17 વર્ષથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO રહેલા જેમ્સ સદરલેન્ડ પોતાનું પદ છોડશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સદરલેન્ડે જાહેરાત કરી કે તેઓ વર્ષ 2019 સુધી પોતાનું પદ છોડી દેશે. 

17 વર્ષથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO રહેલા જેમ્સ સદરલેન્ડ પોતાનું પદ છોડશે

સિડનીઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહેલી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ સદરલેન્ડે બુધવારે જાહેરાત કરી કે તોએ એક વર્ષમાં પોતાનું પદ છોડી દેશે. બે મહિના પહેલા જ જેમ્સ સદરલેન્ડને બોલ ટેમ્પરિંગ વિવાદનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વિશ્વભરમાં  ટીકા થઈ હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે છેલ્લા 17 વર્ષથી મુખ્ય કાર્યકારી સદરલેન્ડે 12 મહિનાની નોટિસ આપી છે અને તેનો વિકલ્પ મળશે ત્યાં સુધી તેઓ આ પદ પર બન્યા રહેશે. 

સદરલેન્ડે કહ્યું, ''ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે આશરે 20 વર્ષ બાદ હવે યોગ્ય સમય આવી ગયો છે. મને લાગે છે કે મારા જવાનો આ યોગ્ય સમય છે.'' માર્ચમાં દક્ષિણ આફ્રિકામાં ત્રીજી ટેસ્ટ દરમિયાન જ્યારે પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટને બોલ ટેમ્પરિંગમાં દોષી સાબિત થયા, ત્યારે સદરલેન્ડ પર દબાવ વધી હયો હતો. આ ત્રણેય પર પ્રતિબંધ લાગ્યો જ્યારે તત્કાલિન કોચ ડેરેન લેહમને રાજીનામું આપી દીધું. સદરલેન્ડ પદ પર રહ્યાં અને બુધવારે પણ તેમણે કહ્યું કે, તેમના રાજીનામાને તે પ્રકરણ સાથે કોઇ સંબંધ નથી. 

તેમણે કહ્યું, તે ઘટના તે સમયનો મોટો મુદ્દો હતો પરંતુ જ્યારે તમે કોઇ મોટી રમતના મુખ્ય કાર્યકારીના રૂપમાં કામ કરી રહ્યાં છો તો આવી વાતો થાઇ છે. તે ઘટાનાને કારણે મેં આ નિર્ણય લીધો નથી. 

પૂર્વ એકાઉન્ટન્ટ અને મીડિયમ ફાસ્ટ બોલર સદરલેન્ડે કેટલિક પ્રથમ શ્રેણીની મેચ રમી છે. તે 1998માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જનરલ મેનેજર બન્યા. તેના ત્રણ વર્ષ બાદ તે મુખ્ય કાર્યકારી બન્યા. તે સમયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટોંચના સ્થાને હતું. તેના કાર્યકાળમાં જ ઓસ્ટ્રેલિયામાં ડે નાઇટ ટેસ્ટ મેચ અને બિગ બેશ ટી20 લીગનો પ્રારંભ થયો હતો. આ સિવાય તેમના કાર્યકાળમાં થયેલો પ્રખ્યાત ચુકવણી વિવાદ પણ ચર્ચામાં રહ્યો. જેના કારણે ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટરોએ મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. 

સૌથી પડકારભર્યો સમય હતો બોલ ટેમ્પરિંગ વિવાદ
સદરલેન્ડનૌ સૌથી મુશ્કેલીભર્યો સમય બોલ ટેમ્પરિંગ વિવાદ રહ્યો. તેમના પર આ મામલે ધીમી તપાસ કરવાનો આરોપ પયમ લાગ્યો. તેમના પર રાજીનામું આપવાનું દબાણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના પર વિશ્વાસ બનાવી રાખ્યો અને તેમનો સાથ આપ્યો. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન ડેવિડ પીવરે સદરલેન્ડની સિદ્ધિઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું, અમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બોર્ડ અને મેનેજમેન્ટ તરફથી જેમ્સે રમતને આપેલી શાનદાર સેવાઓ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news