IPL 2022 Auction: 590 ખેલાડીઓની થશે હરાજી, બે કરોડની બેઝ પ્રાઈસમાં 48 ખેલાડી, જાણો IPLની A થી Z માહિતી
IPL 2022 Auction: મેગા ઓક્શનમાં 590 ખેલાડીઓ ઉતરશે. જ્યારે, 10 ટીમો પાસે કુલ 217 સ્લોટ ખાલી છે. આ વખતે મેગા ઓક્શન માટે 19 દેશોના 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 590 ખેલાડીઓને અંતિમ હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: IPLની મેગા ઓક્શનની તૈયારીઓ શરૂ કરી નાંખવામાં આવી છે. મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. તેના માટે ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ સામે આવી ગયું છે. આ વખતે મેગા ઓક્શનમાં 590 ખેલાડીઓ ઉતરશે. જ્યારે, 10 ટીમો પાસે કુલ 217 સ્લોટ ખાલી છે. આ વખતે મેગા ઓક્શન માટે 19 દેશોના 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 590 ખેલાડીઓને અંતિમ હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
228 કેપ્ડ અને 335 અનકેપ્ડ ખેલાડીઓ ઓક્શનમાં..
590 ખેલાડીઓમાંથી 228 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા (કેપ્ડ) છે. જ્યારે, 335 અનકેપ્ડ ખેલાડીઓ છે, એટલે કે, આ ખેલાડીઓ પાસે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ નથી. સાત ખેલાડીઓ સહયોગી દેશો (નેપાળ, સ્કોટલેન્ડ જેવા દેશો)ના છે. આઈપીએલની આ 15મી સંસ્કરણ હશે. બે દિવસ સુધી ચાલનારા મેગા ઓક્શનમાં આ વખતે ઘણા નવા ખેલાડીઓની હરાજી થતી જોવા મળશે.
2 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસવાળા 48 ખેલાડી
ફાઈનલ લિસ્ટમાં 48 ખેલાડીઓ બે કરોડ રૂપિયાની બેસ પ્રાઈસવાળા છે. જ્યારે, 20 ખેલાડીઓની મૂળ કિંમત દોઢ કરોડ (1.5 કરોડ) રૂપિયા છે. 34 ખેલાડીઓની બેસ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે. બેઝ પ્રાઈસનો અર્થ એ છે કે આ ખેલાડીઓ પર બિડિંગ આ રકમથી શરૂ થશે. હરાજીમાં 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ છે. હરાજીમાં ભારત પછી ઓસ્ટ્રેલિયાના (47) સૌથી વધુ ખેલાડીઓ છે.
દેશ | ઓક્શનમાં કેટલા ખેલાડી |
અફગાનિસ્તાન | 17 |
ઓસ્ટ્રેલિયા | 47 |
બાંગ્લાદેશ | 5 |
ઈંગ્લેન્ડ | 24 |
આયરલેન્ડ | 5 |
ન્યૂઝીલેન્ડ | 24 |
દક્ષિણ આફ્રિકા | 33 |
શ્રીલંકા | 23 |
વેસ્ટઈન્ડિઝ | 34 |
ઝિમ્બાબ્વે | 1 |
ઓક્શનમાં ઉતરનાર મુખ્ય ભારતીય ખેલાડી
ઓક્શનમાં ઉતરનાર મુખ્ય ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો તેમાં શ્રેયસ ઐયર, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ જેવા ક્રિકેટરોનો સમાવેશ થાય છે. જેમાંથી શ્રેયસ, ઈશાન, શાર્દુલ અને ચહરને મોટી બોલી લાગી શકે છે.
2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતા માર્કી ખેલાડીઓ
જ્યારે, ડેવિડ વોર્નર, અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પેટ કમિન્સ, ક્વિન્ટન ડી કોક, ધવન, ફાફ ડુ પ્લેસિસ, શ્રેયસ, કાગિસો રબાડા અને શમી તે ખેલાડીઓમાં સામેલ છે જેમની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. IPL પણ તેને માર્કી પ્લેયર કહે છે. આ સિવાય પેટ કમિન્સ, જોની બેરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન અને વાનિન્દુ હસરંગા જેવા વિદેશી ખેલાડીઓ પણ હરાજીમાં ઉતરશે.
અંડર-19 ક્રિકેટરો પણ ઓક્શનમાં થશે સામેલ
આ વખતે અંડર-19ના ક્રિકેટરો પણ હરાજીમાં ધૂમ મચાવશે. અંડર-19 વર્લ્ડકપ રમી રહેલા યશ ધૂલ, વિકી ઓસ્તવાલ, રાજવર્ધન હંગરગેકર પણ હરાજીમાં ઉતરશે. આ ઉપરાંત દેવદત્ત પડિકલ, હર્ષલ પટેલ, કૃણાલ પંડ્યા, શાહરૂખ ખાન, દીપક હુડા અને અવેશ ખાન પર પણ મોટી બોલીઓ લાગવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફ્રેંચાઈઝી | પર્સમાં કેટલી રકમ બચી (કરોડ રૂપિયા) | સ્લોટ ખાલી | કેટલા વિદેશી ખેલાડી સામેલ થઈ શકે |
ચેન્નાઈ સુપર કિંગ | 48 | 21 | 07 |
દિલ્હી કેપિટલ્સ | 47.5 | 21 | 07 |
કોલકાતા નાઈટ રાઈડર્સ | 48 | 21 | 06 |
લખનઉ સુપર જાઈન્ટ્સ | 59 | 22 | 07 |
મુંબઈ ઈન્ડિયન્સ | 48 | 21 | 07 |
પંજાબ કિંગ | 72 | 23 | 08 |
રાજસ્થાન રોયલ્સ | 62 | 22 | 07 |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 57 | 22 | 07 |
સનરાઈઝર્સ હૈદરાબાદ | 68 | 22 | 07 |
ગુજરાત ટાઈટન્સ | 52 | 22 | 07 |
ટીમો વચ્ચે થઈ શકે છે જોરદાર સ્પર્ધા
આ વખતે IPLમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને 10 કરવામાં આવી છે. અમદાવાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ બે નવી ટીમો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ટીમ અમદાવાદ વચ્ચે ખેલાડીઓ ખરીદવાની સ્પર્ધા જબરદસ્ત બનશે.
33 ખેલાડીઓને કરવામાં આવ્યા રીટેન
10 ટીમોએ કુલ મળીને 33 ખેલાડીઓને રિટેન કર્યા છે. આઠ જૂની ટીમોએ 27 ખેલાડીઓને રીટેન કર્યા, જ્યારે બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ એ છ ખેલાડીઓને સામેલ કર્યા. લખનઉ એ કેએલ રાહુલને 17 કરોડમાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. આ સાથે તે સંયુક્ત રૂપથી IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. અગાઉ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને 2021ની સીઝનમાં માત્ર 17 કરોડ રૂપિયા મળ્યા હતા. લખનઉ એ કેએલને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે. આ સાથે જ ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે.
કઈ ટીમે કયા ખેલાડીઓને કર્યા રીટેન
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ.
ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી.
દિલ્હી કેપિટલ્સ: રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિક નોર્ટજે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર અને સુનીલ નારાયણ.
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ.
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ.
સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિક.
લખનૌ: કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ.
અમદાવાદઃ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે