લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા, પાસ કરાવવા માટે સરકારે કમર કસી

મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં મંજૂરી માટે રજુ કરવામાં આવશે.

લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા, પાસ કરાવવા માટે સરકારે કમર કસી

નવી દિલ્હી: મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં મંજૂરી માટે રજુ કરવામાં આવશે. મે મહિનામાં બીજીવાર સત્તા સંભાળ્યા બાદ લોકસભાના પહેલા સત્રના પહેલા જ દિવસે સરકારે ટ્રિપલ તલાક વિધેયકનો ડ્રાફ્ટ રજુ કર્યો હતો. લોકસભામાં આજે આ બિલ પર ચર્ચા બાદ ટ્રિપલ તલાક બિલ પસાર થાય તેવી શક્યતા છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સાંસદોને ત્રણ લાઈનનું વ્હિપ જારી કરીને સદનમાં પોતાની હાજરી સુનિશ્ચિત કરવાનું કહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી ટ્રિપલ તલાક બિલને લઈને પોતાની પ્રતિબદ્ધતા અનેકવાર જાહેર કરી ચૂક્યા છે. 

ગત વખતે રાજ્યસભામાં પાસ નહતું થઈ શક્યું બિલ
જૂનમાં 16મી લોકસભા ભંગ થયા બાદ ગત વિધેયક નિષ્પ્રભાવી થઈ ગયું હતું. કારણ કે તે રાજ્યસભામાં પેન્ડિંગ હતું. હકીકતમાં લોકસભામાં કોઈ પણ બિલ પસાર થયા બાદ અને રાજ્યસભામાં તેના પેન્ડિંગ રહેવાની સ્થિતિમાં લોકસભા ભંગ થતા તે વિધેયક નિષ્પ્રભાવી થઈ જાય છે. 

જુઓ LIVE TV

મોદી સરકાર બેવાર ટ્રિપલ તલાક બિલ રજુ કરી ચૂકી છે
સરકારે સપ્ટેમ્બર 2018 અને ફેબ્રુઆરી 2019માં એમ બે વાર ટ્રિપલ તલાક વટહુકમ બહાર પાડ્યો હતો. આ જ કારણ છે કે લોકસભામાં આ વિવાદાસ્પદ બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં તે પેન્ડિંગ  રહ્યું હતું. મુસ્લિમ મહિલા (વિવાહ પર અધિકારોનું સંરક્ષણ) વટહુમક 2019 હેઠળ ટ્રિપલ તલાક અંતર્ગત લેવાયેલા તલાક ગેરકાયદે,અમાન્ય  છે અને પતિને તેના માટે ત્રણ વર્ષની કેદની સજા થશે. 17મી લોકસભાના પ્રથમ સત્રમાં નવી સરકારની યોજના ટ્રિપલ તલાકની પ્રથા પર  પ્રતિબંધ લગાવવા સહિત 10 વટહુકમનો કાયદામાં ફેરવવાની છે. હકીકતમાં આ વટહુકમોને સત્રની શરૂઆત થવાના 45 દિવસોની અંદર કાયદામાં ફેરવવા પડે નહીં તો તે નિષ્પ્રભાવી થઈ જાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news