ગુજરાત જમીન વિકાસ નિગમ

વલસાડ જિલ્લામાં પાણીના ટાંકા બનાવવામાં ભ્રષ્ટાચાર, મોટા કૌભાંડનો પર્દાફાશ

 વલસાડ જિલ્લામાં ત્રણ ગામમાં પાણીના ટાંકા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર કાગળ પર જ ટાંકા બનાવી ખોટા બિલો અને દસ્તાવેજો રજૂ કરી કરાયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને પગલે એસીબી ટીમે જમીન વિકાસ નિગમના અધિકારી સહિત 16 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

Aug 2, 2018, 02:44 PM IST

વલસાડ જિલ્લામાં કાગળ પર ટાંકા બનાવવાનો પર્દાફાશ, જુઓ વીડિયો

વલસાડ જિલ્લામાં ત્રણ ગામમાં પાણીના ટાંકા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર કાગળ પર જ ટાંકા બનાવી ખોટા બિલો અને દસ્તાવેજો રજૂ કરી અંદાજે 57 લાખ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને પગલે એસીબી ટીમે જમીન વિકાસ નિગમના અધિકારી સહિત 16 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

Aug 2, 2018, 02:35 PM IST

ગુજરાત જમીન વિકાસ નિગમમાં એસીબીનું મહાઓપરેશન પૂર્ણ, 56 લાખની રોકડ જપ્ત

રાજ્યના જમીન વિકાસ નિગમમાં ACBનું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે. ACBના અધિકારીઓની ટીમ કેસી પરમાર સહિતના અધિકારીઓને અમદાવાદ ACBની ઓફિસ ખાતે લઈ ગઈ છે. સતત 14 કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ ઓપરેશનમાં 56 લાખ રોકડ અને કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે-સાથે જ તમામ મુદ્દામાલને સીઝ કરી લેવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ACBએ જમીન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર કનુ દેત્રોજા અને જોઈન્ટ ડિરેક્ટર કેસી પરમાર સહિત કુલ 5 અધિકારીની અટકાયકત કરીને તપાસ હાથ ધરી હતી. 

Apr 13, 2018, 11:10 AM IST

VIDEO ગાંધીનગર: ACBનો સપાટો, ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસ પર રેડ, મળ્યાં લાખો રૂપિયા

ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ પાડતા ચકચાર મચી છે. ઓફિસ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે.

Apr 12, 2018, 08:34 PM IST