે ઝિમ્બામ્બે ક્રિકેટ લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરવવાનો માહોલ તૈયાર કરીને અને ક્રિકેટના વહીવટી તંત્રમાં સરકારને દખલને દૂર કરવામાં નિષ્ફળ રહી છે.
સસ્પેન્શન બાદ હવે આઇસીસીની ફંડિંગ અટકી જશે અને તેની ટીમ આઇસીસીના કોઇ ઇવેંટમાં ભાગ લઇ શકશે નહી. એટલું જ નહી, આ વર્ષે ઓક્ટોબરમાં મેન્સ T20 વર્લ્ડકપ ક્વાલિફાયરમાં ઝિમ્બામ્બેની ભાગીદારી પણ ખતરામાં પડી છે.
આઇસીસીએ કહ્યું કે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડની ફરીથી ચૂંટણી થશે અને તેની પ્રગતિની સમીક્ષા ઓક્ટોબરમાં થનારી આગામી બોર્ડ મીટિંગમાં કરવામાં આવશે. નિર્ણય પર આઇસીસીના ચેરમેન શશાંક મનોહરે કહ્યું ''અમે કોઇપણ સભ્યને બેન કરવાના નિર્ણયને હળવામાં લેતા નથી, પરંતુ અમે અમારી રમતને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રાખવા માંગીએ છીએ. ઝિમ્બામ્બેમાં જે થયું છે તે આઇસીસી સંવિધાનનું ગંભીર ઉલ્લંઘન છે અને અમે તેને અનિયંત્રિત રીતે ચાલુ રાખવાની પરવાનગી આપી ન શકે. આઇસીસી ઇચ્છે છે કે ઝિમ્બામ્બેમાં ક્રિકેટ તેના સંવિધાનના અનુસાર ચાલુ રહે.''
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને ઝિમ્બામ્બે સરકારના રમત અને મનોરંજન આયોગે ઝિમ્બામ્બે ક્રિકેટ અને તેના કાર્યવાહક મેનેજિંગ ડિરેક્ટર ગિવરમોર મકોનીને સસ્પેંડ કરી દીધા હતા. આઇસીસીએ ઝિમ્બામ્બે સરકારના વધતા હસ્તક્ષેપને ગંભીરતાથી લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે