ત્રણ તલાક

તુષ્ટિકરણની રાજનીતિના કારણે ત્રણ તલાક બિલનો કરાયો વિરોધઃ અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે, જે લોકો ત્રણ તલાકની તરફેણમાં હતા અને જે લોકો તેના વિરોધમાં હતા, એ બંને લોકોના મનમાં એ બાબતે કોઈ આશંકા ન હતી કે ત્રણ તલાક એક કુપ્રથા છે 
 

Aug 18, 2019, 07:24 PM IST

ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આ તારીખથી કાયદો લાગુ થશે

રાજ્યસભામાં 30મી જુલાઈના રોજ ત્રિપલ તલાક બિલ પસાર  થઈ ગયું. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાનૂન 2019ને રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદે પણ મંજૂરી આપી દીધી છે.

Aug 1, 2019, 09:36 AM IST

કેન્દ્ર સરકાર દ્વાર ટ્રિપલ તલાક બિલ પાસ કર્યાના 24 કલાકમાં જ અમદાવાદમાં પતિએ પત્નીને આપ્યા તલાક

અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી સના શેખના લગ્ન તેના જ સમાજમાં થયા હતા. લગ્ન દરમિયાન તેને બે બાળકીઓ પણ છે. ગઇકાલે સનાના પતિએ તેની પાસે પૈસાની માગણી કરી હતી. પરંતુ સનાએ તેની માગણીનો ઇન્કાર કરતા તેના પતિએ પહેલા તો બાળકીઓને માર માર્યો હતો

Jul 31, 2019, 09:35 AM IST

ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર થતા જ ટ્વીટર પર મહેબુબા અને ઉમર બાખડી પડ્યા

ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યાં. બિલ પર ફાઈનલ વોટિંગ વખતે રાજ્યસભામાં કુલ 183 સાંસદો હાજર હતાં.

Jul 31, 2019, 08:34 AM IST

ટ્રિપલ તલાકઃ પીએમ મોદીની ટ્વીટ - 'આજે ભારત માટે ખુશીનો દિવસ છે'

પીએમ મોદીએ જણાવ્યું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સાંસદોનો આભાર માનું છું. ત્રણ તલાક બિલ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે."

Jul 30, 2019, 08:29 PM IST

ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પસાર, જાણો હવે ત્રણ તલાક આપ્યા તો શું થશે સજા?

ટ્રિપલ તલાક : ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ લોકસભા પછી હવે રાજ્યસભામાં પણ બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ જ્યારે આ બિલ પર હસ્તાક્ષર કરશે ત્યારે તે કાયદો બની જશે અને આ સાથે જ બિલમાં કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ અમલમાં આવી જશે. 

Jul 30, 2019, 08:04 PM IST

Live: ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ચર્ચા, JDUનું વોકઆઉટ, BJDનું સરકારને સમર્થન

આજે આ બિલ રજૂ થવાને લઇને ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પાર્ટીના દરેક સાંસદોથી કહ્યું કે, આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હાજર રહે. આ સાથે જ તે પણ કહ્યું કે, બિલ પર મત વિભાનજના સમયે સાંસદોની હાજરી જરૂરી છે

Jul 30, 2019, 12:30 PM IST

ટ્રિપલ તલાક: શાહે સાંસદોને કહ્યું- રાજ્યસભામાં મત વિભાજન સમયે હાજરી જરૂરી

લોકસભામાંથી પસાર થયા બાદ ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં બપોરે 12 વાગ્યે રજૂ થવાનું છે. તેને જોતા ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પાર્ટીના દરેક સાંસદોથી કહ્યું કે, આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હાજર રહે

Jul 30, 2019, 12:11 PM IST

ટ્રિપલ તલાક: મહત્વનો છે આજનો દિવસ, રાજ્યસભામાં રજૂ કરશે બિલ

લોકસભામાં મંજૂરી મળ્યા બાદ ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર રોક લગાવવાના ઉદેશ્યથી લાવવામાં આવેલા ‘મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ’ને મોદી સરકાર આજે (મંગળવાર) રાજ્યસભામાં રજૂ કરશે.

Jul 30, 2019, 09:22 AM IST

લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા, પાસ કરાવવા માટે સરકારે કમર કસી

મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં મંજૂરી માટે રજુ કરવામાં આવશે.

Jul 25, 2019, 08:42 AM IST

ત્રણ તલાક પર કાયદો બન્યો તો આપીશું કોર્ટમાં પડકાર: મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

ત્રણ તલાક પર સંસદમાં કાયદો બનાવવામાં આવશે તો તેને કોર્ટમાં પડકાર આપશે. કેન્દ્ર સરકાર ત્રણ તલાક પર અધિનિયમ લાવી છે.

Dec 16, 2018, 07:17 PM IST

સોનિયા ગાંધી બોલ્યા, ટ્રિપલ તલાક મામલે કોંગ્રેસ સ્પષ્ટ છે...

સંસદમાં ચોમાસું સત્રનો અંતિમ દિવસ છે. સરકારે શુક્રવારે રાજ્યસભામાં ત્રણ તલાક વિધેયક રજૂ કરશે. ઝી મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ કહ્યું કે, ટ્રિપલ તલાત મામલે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ છે અને આ અંગે વધુ કંઇ કહેવા નથી ઇચ્છતી. અહીં નોંધનિય છે કે, ભાજપે સંસદમાં ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જારી કર્યો છે. જોકે આ બિલને સંસદમાં મંજૂરી મળવાની પ્રબળ આશા સેવાઇ રહી છે. 

Aug 10, 2018, 12:53 PM IST

ગુજરાતના ગૃહ મંત્રીનું નિવેદન, ત્રણ તલાક કાયદાના વિરોધીઓ અને કસાઇઓએ ભાજપને વોટ ન આપ્યા

ગુજરાતના ગૃહ મંત્રી રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ ગુરૂવારે (22 ફેબ્રુઆરી)એ કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સીટો ઘટીને 99 થઇ ગઇ કારણ કે કસાઇઓ, મત્સકરો અને પ્રસ્તાવિત ત્રણ તલાક સંબંધી વિધેયકના વિરોધીઓએ આ ભગવા પાર્ટીને વોટ આપ્યા નથી. ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીના આકરા મુકાબલામાં છઠ્ઠીવાર પોતાની સત્તા તો બચાવવામાં સફળ રહી, પરંતુ તેમની સીટો ઘટીને 99 થઇ ગઇ. કોંગ્રેસે 182 સભ્યોવાળી વિધાનસભામાં 77 સીટો જીતી. 

Feb 23, 2018, 09:34 AM IST