Olympics: પહેલાં પિતા ગુમાવ્યા, પછી હાથ ફ્રેક્ચર થયો, છતા આ ખેલાડી દેશ માટે ઉતરશે મેદાનમાં!

આ ભારતીય ખેલાડીએ અનેક તકલીફોને પાછળ છોડી દીધી છે અને હવે દેશને મેડલ અપાવવા બન્યો છે તત્પર...તેજિંદરપાલ સિંહ તૂર (Tejinderpal singh toor) એ ગત મહિને ઈન્ડિયન ગ્રાં પ્રીમાં ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું હતું. પાછલા કેટલાક વર્ષોથી અનેક તકલીફોથી બહાર આવીને તેમણે આ સફળતા મેળવી છે.

Updated By: Jul 12, 2021, 03:42 PM IST
Olympics: પહેલાં પિતા ગુમાવ્યા, પછી હાથ ફ્રેક્ચર થયો, છતા આ ખેલાડી દેશ માટે ઉતરશે મેદાનમાં!

યશ કંસારા, અમદાવાદઃ ભારતના સ્ટાર શૉટપુટ ખેલાડી તેજિંદરપાલ સિંહ તૂર (Tejinderpal singh toor)એ 21 જૂનના રોજ ઈન્ડિયન ગ્રાં પ્રીમાં 21.49 મીટરના થ્રોની સાથે ઓલિમ્પિકની ટીકિટ મેળવી હતી. ત્યારબાદ, પટિયાલા ખાતે યોજાયેલા ઈન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ (Inter State Athletics Championship)માં 21.10 મીટરનો થ્રો ફેંકી પોતાના ફોર્મને જાળવી રાખ્યો હતો. આજે તૂર ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનું સપનું જોઈ રહ્યા છે.

No description available.

થોડાં સમયે પહેલાં તૂર ડિપ્રેશનમાં હતા અને તે પોતાની કાબિલિયત પરથી ભરોસો ખોવી બેસ્યા હતા. તેમના માટે છેલ્લો થોડો સમય મુશ્કેલી ભર્યો રહ્યો. જેના કારણે તેઓ અંદરથી તૂટ્યા હતા. જે બાદ તે ફરીથી મેદાનમાં આવ્યા અને ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થયા. પોતાના પિતાને ગુમાવ્યા બાદ તૂરના જીવનમાં તેમની માતા જે તેમનો સૌથી મોટો સહારો બની. મુશ્કેલ સમયમાં તૂરને પોતાની માતાની ચિંતા સતાવી રહી હતી. ઈન્ડિયન ગ્રાં પ્રીમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થવા બાદ તેમણે સૌથી પહેલાં તેમની મોગામાં રહેતી માતાને જાણ કરી હતી.

પિતાને ગુમાવ્યા બાદ હાથ થયો ફ્રેકચર:
2018ના એશિયન ગેમ્સમાં તૂરે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા બાદ તૂરના પિતાનું કેન્સરના કારણે મોત નિપજ્યું હતું. એરપોર્ટથી ઘરે આવતા સમયે જ તેમને આ વાતની જાણી થઈ હતી. જે બાદ તેમણે પોતાની માતાની સાથે રહેવા માટે પટિયાલામાં જ ઘર ખરીદી લીધું. રોજ ટ્રેનિંગ બાદ તેઓ પોતાની માતા પાસે પહોંચતા હતા. તૂર ગત વર્ષે જાન્યુઆરીમાં શાનદાર ફોર્મમાં હતા પણ કોરોનાના કારણે લૉકડાઉન લાગ્યું. તે સમયે તૂર ટ્રેનિંગ નહોતા કરી શકતા. ત્યારબાદ, ઓક્ટોબરમાં હાલાત સુધરવા લાગ્યા ત્યારે, તેમનો હાથ ફ્રેકચર થઈ ગયો. ટ્રેનિંગ વખતે તેમના હાથમાંથી ગોળો લપસી ગયો હતો જેના કારણે તેમનો હાથ ફ્રેકચર થઈ ગયો હતો અને ઘૂંટણમાં પણ તેમને ઈન્જરી થઈ હતી. જેના કારણે તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા. તેમને લાગતું હતું કે તેઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ નહીં કરી શકે.

તૂટેલા હાથ સાથે જતા હતા જીમ:
તૂર ડિપ્રેશનમાં હતા ત્યારે તેમના કોચ મોહિંદર સિંહ ઢિલ્લોંના સમજાવવા પર તેમણે ટ્રેનિંગ ચાલું રાખી. ફ્રેકચર હાથ સાથે પણ તેઓ જીમમાં જતા હતા અને મહેનત કરતા હતા. તેઓ નાના-નાના વેઈટ્સ અપાડતા હતા. તેમના કોચ કોઈ જોખમ નહોતા લેવા માગતા એટલે તેમણે ફ્રેકચર હટ્યા બાદ પણ કોમ્પિટીશનથી તેમને દૂર રાખ્યા હતા. તેમના કોચ તેમનો હોંસલો જાળવી રાખવાનો પ્રયાસ કરતા રહેતા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેડરેશન કપમાં તેમણે ભાગ લીધો અને પ્રથમ જ ટૂર્નામેન્ટમાં 19.49 મીટરનો થ્રો ફેંક્યો. ધીરે-ધીરે તેમની ગેમ સુધરતી ગઈ અને તેમણે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી લીધું.  

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube