શોએબ મલિકના ત્રીજા લગ્ન બાદ સાનિયા મિર્ઝાએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું પૂર્વ પતિ માટે

Sania Mirza Reaction: સાનિયા મિર્ઝાની ટીમ તરફથી રવિવારે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ સમય સાનિયાની લાઇફનો ખૂબ જ નાજુક અને સેન્સેટીવ સમય છે. 

શોએબ મલિકના ત્રીજા લગ્ન બાદ સાનિયા મિર્ઝાએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું પૂર્વ પતિ માટે

Sania Mirza Reaction: સાનિયા મિર્ઝાએ એક્સ હસબેન્ડ શોએબ મલિકના ત્રીજા લગ્ન પર રિએક્શન આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છુટાછેડાની ચર્ચાઓ ચાલતી હતી પરંતુ બંનેમાંથી કોઈએ આ અંગે ખુલાસો કર્યો ન હતો. પરંતુ ગઈકાલે શોએબ મલિકે ત્રીજા લગ્ન કરી સાનિયા મિર્ઝા સાથેના સંબંધોના અંતની સત્તાવાર જાહેરાત કરી દીધી. આ મામલે અત્યાર સુધી સાનિયા મિર્ઝાએ ચુપ્પી સાધી રાખી હતી પરંતુ હવે તેણે પહેલીવાર રિએક્શન આપ્યું છે. 

સાનિયા મિર્ઝાની ટીમ અને પરિવાર તરફથી રવિવારે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. શોએબ મલિકે શનિવારે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથેના લગ્નની તસવીરો શેર કરી હતી. શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે. સના જાવેદ પહેલા તેણે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરો પણ છે. 

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, સાનિયા મિર્ઝાએ પોતાની પર્સનલ લાઇફને લોકોથી દૂર રાખી છે. પરંતુ હવે એ જણાવવાની જરૂર પડી છે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડાને ઘણા મહિના વીતી ગયા છે. શોએબ મલિકે જે નવી શરૂઆત કરી છે તેના માટે સાનિયા મિર્ઝા તેને શુભકામના પાઠવે છે. સાથે જ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ સમય સાનિયાની લાઇફનો ખૂબ જ નાજુક અને સેન્સેટીવ સમય છે. તેવામાં તેની ટીમે શુભચિંતકો અને ફેન્સને રિક્વેસ્ટ કરી છે કે તે કોઈ પણ પ્રકારની અટકળોને આગળ ન વધારે અને સાનિયા મિર્ઝાની પ્રાઇવેસીનું સન્માન કરે.

જણાવી દઈએ કે શોએબ મલિકે વર્ષ 2010માં સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરવા માટે તેણે આઈશા સિદ્દીકીને તલાક દીધા હતા. શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના નિકાહ હૈદરાબાદમાં થયા હતા. વર્ષ 2018માં સાનિયા મિર્ઝા અને શોએબ મલિક માતા-પિતા બન્યા. શોએબ અને સાનિયાના સંબંધોમાં સમસ્યાઓની ચર્ચા વર્ષ 2022 થી શરૂ થઈ હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન આ બંને સાથે પણ જોવા મળ્યા નહીં તેના કારણે તેમના છૂટાછેડાની ચર્ચાઓ તેજ થઈ હતી. થોડા સમય પહેલા જ શોએબ મલિકે ઈન્સ્ટાગ્રામ પર સાનિયાને અનફોલો કરી દીધી હતી. અને શનિવારે તેણે પોતાના ત્રીજા લગ્નનો ફોટો શેર કરી ખળભળાટ મચાવી દીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news