gujarat government

હવે ઓનલાઇન RTI કરી શકાશે, સરકારનો વધારે એક ડિજિટલ પ્રયાસ

સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. આ ઉપરાંત અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. જેથી હવે આરટીઆઇ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહી ખાવા પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવાયેલી ઓનલાઇન આર.ટી.આઇ વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે.

Nov 30, 2021, 08:20 PM IST

‘આપકો હેક કિયા ગયા હૈ...’ નો મેસેજ મૂકીને ગાંધીનગર પાલિકાની વેબસાઈટ હેક કરાઈ

એક તરફ વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) થકી વિશ્વભરના રોકાણકારોને આવકારવા થનગનાટ ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકા (gandhinagar palika) ની વેબસાઈટ હેક કરવામા આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વેબસાઈટને હેક (hacking) કરીને તેના પર તુર્કી ભાષામાં લખાણ લખવામા આવ્યું છે. જોકે, વેબસાઈટ હેક થતા અધિકારીઓ દોડતા થયા હતા. 

Nov 28, 2021, 03:20 PM IST

સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો, કહ્યું-ગીરમાં સિંહોને શાંતિથી જીવવા દો

ગીરના સિંહો (gir lions) ગુજરાતનું ગૌરવ છે. આ કારણે જ વિશ્વભરના પ્રવાસીઓની નજર ગીરની સફારી પર રહે છે. ગીરની સફારી (lion safari) માણવા આવનારા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આવામાં તાજેતરમાં જ પ્રવાસીઓની વચ્ચે ઘેરાયેલા સિંહની તસવીર વાયરલ થઈ હતી. ત્યારે ગીરના જંગલમાં વનરાજાની પજવણીની હાઈકોર્ટે (gujarat highcourt) ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે સરકારને ટપારતા કહ્યું કે, સિંહોને તેના વિસ્તારમાં શાંતિથી જીવવા દો. લાયન સફારીમાં ઘટાડો કરો. 

Nov 27, 2021, 10:20 AM IST

શું છે સમરસ પંચાયત? જાણો સમરસ પંચાયતને સરકાર આપે છે VIP સગવડ

જિલ્લામાં જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 437 ગામોમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે આજે ઝી ૨૪ કલાક ની ટીમ પહોંચી હતી ઘોઘા તાલુકાના અવાણીયા ગામે, અવાણીયા ગામ કે જ્યાં આઝાદી બાદ આજદિન સુધીમાં માત્ર એકવાર જ ચૂંટણી થવા પામી છે. જ્યારે બાકીની ચૂંટણીઓ આપસી સંકલનના કારણે સમરસ થતા આ ગામનો ભરપૂર વિકાસ થયો છે. ત્યારે જાણીએ અવાણીયાના ગ્રામજનો પાસેથી કે કેવો થયો છે પાંચ વર્ષમાં વિકાસ અને નવા સરપંચ કેવા હશે.?

Nov 26, 2021, 09:48 PM IST

ગુરુવારે મોડી રાત્રે ગુજરાત સરકારે કર્યો મહત્વનો આદેશ, કોરોનામાં માત્ર 10 દિવસમાં સહાય ચૂકવાશે

ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે. જે અંતર્ગત SDRF માંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

Nov 26, 2021, 07:35 AM IST

ગુજરાતના મુખ્યમંત્રી પહોંચ્યા દિલ્હી, આજે ભવ્ય રોડ શો કરીને વાઈબ્રન્ટ સમિટનો કરાવશે પ્રારંભ

ગુજરાતમાં વાઈબ્રન્ટ (vibrant gujarat) સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit) અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે દિલ્હીમાં ભવ્ય રોડ-શો યોજાશે. આજે દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) બેઠક યોજશે. આ ઉપરાંત સીએમ પટેલ વિવિધ દેશોના રાજદૂત સાથે પણ બેઠક કરશે. 

Nov 25, 2021, 09:24 AM IST

Vibrant Gujarat 2022 ની તૈયારીઓનો આજથી પ્રારંભ, આજે કરોડોના MOU થશે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit 2022) ને સફળ બનાવવા સરકારે કવાયત શરૂ કરી છે. જેમાં આજે વાઈબ્રન્ટ ગુજરાતને લગતા MOU કરાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં MOU કરાયા છે. તો બીજી તરફ આ સપ્તાહથી જ વાઈબ્રન્ટ ગુજરાત (vibrant gujarat) ના રોડ શો શરૂ થશે. દિલ્હી અને મુંબઈમાં થનારા રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાગ લેશે. તેમજ મંત્રીઓ અને અધિકારીઓના વિવિધ ડેલિગેશન 26 નવેમ્બરથી અલગ અલગ દેશોના પ્રવાસે જશે. 

Nov 22, 2021, 01:15 PM IST

આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રોની કૃષિ કોન્ક્લેવ : નિષ્ણાતો અને ખેડૂતોએ એક મંચ પર આવીને કરી ચર્ચા 

ગુજરાત હંમેશા દેશના લોકો માટે રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે, પછી તે ગમે તે ક્ષેત્ર હોય. આવી જ એક ક્રાંતિ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પણ આવી છે, જેના રાહે આજે અનેક રાજ્યો ચાલી રહ્યાં છે. ગુજરાતના ધરતીપુત્રો ન માત્ર આત્મનિર્ભર છે, પરંતુ બીજા રાજ્યોના ખેડૂતોની સરખામણીમાં વધુ સમૃદ્ધ છે. ZEE 24 કલાક દ્વારા આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રો માટે કૃષિ કોન્ક્લેવ આયોજિત કરાઈ હતી. આ કોન્ક્લેવ સરકાર અને ખેડૂતો વચ્ચે એક પુલ બની રહી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.  

Nov 21, 2021, 10:43 AM IST

ગુજરાતની જનતાને ભુપેન્દ્ર પટેલે કહ્યું, ‘સરકાર અને પ્રજા બે અલગ નથી, તમારામાંથી જ એક વ્યક્તિ ગાંધીનગરમાં બેસી છે’

  • ગુજરાતી મીડિયામાં પહેલીવાર ZEE 24 કલાકના ધરતીપુત્રો કોન્કલેવના માધ્યમથી સીએમ ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો 
  • ચૂંટણીમાં 182 બેઠકના લક્ષ્યાંક પર CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સંગઠન અને સરકાર બંને સાથે રહી કરશે કામ

Nov 21, 2021, 09:40 AM IST

ગુજરાત સરકારની ખેડૂતોને વધુ એક ભેટ, મોબાઈલ ખરીદવા કરશે સહાય

ગુજરાતના ખેડૂતો (gujarat farmers) ને ખરા અર્થમાં દિવાળી ફળી છે. એક તરફ કૃષિ કાયદાના નાબૂદીને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ત્યાં બીજી તરફ, ખેડૂતો માટે રાજ્યની સરકારે (gujarat government) મહત્વની જાહેરાત કરી છે. સરકાર ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ ફોન (smart phone) ની ખરીદી પર સહાય કરશે. મોબાઈલની ખરીદ કિંમતમાં ખેડૂતોને 10% ની સહાય કરવામાં આવશે. તેમજ વધુમાં વધુ 1500 રૂપિયાની ખેડૂતોને સહાય કરાશે. આ માટે ખેડૂતોએ ઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Nov 21, 2021, 07:14 AM IST

એક એવું ડ્રોન જે ખેડૂત અને સરકાર બંન્નેની ચિંતા એક જ ધડાકે કરી દેશે દુર, બંન્ને થશે ખુશ

આજના આધુનિક યુગમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. દરેક વસ્તુ હવે મશીન અને ટેકનોલોજીથી સરળ અનેં ઝડપી બનતી જાય છે. અમદાવાદમાં નિખિલ મેઠિયાએ તેના ત્રણ મિત્રો સાથે મળી GTU અને રાજ્ય સરકારના સહયોગથી એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનની ખાસિયત છે કે, ઇમેજ પ્રોસેસિંગ અને 3D મોડલીગ તૈયાર કરે છે. વર્ષ 2016 માં આઈડિયા આવ્યો અને ડ્રોન તૈયાર થતા 5 વર્ષ લાગ્યા છે. આ ડ્રોન સામાન્ય ડ્રોન કરતા અલગ છે. આ ખાસ પ્રકારનું ડ્રોન જમીન સર્વે, ખેડૂતોના પાકની માહિતી આપે છે. આ ઉપરાંત માઇનિંગ સર્વે સહિતની કામગીરી કરે છે. હાલ ડ્રોન દ્વારા નેશનલ હાઇવે રોડ રસ્તા અને બુલેટ પ્રોજેકટનું પ્રોગ્રેસીગનું  કામ કરવામાં આવી રહ્યું છે.

Nov 20, 2021, 10:44 PM IST

શું ફરી ગુજરાત સરકારના મુખ્ય સચિવ બદલાશે? પંકજ કુમારના સ્થાને કયા અધિકારીના નામની ચાલી રહી છે ચર્ચા

ગુજરાત કેડરના 1987 બેચના રાજકુમારને ગુજરાત સરકારના મુખ્ય સચિવ બનાવાશે તેવી અટકળો તેજ બની છે, જ્યારે પંકજ કુમારને ખસેડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Nov 16, 2021, 12:22 PM IST

સરકારનું નાક દબાવતા સંમેલનો? રાજકોટમાં તમામ પક્ષના પાટીદાર નેતાઓ દ્વારા બે મોટી માંગ...

જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ એક પછી એક સમાજ દ્વારા સરકાર પાસે વિવિધ માંગણીઓના નામે નાક દબાવવાનું શરૂ કર્યું છે. આજે જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા પોતાના પક્ષની લાઇન છોડીને પાટીદાર સમાજના એકસુત્રી કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ - ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જસદણમાં પાટીદાર સમાજ એક મંચ પર જણાવ્યું કે, પાટીદાર શૈક્ષણિક ભવનનું નિર્માણ થયુ તેનું લોકાર્પણ કરવામાં આવશે. 

Nov 13, 2021, 09:56 PM IST

રાજ્યના 3 કરોડથી વધુ નાગરિકોના આરોગ્ય સ્ક્રિનીંગ માટે 'નિરામય ગુજરાત’ યોજના શરૂ કરશે સરકાર

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી ‘‘નિરામય ગુજરાત યોજના’’ જાહેર કરવામાં આવી છે. 
 

Nov 10, 2021, 08:21 PM IST

LRD ની ભરતીમાં જોવા મળ્યો ઉત્સાહ, 10,459 જગ્યા સામે મળી 12 લાખ અરજી

લોકરક્ષક દળમાં ભરતી માટે અરજી કરવાની તારીખ 9 નવેમ્બરે સમાપ્ત થઈ ગઈ છે. અત્યાર સુધી 12 લાખ જેટલી અરજી મળી છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોએ પણ અરજી કરી છે. 
 

Nov 10, 2021, 04:27 PM IST

નવા વર્ષે મુખ્યમંત્રીએ ગુજરાતની સાડા છ કરોડની જનતાને આપ્યો આ મેસેજ

આજે નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) મંદિરમાં શિશ ઝુકાવી ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી નાગરકોને નવા વર્ષ (New Year) ની શુભેચ્છા પાઠવી છે. આત્મ નિર્ભત ગુજરાત (Gujarati new year) થી આત્મ નિર્ભર ભારત બને અને સૌને શ્રેષ્ઠ ક્ષમતાઓ પ્રાપ્ત થાય તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.

Nov 5, 2021, 11:24 AM IST

નવા વર્ષે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને આપી મોટી ભેટ, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

નવા વર્ષે ગુજરાત સરકારે (gujarat government) વિદ્યાર્થીઓને સૌથી મોટી ભેટ (diwali gift) આપી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી છે. SSC માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ (admission) બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

Nov 5, 2021, 10:44 AM IST

ગુજરાતના ઈતિહાસમાં પેટ્રોલ-ડીઝલમાં સૌથી મોટો ઘટાડો, જાણો સરકાર પર કેટલો બોજો વધશે

  • ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાને કારણે રાજ્ય સરકારની તિજોરી ઉપર દર મહિને 500 કરોડથી વધુનું નુકસાન જશે
  • ગુજરાતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા ઘટાડા સાથે ગઈકાલ મધરાતથી વેચાણ શરૂ થયું

Nov 4, 2021, 02:47 PM IST

કેન્દ્ર બાદ રાજ્ય સરકારે 7 રૂપિયા વેટ ઘટાડ્યો, ગુજરાતમાં આજથી પેટ્રોલ 12 અને ડીઝલ 17 રૂપિયા સસ્તું

દિવાળી ટાણે મોંઘવારીથી પિડાતી જનતાને કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડીને મોટી રાહત આપી છે. જેના કારણે વાહનચાલકોમાં હાલ ખુશી જોવા મળી છે. સતત વધી રહેલા પેટ્રોલ - ડીઝલના ભાવના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો અને તહેવારોની મજા પણ ફિક્કી પડી હતી.

Nov 4, 2021, 07:31 AM IST

પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ દેખાયું, કેમિકલ કંપનીઓએ માણસ-કપિરાજના કલર બદલી નાંખ્યા

ભરૂચના અંકલેશ્વરમાં પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ સામે આવ્યુ છે. ઝેરી કેમિકલથી વાનર અને માનવના કલર બદલાઈ ગયા. ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રદૂષણથી માનવોની સાથે કપિરાજ પણ રંગીન થયા. પિગ્મનેટ કંપનીમાં પ્રવેશવાથી કપિરાજ રંગીન બન્યાનું અનુમાન છે. આ કંપનીમાં કામ કરતા લોકો પણ પ્રદુષણનો ભોગ બન્યા છે. કંપનીમાં કાર્ય કરતા કામદારોનું આરોગ્ય પ્રદૂષણને કારણે જોખમમાં આવી ગયું છે. ત્યારે સમગ્ર મામલે અંકલેશ્વર GPCBએ તપાસ હાથ ધરી છે. જિલ્લા ઇન્ડસ્ટ્રીઝ સેફટી, હેલ્થ વિભાગમાં પણ ફરીયાદ કરવામાં આવી છે. માનવાધિકારોનું ખુલ્લેઆમ હનન થતું હોવાનો સ્થાનિક પર્યાવરણ બચાવ સંસ્થાઓએ આક્ષેપ કર્યો છે.

Oct 29, 2021, 10:41 AM IST